પારકાંની ચિંતા
પારકાંની ચિંતા


સવારના પહોરમાં જ્યારે આપણે સહુ ગોદડાંમાં સૂતાં હોય ત્યારે બહુ વહેલા ઉઠીને માર્કેટમાંથી શાકભાજી ખરીદીને ધંધા અર્થે આપણાં સુધી શાકભાજી પહોંચાડનાર ફેરિયાઓની કદર આપણને કેમની હોય?
પણ ગઈકાલે સવારના એને કેટલાકની પરવા કરી ત્યારે એમના પ્રત્યેની પ્રિતીમાં વધારો થઈ ગયો.
સોસાયટીના નાકે ચડતા જ મોટા અવાજે વેચવા માટે બૂમો પાડે તે સ્વાભાવિક છે. પણ સોસાયટીના કોર્નરમાં આવેલી લાઈબ્રેરીને જોતાં જ એને એના હોઠ સીવી લીધા. એને એના ધંધાથી વધુ લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાનોની જીંદગી વધુ વહાલી લાગી.એને આ સેન્સ ક્યાંય જોઈ નહોતી તોય ભીતરી પ્રવાહ બહાર નીકળી આવ્યો.
મને એની આ ફિલસૂફી માટે શત્ શત્ વંદન કરવાનું મન થાય અને દિલમાં એવું જરૂર થાય કે અન્યની મદદ કરનારાઓની ભરમાર હજુય અકબંધ છે.
વંદે માતરમ.