Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

નવો વેપાર

નવો વેપાર

1 min
307


વિશાલ તેના માતા-પિતા સાથે એક શહેરમાં રહેતો હતો. તેનો કોલેજોનો અભ્યાસ પૂર્ણ કરેલ. હવે તે જીવનમાં કંઈક કામ કરવા માંગતો હતો. જેથી તે પોતાના માતા-પિતાને આરામદાયક જીવન આપી શકે.

પ્રથમ તો તેણે એક નોકરી કરવા વિચાર્યું. પરંતુ નોકરીમાં આવક કેટલી ? તે તો જીવનમાં ખૂબ આગળ વધવા માંગતો હતો. તે એક દિવસ બજારમાં ફરવા નીકળ્યો તો એક દુકાનદાર ઘણાં બધાં ચોપડા લઈ કંઈ ગણતરી કરતો હતો.

વિશાલ તેની પાસે ગયો અને પૂછ્યું," આ શું કરો છો ? એટલા બધા ચોપડા એકસાથે ખોલીને બેસવાનો મતલબ શું ? પેલા દુકાનદાર કહ્યું," ભાઈ હમણાં નવું વર્ષ આવશે. ધનતેરસ પેલા જુના ચોપડા હિસાબ કરી નવા વર્ષથી નવી શરૂઆત કરીએ."

વિશાલે પણ વિચાર્યું નવું વર્ષ આવી રહ્યું છે. કંઈક નવો વેપાર ચાલું કરીએ. દર વર્ષે નફા ખોટનો તાળો મળી જાય. એમાં આવક પણ વધારે. જો વેપાર ધંધો સારો જામશે તો બે ચાર નોકર રાખી આરામથી સમય ગાળીશું.

વિશાલે માતા-પિતાના આશીર્વાદ લઈ લાભપાંચમના દિવસે કપડાંનો શોરૂમ ચાલું કર્યો. તેને વેપારમાં શરૂઆતમાં થોડી તકલીફ થતી. પણ પછી ધીમે ધીમે ફાવટ આવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational