નસીબનાં ખેલ 17
નસીબનાં ખેલ 17
ધરા ને આમ તો આ નોહતું ગમ્યું પણ સાવ ઘરે બેસી રહેવું એના કરતા કાંઈક શીખવું શું ખોટું એમ મન વાળીને આ કોર્સ માં એડમીશન લઇ લીધું.... હજી તો એડમિશન લીધા ને એક દોઢ મહિનો જ થયો હતો... ત્યાં ધરા ના નસીબે પાછો એક વળાંક લીધો... માંડ ધરાએ હાશકારા નો શ્વાસ લીધો હતો કે બધું સરખું થઈ ગયું છે એની લાઈફ માં ત્યાં જ એનું નસીબ એક નવો ઘા મારવા તૈયાર જ ઉભું હતું.
રોજિંદી રસોઈ શીખી લીધા બાદ હવે હંસાબેન ધરાને થોડું ફરસાણ શીખવવા માંગતા હતા... ધરાને ગાંઠિયા શીખવાડવા માટે તેમણે ગાંઠિયા પાડવાનો સંચો અને ગાંઠિયાનો લોટ તૈયાર કર્યો.... એમાં એમણે કાળા મરી પણ નાખ્યા હતા વાટી ને..... સંચામાં લોટ ભર
ી ને ધરા ને આપ્યો અને કડાઈમાં તેલ ગરમ કર્યું... તેલ ગરમ થઈ જતા સીધા એમાં જ સંચાથી કઈ રીતે ગાંઠિયા બનાવવા એ શીખવી રહ્યા હતા.
શરૂઆતમાં એક વાર ખૂબ સરસ ગાંઠિયા બન્યા... કાઈ જ વાંધો ન આવ્યો... પણ બીજી વાર તેલમાં સંચાથી ગાંઠિયા પાડવા જતા સંચામાંથી અચાનક જ લોટનો એક લચકો તેલમાં પડ્યો... અને ગરમ તેલ ના છાંટા ધરાના બંને હાથ પર ઉડ્યા... બન્ને હાથ પર કોણી સુધી ગરમાગરમ તેલના છાંટા ઉડતા ધરા ચીસ પાડી ઉઠી.. બે ય હાથ લાલચોળ થઈ ગયા... હંસાબેન એ તરત ધરાના હાથ પાણીમાં બોળ્યા.. પણ સખત ગરમ તેલ ઉડયું હોવાથી ધરા એ બળતરા સહન નોહતી કરી શકતી.
(ક્રમશઃ)