STORYMIRROR

Sangita Dattani

Drama Inspirational

3  

Sangita Dattani

Drama Inspirational

નવરાત્રી - શૈલપુત્રી

નવરાત્રી - શૈલપુત્રી

1 min
205

નવી પરણીને આવેલી સરસ્વતી બહેનની પુત્રવધુ શ્રી સુંદર અને સફેદ બેંગ્લોરી સિલ્કની સોનેરી બોર્ડરવાળી સાડી પહેરીને હોલમાં આવી ત્યારે બધા તેને જોતાં જ રહી ગયાં. પહેલું નોરતું હોવાથી બધાંએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા. સૌ મા શૈલપુત્રીનું આહવાન કરી રહ્યાં.

શાંત ચિત્તે સફેદ બરફીની સામગ્રી ધરી માના ગરબા ગાઈ અને સ્તુતિની શરૂઆત કરી. વિશ્વંભરીની સ્તુતિ કરી થાળ ધરતી વખતે શ્રી અને સરસ્વતીને સૌ નિર્મળ ભાવે જોઈ રહ્યાં. શેરીમાં જ રાસ ગરબા રમીને બધા ઘરમાં આવ્યાં અને બીજે દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા એમ નક્કી કરીને બધા નિદ્રાદેવીને આધીન થયાં.

સરસ્વતી બહેનને આજે નીંદર આવતી ન હતી કારણકે આવું સુંદર શ્રી નું રૂપ કઈ રીતે હોઈ શકે અને મારા શ્યામવર્ણ પુત્રને તે કેમ વરી ? શંકા, સપનાં, ઝોકાં, શૈલપુત્રી, શ્રી બધાનાં વિચાર કરતાં પરોઢ થઈ ગયું ને આંખ મળી. સવારે ઊઠતાં જ નકારાત્મક વિચારો ખંખેરી કામે લાગી ગયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama