નસીબના ખેલ - 6
નસીબના ખેલ - 6


ધરાના પપ્પા આ વાતથી અજાણ હતા... એ ધરા ને ભણવા માટે જરૂર ખિજાતા હતા પણ પ્રેમ પણ એટલો જ કરતા હતા..... સ્કૂલમાં કેન્ટીનમાં એ વખતે પચાસ પૈસામાં સમોસા મળતા હતા, ધરાને ખૂબ મન થતું હતું એ સમોસા ખાવાનું.... એકવાર એણે એના પપ્પા ને કીધું કે પપ્પા મારે સમોસુ ખાવું છે સ્કૂલમાં ખૂબ સરસ મળે છે.... પણ ધીરુભાઈ એ ના પાડી... ધરા સમજી ન શકી કે કેમ પપ્પા એ એની સાવ મામુલી માંગણીમાં ના પાડી....???!!!
પણ હકીકત માં ધીરુભાઈ ને લગ્ન ના સાત વર્ષ બાદ ધરા મળી હતી એટલે ખૂબ લાડકી હતી અને એમનો જીવ પણ બહુ ટૂંકો હતો ધરા ને લઈ ને.... એ ધરા ને એકલી ક્યાંય જાવા પણ નોહતા દેતા... સ્કૂલના પ્રવાસમાં પણ નહિ.... અને ધરા સ્કૂલમાં મળતા સમોસા ખાય. એ પણ જરાય પસંદ ન હતું.... કોને ખબર કેવા હોય સમોસા... મારી ધરાને કાઈ થઈ જાય તો ??? એ ડર હતો એમને... અને એટલે જ તો... ધરા એ કીધું એના ત્રણ દિવસ પછી રવિવાર હતો ત્યારે ધીરુભાઈ સ્કૂલમાં મળે એનાથી તો ઘણા મોટા સમોસા ઘરે લઈ ને આવ્યા.... ધરા તો નાચી ઉઠી સમોસા જોઈ ને.... ત્યારે ધીરુભાઈ એ એને કીધું કે બેટા તારે જ્યારે ખાવા હોય ત્યારે મને કહેજે હું આવા જ મોટા મોટા સમોસા લાવી દઈશ પણ સ્કૂલમાં મળતા એ સમોસા કેવા હોય કોને ખબર એ નથી ખાવાના તારે.... અને પછી તો ધરા માની ગઈ.... અને પછી તો જાણે ધીરુભાઈનો આ ક્રમ થઈ ગયો..... દર રવિવારે સમોસા જલેબી ગાંઠિયા અને બીજું ઘણું એમ અલગ અલગ નાસ્તો આવવા મંડ્યો ઘરમાં!
ધરા હવે મોટી થઈ ગઈ હતી.... નવમાં ધોરણમાં આવી હતી... ઘરમાં હંસાગૌરીનો ક્રમ હજી એજ હતો.... અને એકવાર હંસાગૌરી ન બોલવાનું બોલી બેઠા ધરાને..... નાનકડી અમથી વાતમાં એમણે ધરાને ગુસ્સામાં કહી દીધું "નભાઈ છે તું.. ભગવાને ભાઈ આપ્યો એને ય ભરખી ગઈ તું"........
ધરાને દિલમાં ખૂંચ્યા આ શબ્દો... ખૂબ આઘાત લાગ્યો એને.... એને લાગ્યું જાણે સાવ એકલી છે એ... ... મા ના મનમાં કેટલી કડવાટ છે એના માટે એ આજે સમજી.... કેમ મમ્મી એને આટલું મારતી હતી એનું કદાચ આ જ કારણ છે એમ સમજાયું એને..... ટીનએજની હતી ધરા .... સારું નરસાનું ભાન ન હતું પણ મમ્મી ના આ શબ્દોથી ખૂબ ડઘાઈ ગઈ હતી, દિવસ રાત આ શબ્દો એના કાનમાં ગુંજયા કરતા હતા.....
પહેલા તો મોટા બાપુ (શાંતિલાલ) ના દીકરાઓની ઉપેક્ષા જ જોઈ હતી ધરાએ... એના આ પિતરાઈ ભાઈઓ ક્યારેય ધરા પાસે રાખડી પણ બંધવતા ન હતા... દર વર્ષે ધરા તૈયાર થઈને હોંશે હોંશે રાખડી લઈને પહોંચી જતી અને દર વર્ષે તેના આ ભાઈઓ ચોખ્ખી ના પાડી દેતા... એક કહેતો મેં મારી બેન પાસે બંધાવી લીધી.... બીજો કહેતો મેં પાડોશીની ફલાણીબેન પાસે બંધાવી લીધી.... તો ત્રીજો કહેતો મને આવા વેવલાવેડા પસંદ નથી હું કોઈ પાસે રાખડી બંધવતો જ નથી.... અને ધરાના ભાભુ ( શાંતિલાલના પત્ની) તો હદ કરતા.. એ કહેતા હતા કે ધરા તો પૈસા લેવાની લાલચે રાખડી બાંધવા આવે છે... આ બધું તો ધરા સાંભળીને બેઠી જ હતી... પણ એને એટલું દુઃખ નહતું લાગ્યું જેટલું એને મમ્મી ના આ શબ્દોથી લાગ્યું... એના મનમાં કાંઈ કેટલુંય તોફાન ઉઠી રહ્યું હતું......
(ક્રમશઃ)