The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Margi Patel

Drama Tragedy

3  

Margi Patel

Drama Tragedy

પૈસા પાછળ દોડતો માણસ

પૈસા પાછળ દોડતો માણસ

7 mins
785


       સેજલપુર નામનું ગામ હતું. ત્યાં જેનીશ નામ નો યુવક રહેતો હતો. જેનીશ ખૂબ જ હોશિયાર, ચાલક બધી જ રીતે સંપન્ન હતો. જેનિસ નું એક સપનું હતું ખૂબ જ પૈસા કમાવાનું. તે તેના પરિવાર ને પણ ખૂબ જ પ્રેમ કરતો. જેનીશ ને એમ કે મારો છોકરો જેના પર હાથ મૂકે એ હું એની લઈને જ આપું. એવું જુનુન હતું. અને પૈસા કમાવવા માટે જેનીશ ગામ માંથી શહેર તરફ રહેવા આવી ગયો. પરિવાર સાથે.


       જેનીશ શહેર મેં આવી ને ખૂબ જ મહેનત કરતો. જેનીશ તેના સંતાન અને તેની પત્નિ ને ખૂબ જ સારું રાખતો. અને પ્રેમ પણ ખૂબ જ કરતો. જેનીશ ની પત્નિ પણ ખૂબ પ્રેમ કરે જેનીશ ને. જેનીશ શહેરમાં આવી ખૂબ જ મહેનત કરવા લાગ્યો. અને જેનીશ ની પત્ની જેનીશ ને મદદ પણ કરતી.


         વર્ષો વીતતા ગયા એમ એમ જેનીશ ની પ્રગતિ થતી ગઈ. જેનીશ શહેરમાં આવ્યો હતો એના કરતાં પણ અત્યારે તેની જોડે પૈસા વધારે છે. પણ, પૈસા કમાવવાની હાડમાળમાં જેનીશ એવો ફસાયો કે જેનીશ નું ધ્યાન પરિવારમાંથી હતી ને બસ પૈસા જ કમાવવામાં લાગી ગયો. પૈસા કમાવવાની લાય માં જેનીશ ઘરે આવી ને પણ ખૂબ જ ગુસ્સા માં જ રહે. નાની નાની વાતમાં ગુસ્સો કરે, કોઈ તેના જોડે જાય તો એ ના ગમે. અને જો જેનીશની પત્નિ ધારા જેનીશ જોડે વાત કરવા આવે તો હંમેશા એમ જ કહે મારે કામ છે. આ બધું સાંભળવાનો સમય નથી મારી જોડે.


        જેનીશની કામિયાબીમાં ધારા નો પણ વધારે નહીં પણ થોડો તો સાથ હતો. ધારા જેનીશના આ વર્તનથી થોડી નારાજગી થતી. પણ કદી જેનીશ ને ખબર ના પાડવા દેતી. તેની મનમાં દર બેસી ગયો હતો. કે, ' જેનીશ આમ ના આમ જ કરશે તો પાક્કું કંઈક થશે તો મને છોડતા વાર નહી લાગે. આ ડરમાં ધારા ને ડિપ્રેશન આવી ગયું. જેનીશને ધારાની ચિંતા તો થતી. પણ જેનીશ એની જ પ્રોબ્લમમાંથી બહાર ના નીકળી શકે તો ધારા ને કેવી રીતે સમજે. અને જેનીશ ને કઈ પણ ધારા કહેવા જાય તો તરત જ જેનીશ પુરી વાત સાંભળ્યા વગર જ બોલ્યા જ કરે. તેથી ધારા એ હવે તો જેનીશ ને કહેવાનું પણ છોડી દીધું.


         ઘરમાં બસ ત્રણ જ રહે. જેનીશ, ધારા અને એ બન્નેઓ એક છોકરો. જેનીશ ના જોડે સમય ના હોવાથી ધારા ત્રણ ચાર દિવસે એક વાર તેના છોકરાઓને રમવા લઇ જતી. એકવાર ત્યાં પતિ પત્નિ ખૂબ જ ઝગડતા હતા. બધા તે બંન્નેની સામે જ દેખી રહ્યા હતાં. આ બંન્ને નો ઝગડો હંમેશા થતો જ હોય છે. બધા દેખી રહ્યા હોય તો પણ એમણે કોઈ શરમમાં આવતી. ધારા પણ તે પતિ પત્નિ ને દેખાતી. અને મનમાં જ કહેતી કે 'સારું છે મારો જેનીશ આવો નથી. ભલે એના જોડે સમય ના હોય અમારા માટે પણ જેનીશ આવી તો ના જ કરે. ' ધારા તેમના સામે દેખાતી લડતા એ એ પતિ પત્નિ ને પણ ખબર હતી.


             આજે ફરીથી ધારા એના છોકરા ને રમાડવા લઇ જાય છે. તો આજે પણ તે પતિ પત્નિ ત્યાં ખૂબ જ મોટા મોટા અવાજ થી ઝગડતા હતાં. આજે પણ ધારા તે બંન્ને ના સામે દેખી રહી હતી. બંન્ને ને એમ થતું કે ધારા અમારી સામે દેખે છે. પણ ધારા એમની લડાઈ સાંભળતી તો ખરા પણ હંમેશા ધારા નું ધ્યાન તે લડતા પતિ પત્નિ માંથી તે સ્ત્રી ના વાળ પર જ ટકી રહતી. કેમ કે એના વાળ ખુબ જ સરસ હોય છે. અને એવામાં જ એ પત્નિ ત્યાંથી કઈ બોલી ને જતો રહે છે. ત્યાં એ પુરુષ ધારાની સામેની પાટલી પર બેસે છે.


              એ પુરુષ ધારા ને પૂછું છે કે, ' મેમ સાચું કહજો કોની ભૂલ છે અમારા થી? અને ભૂલ મારી હોય તો પણ એને રાહ ના દેખવી જોઈએ ઘરે જવાની. બધા ની સામે આવી રીતે વાત થોડી કરતી હશે?? ' ધારા એ નિર્દોષ ભાવે કહ્યું, 'હા, તમારી વાત સાચી છે. તમારી પત્નિ ને અહીંયા ના બોલાય. ' બસ આટલું જ સાંભળતા તે ભાવિને ' Thank You 'કહ્યું કહ્યું. અને ત્યાંથી ચાલી નીકળ્યો. ઘરે આવીને ધારા એ જેનીશ ને આ વાત કહેવાની ઈચ્છા કરી. ધારા એ જેનીશ ને કહ્યું પણ ખરા. પણ જેનીશ અડધી વાતે જ કોમેન્ટ પાસ કરતાં ધારા એ એ વાત ત્યાંથી બંધ કરી દીધી.


            થોડા દિવસ પછી ફરીથી બસ આજ થયું. ભાવિન ધારા જોડે આવીને બેઠો. અને દોસ્તી માટે ધારા ને કહ્યું. પણ ધારા એ એક ઝાટકે ના પડી દીધી. છતાં પાંચમા દિવસે આ જ ઘટના થતા ભાવિને ફરીથી દોસ્તી માટે માટે પૂછ્યું તો ત્યારે ધારા એ ભાવિન ને હા કહી દીધી. બંન્ને ના વચ્ચે બસ એ પાંચ દસ મિનિટ વાત થતી ત્રણ ચાર દિવસે બસ એટલું જ. વાતો ઓન સામાન્ય. જેવી કે શું કરે છો? જીવનમાં કેવું ચાલે છે? બસ આવી જ વાત. 


          ભાવિન હંમેશા તેની પત્નિની પ્રોબ્લમ લઈને ધારા ને વાત કરે. અને ધારા ને કહેવા પ્રમાણે એક બે વાર ભાવિને માન્યું તો ભાવિનના લગ્ન જીવનમાં સુધાર પણ આવે છે. તેથી હવે તો ભાવિન તેની દરેક પ્રોબ્લમ લઈને ધારા ને જ કહે. અને ધારા ભાવિનની મદદ પણ કરતી. ધારા જેનીશ ને ગમે તે કરી ને આ બધી વાતો કરતી. કોઈ પણ નું નામ લઈને. અને સૌથી વધારે તો ભાવિન ના પ્રોબ્લમ નું સોલ્યૂશન જેનીશ જોડે જ માંગતી. અને પછી ભાવિન ને કહેતી.


           આવી જ રીતે બંન્ને વાત કરતાં. વાતો પણ દરરોજ નહીં. કોઈ ક દિવસે. એવામાં એક દિવસે ભાવિન ને ખબર પડી કે ધારા તો IT ફિલ્ડ ની છે. તો ભાવિને ધારા જોડે તેના બૂઝિનેસ્સ માં મદદ માંગી. અને ધારા ને પણ મદદ કરવી ગમે. IT ના કામ ના લીધે બંન્ને માં થોડી વધારે વાતચીત થવા લાગી. એવામાં એક દિવસ ભાવિન અને તેની પત્નિ વચ્ચે ફરીથી ઝગડો થયો. અને ધારા ના કહેવા મુજબ ભાવિન તેની પત્નિ માટે સાડી લઈને આવ્યો. એક નહીં પણ બે. બસ એ બે માંથી સાડી પસંદ કરવા માટે ધારા ને બોલાવે છે. પહેલા તો ધારા એ ના પડી દીધી. પણ ભાવિનના બહુ જ કહેવાથી ધારા જેનીશ ને જૂઠું બોલીને ભાવિન ને મળવા જાય છે. મળવા પણ કઈ દુર નથી જતી ધારા. બસ તેના ઘરની નીચે જ જાય છે. અને દસ જ મિનિટમાં આવી પણ જાય છે. પણ ધારાની ભૂલ એટલી હતી કે, ધારા જેનીશ ને ખોટું બોલીને જાય છે.


              ધારા જેનીશને ખુબ જ પ્રેમ કરતી. જેથી તો કોઈ બીજા માટે વિચારી પણ ના શકે. એને એવા જ 14 ફેબ્રુઆરી આવે છે. અને ભાવિન ધારા ને ગિફ્ટ પસંદ કરવા બોલાવે છે. શોપ માં જ. અને ધારા એ ના પણ ના પડી જેમ કે તેને પણ ગિફ્ટ લેવા જાવું હતું જેનીશ માટે. તો ધારા પણ એ જ શોપ માં જાય છે. ધારા એ પહેલા તેના પતિ માટે ગિફ્ટ ખરીદ્યુ. અને પછી ભાવિન ને તેની પત્નિ માટે ગિફ્ટ ખરીદવા માટે મદદ કરી. આ વખતે પણ ધારા ખોટું બોલી ને જાય છે કે હું મારી દોસ્ત ના જોડે જાઉં છું. એ ધારા નું ખૂબ જ મોટી ભૂલ હતી. પણ ધારા એ આ વાત ને એટલું કઈ ધ્યાન જ ના આપ્યું. ધારા બસ ભાવિન ને એક સારો દોસ્ત જ માનતી હતી. 


             જેનીશ ને બિલકુલ ના ગમતું કે ધારા તેની સાથે ખોટું બોલે. પણ ધારા ના મનમાં એવું કોઈ જ ના હોવાથી તેને એવાત પર કોઈ જ ધ્યાન ના આપ્યું. કેમ કે જેનીશ ધારા ને ખૂબ જ પ્રેમ કરે. અને ધારા જેનીશ ખૂબ જ પ્રેમ કરતો. અને આઇટી ના કામ હોવાથી બંન્ને વાત પણ થોડી વધી ગઈ હતી.


            પણ ધારા નું આ જૂઠ ચાલે તો ચાલે ક્યાં સુધી?? જેનીશ ને આ વાતની ખબર પડી ગઈ. જેનીશ ને ખૂબ જ દુઃખ થતું કે ધારા એ એની જોડે આવું કર્યું. ધારા જેનીશ ને સમજાવતી કે એના અને ભાવિન વચ્ચે એવું કઈ જ નથી. પણ જેનીશ માનવા તૈયાર જ નથી. જેનીશ ધારા ને બધા જ સુખ આપવા માંગતો હતો. ધારા ને કોઈ વાતની કમી ના હતી. જેનીશ ખૂબ જ ધારા ને રાખતો. પણ તેના સપના ના પાછળ ભાગતા તે તેનું પરિવારમાં ધ્યાન ના આપી શક્યો. છતાં ધારા ફૂલ સપોર્ટ કરતી. કે કદી એવું જેનીશ ને ફીલ પણ ના થવા દેતી. ધારા ખૂબ જ પ્રેમ કરતી જેનીશ ને. 


            પણ, ધારા ના ખોટું બોલવાથી જેનીશ ને ધારા પરથી વિશ્વાસ ઉઠી ગયો. બંન્ને એક બીજા ને પ્રેમ ખૂબ કરવાથી અલગ તો ના થયા. પણ સાથે રહીને પણ અલગ અલગ રહેતા. ધારા ખૂબ જ મનાવે. પણ જેનીશ કેવી રીતે ભૂલી શકે કે ધારા તેની સાથે આવું ખોટું બોલી છે. જેનીશ ને ભૂલવું ખૂબ જ મુશ્કેલ થઇ ગયું હતું. બંન્ને એક બીજા ને ખૂબ જ પ્રેમ કરતાં. પણ જેનીશનો વિશ્વાસ ડગી ગયો. ધારાના મનમાં નહતું છતાં તેના જુઠાણથી ભોગવવું પડ્યું. 


              આજે જેનીશ અને ધારા જોડે છે. ધારા ખૂબ મહેનત કરે છે. કે પહેલા જેવું થઇ જાય. ધારા ના મનના વસેલી વાત તો કોઈ જ ના સમજી શક્યું. અને અંદર ને અંદર ઘૂંટાતી જ જતી. આજે જેનીશ જોડે પૈસા તો ખૂબ જ છે. પણ બંન્ને ના વચ્ચે નો પ્રેમ જાણે ગાયબ થઇ ગયો. ધારા તેના દોસ્ત ને કોઈ દિવસ વાતો વાતો માં કહેતી કે ભલે પૈસા ના હોય તો મરચા ને ખીચડી ખાવી. પણ પૈસા કમાવાની લાયમાં પરિવારને સમય તો આપવો. બંન્ને ને પ્રેમથી રહેવા માટે બંન્નેના વચ્ચે પ્રેમ હોવો જોઈએ પૈસા નહીં. ધારા તેના મનની વાતો ના કોઈ ને કહી શકે છે ના સહી શકે છે. આજે જેનીશ ને થાય છે કે પૈસા કમાવાની જુસ્સા માં મેં મારૂ હસતું ખીલતું પરિવાર ખોઈ દીધું. મારા જોડે બધું જ છે છતાં એવું જ લાગે કે મારા હાથમાં કઈ જ નથી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama