STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

નફટ નોકર અને શેઠ

નફટ નોકર અને શેઠ

3 mins
827


અકુલિન કુલિન થવા ચાહે પણ કદિ કુલિન બને નહિ !

શું તે કાચ તે મણિ રત્ન સમ કદિ પણ પ્રકાશી શકે સહિ ?

એક શાહુકારને ત્યાં એક સીદી નોકરી કરતો હતો. તેના ઉપર શેઠની સારી ચાહના હતી. એક સમે કાંઇ કારણસર તે નોકરને ઠપકો આપ્યો. તેથી સીદી ભાઇનો મીજાજ છેક આકાશે ઉડ્યો ! આંધળાને આંધળો કેમ કહેવાય ? ખુમારીમાં ને ખુમારીમાં બકવા લાગ્યો કે, શું મારી માએ એને માટેજ પેદા કીધો છે ? મારૂં તકદીર જોર કરશે તો - તેરે મગન બોહત હે તો મેરે ભુપ અનેક - ઠાકરને ચાકર ઘણાં અને ચાકરને ઠાકર ઘણા આવો વિચાર કરી પલાયન થયો ફરતો ફરતો દિલ્લી શહેરમાં આવી કામે વળગ્યો.

એક વખત આ શેઠ કાંઈ કારણસર દિલ્લી ગયો. રસ્તામાં તે ગુલામની શેઠને ભેટ થતાં શેઠે તેને પોતાની પાસે બોલાવી કહ્યું કે, 'કેમ અંતે તું નીમકહરામ બની બેઠો કે ? જાતપર ભાત કદી પડતી હશે ? અંતે નીચ તે કદી ઊંચ કહેવાશે ?'

શેઠના રદયભેદક વાક્યો સાંભળતાંજ તે રાતો પીલો બની જઇ શેઠને કહ્યું કે, 'અરે ! બદમાસ બદમાસી ક્યું કરતા હે ગુલામ હોકર મુજે ગુલામ બનાના ચાહતા હે. દગા કર ઘર છોડ ઇધર ભાગ આયા. બોત દીનસે તેરા પતા લગા, અબ ચલ ઘરકું.' આ ગલે પડુ ગુલામની કઠોર વાત સાંભળતાંજ શેઠ સજ્જડ થઇ જઇને કહ્યું કે, 'નીમાજ પઢતાં મસજીદ કોટે વળગી શું ઉલટો ચોર કોટવાલને દંડશે ? અરે મુરખા ? ચોર ચંડાલ, ગુલામ બની જિંદગી ગુજારનાર તે કદી શેઠનો દાવો કરી શકે ? સિંહનું રૂપ ધારણ કરી ફરનારા શિયાળવાને સિંહની ઉપમાં આપી શકાશે ? ગુલામ તે ગુલામ ? માટે તારી નીચતા જવા દે, નહી તો તેનો તને તારો ભોગ આપવો પડશે ?' આમ તકરાર કરતા બંને જણ ખૂબ લડવા લાગ્યા.

આ જોઇ તરત ચોકીદારો દોડી આવી બંનેને પકડી અદાલતમાં ઊભા કીધા. બીરબલે આ બંનેની ચમત્કારીક તકરાર સાંભળી લઇને અનુચરોને હુકમ આપ્યો કે, 'આ સામેના મકાનની જુદી જુદી બારીમાંથી ડોકી બહાર કઢાવી આ બંનેને ઉભા રાખો.' સીપાઇએ હુકમ મુજબ બંનેને ઉભા રાખ્યા તે જોઇ બીરબલે હુકમ કીધો કે જુઓ છો શું ? ગુલામનું ડોકું ઉડાવી નાંખો.

આ હુકમ સાંભળતાંજ સીદી ગુલામ ડરી જઇને તરત પોતાનું ડોકું પાછું ખેંચી લીધું. અને શાહુકાર તો જરાપણ ન ડરતા અડગ થઇ ઊભો જ રહ્યો, આ જોઇ બીરબલે કહ્યું કે, ' આ બેમાંથી ખરો ગુલામ સીદી છે એમાં જરાપણ શક નથી. પોતાનો અપરાધ છુપાવવા માટે આ ખરા અને પ્રમાણિક શેઠના પ્રમાણિકપણાને ડાઘ લગાડવાને માટેજ ગળે પડ્યો છે. અલ્યા નીચ ! તારી નીચતા મૂકી દ‌ઈ તારા શેઠને તાબે થા. નહીં તો તારી કરણીના ફળ તને ચાખવા પડશે !' બીરબલનો આવો કડક હુકમ થતાંજ તે ગુલામ તમામની ક્ષમા માગી પોતાના શેઠને તાબે થયો. બીરબલની આ ચમત્કારીક ઈન્સાફની ખુબીથી શાહ સહીત તમામ કચેરી ચકીત બની ગ‌ઇ.

સાર - પારકો માલ પચાવી પાડવા માટે પારકી સ્ત્રીઓનું હરણ કરવા માટે, નીચમાંથી ઉંચ થવા માટે, કદીપણ બગરૂપ ધારણ કરી બીજાને ગળે પડવાની પડેલી ખોટી ટેવને સુધારવી. આવી દાદાગીરી કરવા જતાં બળીદાન દેવું પડે છે. વાંચો કે ગુલામ હોઇ શેઠ બનવા જતા કેવીરીતે સપડાઇ ગયો. માટે સત્ય હોય તેજ પ્રકાશી નીકળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics