નમે તે પ્રભુને ગમે
નમે તે પ્રભુને ગમે
સુંદરપુર નામનું ગામ હતું.તેમાં કૌશિક અને કિશન બન્ને ભાઈઓ રહેતા હતા.કૌશિક પ્રભુનો ભક્ત અને નિર્મળ માણસ હતો.જ્યારે કિશન અભિમાની અને આખા બોલો હતો.
કૌશિકનાા પ્રેમાળ સ્વભાવને હિસાબે આખા ગામના લોકો કૌશિક ભાઈને માનથી બોલાવતાા હતા.જ્યારે કિશનને બધા માણસો ધૃણા કરતા હતા.બંને સગા ભાઇ હોવા છતાં,સાવ અલગ હતા.
જેવા કૌશિકભાઈ તેવા જ તેમના પત્ની કોકીલાબેન ગામલોકોને કંઈ પૂછવું હોય કે સારુ કામ કરવું હોય. તો કૌશિકભાઇ ને કોકીલાબેનની રાય લેતા હતા. બંને પરોપકારી ને ગામનું કલ્યાણ કરનારા હતા.
કહેવાય છે ને કે,પેલી કહેવત જેવું છે. "નમે તે પ્રભુને ગમે"
ગુણ,રૂપિયા કે રૂપનું અભિમાન કરનાર ને માણસ ક્યારેય કોઈ બોલાવતું નથી.આવા માણસો પ્રભુને પણ ગમતા નથી.એટલેેે જ તો કહેવાય કેે, નિખાલસ માણસ પ્રભુને ખૂબ પ્રિય છે.
✍️જયા.જાની.તળાજા."જીયા"