નવરાત્રીનું મહત્વ
નવરાત્રીનું મહત્વ
અરે અરે જીજ્ઞાબેન આજ આમ એકલા સજીને આટલી રાતે ક્યાં ચાલ્યા ? પાયલબેને પૂછ્યું.
જીજ્ઞાબેન કહે, "અરે પાયલબેન તમે નથી જાણતા શું. ? આજે આસો સુદ એકમ નવરાત્રી ચાલું થઈ છે. બધા ગરબા રમવા જાય છે. હું પણ સજીને માતાજીના ગરબા રમવા જાવ છું" તમારે નથી આવવું.
પાયલબેન કહે," જીજ્ઞાબેન શું તમે નથી જાણતા,મને ગરબાનો કેટલો શોખ છે. નવરાત્રી એ તો મારો પ્રિય તહેવાર છે. એમાં પણ માતાજીની ભક્તિ ભળતા એનું મહત્વ દશ ગણું વધી જાય છે. "
જીજ્ઞાબેનન કહે," પાયલબેન તમને ખબર છે નવરાત્રીનું મહત્વ શું છે. નવરાત્રી આપણે શા માટે ઉજવીએ છીએ. "
પાયલબેન કહે," ના રે ના જીજ્ઞાબેન મને સમજાવો ને આ નવરાત્રીનું મહત્વ શું છે. "
જીજ્ઞાબેન કહે, જરૂર, સાંભળો. હિંદુ ધર્મમાં નવરાત્રીનું અનોખું મહત્વ છે. આ તહેવારની ઉજવણી નવ દિવસ સુધી થાય છે. તેમાં માતા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીની કથા મહિષાસુરના વધ સાથે સંકળાયેલી છે.
પ્રથમ નોરતે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. રાજા હિમાલયની તપસ્યાથી પ્રસન્ન થઈ માં દુર્ગાએ પુત્રી તરીકે જન્મ લીધો હતો. પર્વતની પુત્રી હોવાથી તેનું એક નામ શૈલપુત્રી પડ્યું. તેના જમણાં હાથમાં ત્રિશૂળ છે્. તેનુ વાહન આખલો છે.
બીજે નોરતે માં બ્રહ્મચારિણી માતાની પૂજા કરવામાં આવે છે. ડાબા હાથમાં કમંડળ છે. નારદમૂનિની સલાહથી બ્રહ્મચારિણી માતાએ શિવને મેળવવા કઠોર તપસ્યા કરી હતી.
ત્રીજે નોરતે માં ચંદ્રઘંટાની પૂજા થાય છે. શાંતિ પ્રદાન કરનાર માતાનું સ્વરૂપ છે. આ સ્વરૂપની આરાધના કરવાથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
ચોથા નોરતે કુશમુડામાં ની પૂજા થાય છે. જે માતૃત્વને સમર્પિત છે. પૃથ્વી પર કશું જ ન હતું. ચારે કોર અંધકાર હતો ત્યારે માતાએ સૃષ્ટિનું સર્જન કર્યું. તેને આઠ હોવાથી અષ્ટભુજા પણ કહે છે.
પાંચમા નોરતે માં સ્કંદમાતાની પૂજા આરાધના થાય છે. સ્કંદમાતાને કાર્તિકની જનક કહે છે. તેનું વાહન સિંહ છે. ઉપરના જમણાં હાથમાં કમાલનું ફૂલ ધર્મ કરે છે. અને એક હાથથી વરદાન આપે છે. એક હાથ કાર્તિકેયના માથે આશિર્વાદ આપે છે.
છઠ્ઠા નોરતે માં કાત્યાયની પૂજા થાય છે. એવુ કહેવાય છે કે મહર્ષિ કાત્યાયન મહિષાસુર ના વધુ માટે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે એક સાથે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રસન્ન થયા અને માં દુર્ગાને પ્રગટ કર્યા. આથી કાત્યાયની માતા કહે છે.
સાતમા નોરતે કાલરાત્રિ માં ની આરતી થાય છે. કાળનો વિનાશ કરવાની ક્ષમતા છે. દરેક વસ્તુઓને નાશ કરે છે. તેમનો રંગ કાળો છે. વાળ વેરવિખેર છે. શરીર અગ્નિ જેવું છે.
આઠમા નોરતે મહાગૌરી માં ની આરતી થાય છે. તે શાંત સ્વરૂપ છે. શિવને પ્રાપ્ત કરવા માગતા પાર્વતીએ કઠોર તપશ્ચર્યા કરતા તેમનો રંગ શ્યામ થઈ ગયો હતો. શિવ પર ગંગાજળ ચડાવતા તેમને ગોરા રંગની દીધા.
નવમા નોરતે માં સિદ્ધિદાત્રીની પૂજા આરાધના થાય છે. સિદ્ધિ પ્રદાન કરનાર માતાનું સ્વરૂપ છે. સિદ્ધિદાત્રી ને કારણે જ શિવને અર્ધનારીશ્વરનું સ્વરૂપ મળ્યું છે. તેમનુ વાહન સિંહ છે. અને બેઠક કમળનું ફૂલ છે.
પાયલબેન કહે, વાહ જીજ્ઞાબેન,તમે તો નવરાત્રી વિશે ખૂબ જ જાણો છો. નવરાત્રીમા માં આદ્યશક્તિની પૂજા કરી માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરીએ. સાચા અર્થમાં માતાજીના ગરબા ગાઈએ.
બાંહેધરી- મારી આ રચના અપ્રકાશિત અને સ્વરચિત છે.
