ચડે તે પડે
ચડે તે પડે
નર્મદાબેન અને મીનાબેન પાક્કા પડોશી હતા.બંનેને સગીબેન જેવું બનતું હતું.બંનેનો સ્વભાવ મિલનસાર હતો.
શાક લેવા જાય.મંદિરે જાય.વાર-તહેવારે સાથે સાથેે જાય.બંનેની જોડી ખૂબ જ જામી.ઘરમાં કંઇ પણ સારું બને તો એ બંને એકબીજાનેે વાનગીઓ
પહોંચાડતી હતી.
કદી એક બીજાને મૂકીને કંઈ પણ ખાધું નહીં હોય.આમ બંનેનું પડોશી સગપણ 10 વર્ષ ચાલ્યું.સામેવાળા રંજનબેન તો નર્મદાબેન અને મીના બેનના આવા પાક્કા સંબંધથી દાજે ભરાતા હતા.ને એ બંનેને સાથે જોઈનેઅવાર નવાર સ્વગત બોલતા હતા.પેલી કહેવત જેવું ન થાય તો,મારું નામ બદલી નાખજો.જૂની કહેવત છે ને, !! "ચડે તે પડે" એકા બીજા સાથે ગા
ઢ ઘનિષ્ઠતા ક્યારેક જુદાપણું લાવી શકે ખરું ! "અતિની કોઈ ગતિ નહીં".
મીનાબેન અને નર્મદાબેનનાં છોકરા સાથેે ભણતા હતા. એક સમય એવો આવ્યો.બંનેે દસમામાં આવ્યા. 10 પૂરું થતા,બંને છોકરાનું રિઝલ્ટ આવ્યું.નર્મદાબેનનો છોકરો સારા ટકાએ પાસ થયો.ને મીનાબેનનો છોકરો નાપાસ થયો.બસ આ વાતને લઈને બંને પડોશીમા તેના સંબંધમાં ધીમે ધીમે દરાર પડવા લાગી.સમયને અંતે બંનેે પડોશી વચ્ચે બોલવાનો પણ સંબંધ ન હતો.આ દ્રશ્ય જોઈને પડોશમાંં રહેતા રંજનબેન માનો ખૂબ ખુશ થયા.ને વળી પાછા સ્વગત બોલ્યા.હું કહેતી હતી'ને, :-
પેલી કહેવત જેવું થશે."ચડે તે પડે".
✍️જયા.જાની.તળાજા."જીયા"