Parul Thakkar "યાદે"

Drama

5.0  

Parul Thakkar "યાદે"

Drama

નસીબનાં ખેલ 4

નસીબનાં ખેલ 4

3 mins
725


ધરાની પરિસ્થિતિ જોતા શાંતિલાલે આજનો દિવસ રોકાઇ જવાનું કીધું ... અને ધીરુભાઈ પણ એ વાત માની ને તે દિવસ રોકાય ગયા, બીજે દિવસે તેમણે સામાન ફેરવવાનું શરૂ કર્યું.... સામાન આમ તો ખાસ કાઈ ક્યાં હતો જ... જૂનાગઢથી લાવેલા 2 નાના અનાજ ભરવાના પીપડા અને 2 પેટી કપડાં અને ગોદડાં અને એક થેલી માં ધરા ના રમકડાં અને કપડાં.... અને હા પેલો રેડીઓ પણ ખરો......

આવી તો ગયા નવા મકાન માં.... પણ કામ તો કાઈ હતું નહિ ધીરુભાઈ પાસે... મકાન નું ભાડું, ઘર ખર્ચ, ધરાની દવા પણ કરવાની હતી.... અને આવક માં મીંડું..... કેમ થશે આ બધું ????

ધીરુભાઈ ખૂબ મુંજાતા હતા, મોટાભાઈ સાથે રહેતા હતા ત્યારે એક બે મિત્ર બન્યા હતા ધીરુભાઈ ના, અને જૂનાગઢ નોકરી કરતા હતા ત્યારે હંસાગૌરી એ 100/150 જેટલા રૂપિયા બચાવ્યા હતા, એ પૈસામાંથી ધીરુભાઈ ધરાની દવા લાવ્યા અને બાકીના પૈસા ધરા માટે દૂધ લાવવા રાખ્યા, સમય એ હતો કે ધરા ને દવા અને એને દૂધ સાથે થોડું ખવડાવી દેતા પણ બન્ને પતિ-પત્ની સાવ ભુખ્યા સુઈ જતા, અને બહુ ભૂખ લાગે તો થોડી સિંગ ખાઈ લેતા... પણ ધરા આ બધી વાતથી અજાણ હતી, પોતાની બાળ-સહજ મસ્તીમા જ રમતી હતી...

આ બાજુ ધીરુભાઈ કામ મેળવવા સંઘર્ષ કરતા હતાં, ધીરુભાઈની હાલતની જાણ એમના પેલા 2 મિત્રો ને થઈ, એ એમની મદદે આવ્યા... ધીરુભાઈ ને નોકરી કરવાના બદલે પોતે જ કામ કરે એ સલાહ આપી અને એમા મદદ પણ કરવા તૈયાર થયાં....

ધીરુભાઈ જૂનાગઢમાં એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા, અને અહીં વડોદરામાં મોટાભાઈની ખુદની એક ટ્રાન્સપોર્ટ કંપની હતી એટલે એ કામ ધીરુભાઈ ને સારું ફાવતું હતું, પોતે અત્યારે કંપની તો ખોલી શકે એમ ન હતા એટલે છૂટક દલાલી શરૂ કરી...... મતલબ.... ટ્રાન્સપોર્ટ કંપની ને માલ ભરવા માટે, એક જગ્યાએથી માલ બીજે લઈ જવા માટે ટ્રકની જરૂર પડે... અને ટ્રકવાળા ને માલ ભરવા માટે આવા ટ્રાન્સપોર્ટ કંપનીની જરૂર હોય.... તો આ બેય ને એકબીજા સાથે મેળવી આપવાના અને એનું એમને કમિશન એટલે કે દલાલી મળે... જો કે આ કમિશન ઘણું ઓછું હોય.. પણ પેલી કહેવત છે ને ... "નહિ મામા કરતા કાણો મામો શુ ખોટો??" સાવ કામ ન હતું એના કરતા આ કામ શુ ખોટું એમ વિચારીને ધીરુભાઈએ દલાલી શરૂ કરી....

શાંતિલાલ થી આ સહન ન થયું, એમને એમ હતું કે ધીરુ થી અહીં કાઈ થશે નહિ અને એ માફી માંગતો આવશે મારી પાસે અને મારુ જ ધાર્યું થશે.... પણ અહીં એમની ગણતરી ઉંધી પડી, એટલે એ ટ્રક વાળાઓ ને ધમકાવવા લાગ્યા કે ધીરુભાઈ પાસે માલનું પૂછવા નહિ જવાનું.... ફરી ધીરુભાઈને ફટકો પડ્યો, ત્યાંના લોકલ ટ્રકવાળા તેમની પાસે જતા જ ન હતાં, હા બહારથી માલ ભરીને આવતા ટ્રકવાળાનું કામ ધીરુભાઈ કરી શકતા હતા, અને એ ખૂબ ધગશથી, પ્રામાણિકતાથી પોતાનું કામ કરતા હતા, પછી તો શુ..... લોકલ ટ્રકવાળા અને બીજી ટ્રાન્સપોર્ટવાળા પણ ધીરુભાઈ ને કામ આપવા લાગ્યા અને ધીરુભાઈના જીવનની ગાડી ધીમે ધીમે ચાલવા લાગી....

ધરા હવે સ્કૂલે જવા જેવડી થઈ ગઈ હતી.... પણ ધીરુભાઈ ને હજી કામ મળવાની શરૂઆત જ હતી એટલે ધરા ને સરકારી નિશાળ માં બેસાડી... મન તો નોહતું માનતું ધીરુભાઈનું પણ પરિસ્થિતિ આગળ એ મજબૂર હતા, પણ ધરા ભણવાના હોશિયાર નીકળી... તરત શીખી જતી જે એને શીખવાડવામાં આવતું એ...

ધરા એમ કરતા કરતા 3 જા ધોરણમાં આવી.... સ્કૂલ સરકારી જરૂર હતી પણ ત્યાં પણ સંગીત, નાટક, રમતગમત જેવી દરેક ઇતર પ્રવૃત્તિ કરાવતા હતા.... એમા ધરા ને એક નાટકમાં રાખવામાં આવી... એનું પાત્ર હતું રાજસ્થાનના મહારાણા ઉદયના બાળપણનું....

ખૂબ સુંદર રીતે રજૂ કર્યું ધરા એ.... અને ત્યાર પછી ધરા ને નાટકમાં કામ કરવું ખૂબ ગમવા લાગ્યું... જાણે એક શોખ બની ગયો એનો.... પણ ધરાનું નસીબ કાઈક બીજું જ હતું....


Rate this content
Log in

Similar gujarati story from Drama