નવાં મહેમાનનું આગમન
નવાં મહેમાનનું આગમન
આપણે જાણીએ છીએ કે આપણે ઘણાં બધાં ઉત્સવની ઉજવણી કરીએ છીએ. પરંતુ અમુક ઉત્સવ એ રીતે ઉજવવામાં આવે છે કે ક્યારેય ભૂલી ન શકાય. અહીં ઘરે એક નાનકડું મહેમાન આવવાથી ઘરના સૌ સભ્યોએ તેનો મોટો ઉત્સવ મનાવ્યો. આ સમયે ઉત્સવ થવો જ જોઈએ કેમકે આનાથી વિશેષ ખુશીનો અવસર હોય જ ન શકે.
રચના..
રૂડો રંગીલો ઉત્સવ રે
આવ્યો રે મારે આંગણે
સૌ સંગાથે હળીમળીને
કરીએ ઉજવણી આનંદે.
શૈલેષ અને કૈલાસના હજુ ગયા વર્ષે જ લગ્ન થયાં હતાં. બંને લગ્નજીવનમાં સુખ અને શાંતિથી રહેતા હતા. તેમને ત્યાં એક ખુશીનો પ્રસંગ આવ્યો. કૈલાસને દિવસો રહ્યા અને તેમને ત્યાં એક સુંદર બાળકીએ જન્મ લીધો.
ઘરના બધા સભ્યો ખુશ થયા. આપણે આ પ્રસંગની ઉજવણી કંઈક ખાસ રીતે કરવી છે. બીજા તહેવાર તો દર વર્ષે આવે છે. આ પ્રસંગતો આપણે ત્યાં કેટલા વર્ષ પછી આવ્યા.
દાદીએ કહ્યું," આપણા બધાના જીવનમાં ફરીથી બાળપણ લાવશે. તોફાન મસ્તી થશે. ખુશીની લહેર દોડશે. અરે આપણે ગમે તેટલા ટેન્શનમાં હોઈશું તેની એક સ્માઈલથી બધુ ભૂલી જવાશે. આ પ્રસંગની ઉજવણી તો હોંશભેર થવી જોઈએ. બધાને આમંત્રણ આપો. આપણું બાળપણ પાછું આવ્યું છે."
દાદીએ કીધું એમ જ થયું. સૌ સગાવ્હાલા ને આમંત્રણ આપ્યું. આખા ગામને આ પ્રસંગે આમંત્રણ આપ્યું. સૌને સાથે આ દિવસ યાદગાર બનાવ્યો. સૌ સાથે મળીને આ પ્રસંગને રંગીલી ઉજવણી કરી. એટલું જ નહીં નાના મહેમાનના આગમનની ખુશીમાં સૌને એક એક પુસ્તક ભેટમાં આપ્યું. કેમકે આજની પેઢીને મોબાઈલ સાથે નહીં પુસ્તક સાથે જીવતા શીખવાડવાનું છે.
ઉજવણી ભલે કોઈ પણ કરીએ, પ્રકૃતિના તત્વો, સંસ્કૃતિ અને સંસ્કારનો પાયો અકબંધ રહેશે રીતે ઉજવણી કરીએ.
આવ્યું મહેમાન મારે આંગણે
લાવ્યું ખુશીની લહેર
કરીએ સૌ ઉજવણી આનંદે
ખુશીના આ પ્રસંગે.
