નવરાત્રી
નવરાત્રી
મહેશ અને રાકેશ નવરાત્રી સમયે એક મંદિરમાં બેઠા હતા. મહેશ કહે," નવરાત્રી આપણો સૌનો મનપસંદ તહેવાર છે. નવરાત્રીના નવ દિવસ મા ની આરાધના કરીએ છીએ.
પણ તેમાં થોડાક દુષણો પ્રવેશી રહ્યા છે. "
રાકેશ કહે," વાત તો તારી સાચી છે. નવરાત્રીનો જે મુખ્ય ઉદ્દેશ ભૂલાતો જાય છે. અને માત્ર રમવાનું મહત્વ વધી રહ્યું છે. તારા મતે નવરાત્રીના શું ફાયદા અને ગેરફાયદા છે."
મહેશ કહે,"માં ની આરાધના થાય, માં ને પ્રસન્ન કરી શકાય સંગઠન મજબૂત બને,ગામની એકતા વધે, સારા વિચારો આવે, પુણ્યના માર્ગે પ્રજાને દોરી શકાય."
" પરંતુ નવરાત્રી રમવા મોડે સુધી બહાર જવાથી સ્ત્રીઓ માટે જોખમ વધે છે. મા ની ભક્તિ કરતાં ફેશન માટે ગરબા રમવામાં આવે છે. દેખાદેખીમા ભકિતનો મુદ્દો ભૂલાઈ જ જાય છે. નવરાત્રી મા ની આરતી કરતા રમવાનું મહત્વ વધી ગયું છે. ડિજે જેવા ઘોંઘાટનું પ્રમાણ વધી રહ્યું છે."
