નસીબના ખેલ 13
નસીબના ખેલ 13
ધરાની સ્કૂલ છોકરા-છોકરીઓની ભેગી સ્કૂલ હતી.. ધરા આ પરીક્ષા માં તેના કલાસ માં પહેલા નંબરે આવી હતી... અને બીજા નંબરે એક છોકરો આવ્યો હતો... આ છોકરો તેના બીજા મિત્રો સાથે સ્કૂલ ની રીસેસ માં બહાર નાસ્તો કરવા નીકળ્યો... અને એ ધીરુભાઈ ની દુજન પાસે જ આવ્યો નાસ્તો કરવા માટે... એ અને એના મિત્રો વાતો કરતા હતા કે ધરા પોતાની જાત ને ખૂબ સ્માર્ટ સાંજે છે, જાણે બહુ મોટી ભણેશરી છે, હવે ની પરીક્ષામા એનો પાવર ઉતારવો જ છે... બીજા મિત્ર એ શરત પણ લગાડી... કે લાગી શરત... તું હવે પહેલા નંબરે આવે તો પાર્ટી મારા તરફ થી.. ધરાને પરીક્ષામાં પછાડવી તો છે જ... વગેરે વગેરે...
દુકાન નજીક હોવાને કારણે ધીરજલાલ ના કાને આ બધી વાત પડી... અને આમ પણ એક વાર ધરાનું નામ એમણે સાંભળ્યું એટલે એ ધ્યાન દઈને આ લોકોની વાત સાંભળતા હતા... અને મનમાં ગુસ્સો વધતો જતો હતો.. આમ પણ ધીરજલાલ પહેલે થી જ બહુ ગુસ્સાવાળા સ્વભાવના તો હતા જ...
બીજી બાજુ ધરા ને આ કાઈ વાતની ખબર જ ન હતી.. તેને નોહતી ખબર કે આજે રાતે ફરી એક વાવાઝોડું તેના પર ત્રાટકવા નું છે...!!
રાતે ધીરજલાલ ઘરે આવતાં જ સીધો તેમણે ધરાનો ઉધડો લીધો... "તારા પર ભરોસો રાખી ને તને અહીં પાછો લઈ આવ્યો એ મારી ભૂલ... તે ફરી મારી સાથે વિશ્વાસઘાત કર્યો... છોકરાઓ સાથે ભણવા બેસાડી એનો તે આવો ગેરલાભ ઉઠાવ્યો ? છોકરાઓ સાથે શરત લગાડવા લાગી ?"
(ક્રમશઃ)