STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others Children

4  

Jaya. jani. Talaja."jiya"

Others Children

સત્યમેવ જયતે

સત્યમેવ જયતે

2 mins
607

        કલ્યાણ ભાઈને બે દીકરીઓ હતી. બંને જુડવા, બંને મોટી થતા કલ્યાણભાઈ એ સ્કૂલમાં બેસાડી.બંને બહેનો હળીમળી ને રહે.સાથે રમે.સાથે જમે,બંનેનો સ્વભાવ,ટેવો સરખાં હતાં.  

શ્રદધા અને સુમનની જોડી સુંદર હતી. બંને પાંચમા ધોરણમાં ભણતી હતી.  

શ્રદધાને ઈશ્વર પ્રત્યે ખુબ આસ્થા ને શ્રદ્ધા હતી.

          જ્યારે સુમન ઈશ્વરમાં માનનાર ન હોતી. તેને ભક્તિ,પરોપકારની વાતો,માનવતાની વાતોથી ખૂબ ચીડ હતી.તે હંમેશા એવું જ વિચારતી હતી આ સ્વાર્થી દુનિયામાં,મુત્સદ્દીથી જીવાય.તેના વિચારો વિલન જેવા હતા.સુમન પરીક્ષા નજીક આવતાં પ્રિન્સિપાલની ઓફિસમાંથી પેપર ચોરીને તેની ટોળી ને આપતી આમ એકઝામ આપતા હતા.ને પ્રથમ નંબર લાવતી હતી. આ વાતની જાણ શ્રદધાને થઈ ગઈ.તેણે પોતાની બહેનને સત્ય વાત સમજાવી.પણ સુમન સમજવા કે સ્વીકારવા તૈયાર ન હતી.તે આ દુનિયાને મતલબી, સ્વાર્થી,મુત્સદ્દીગીરીવાળી સમજતી હતી.   

       સમય પસાાર થતા બંને બહેનો દસમા ધોરણમાં આવી.હવે,ખરેખર કસોટીનો સમય શરૂ થયો.બને બહેનો દસમા ધોરણમાં સારા ટકા લાવવા માટે સખત મહેનત કરવા લાગી.પણ કહેવાય છે ને, 

"પુત્રના લક્ષણ પારણામાંથી,વહુનાલક્ષણબારણામાંથી"

આ કહેવત ખરેખર,જીવનનાં શરૂઆતનો સમયગાળો સૂચવી જાય છે.શ્રદ્ધા સત્યના રસ્તે શરૂઆતથી જ ચાલતી હતી.દસમા ધોરણની પરીક્ષાઓ નજીક આવવા લાગી.હવે સુમન બેબાકળી ને,આકુળ વ્યાકુળ થવા લાગી.તેને ધોળે દિવસે તારા દેખાવા લાગ્યા.શ્રદ્ધા શાંત અને આત્મવિશ્વાસથી ભરેલા ઉમળકા વાળી પ્રતીત થતી હતી.

     આજે દસમા ધોરણનું પ્રથમ પેપર હતું.બંને બહેનો. એસ.એસ.સી ની પરીક્ષા દેવા પોત પોતાની તૈયારીથી આવી હતી.એક,બે,ત્રણ એમ બધા જ પેપર ક્રમવાર તેણે શાંતિથી આપી દીધા.અહીં સુમનની એક પણ તરકીબ ન ચાલી. ન તો,પેપરની કોપી કરી શકી.ન તો,પેપર ફોડી શકી.હવે ખરેખરીના ખેલ મંડાણા.

      દસમા ધોરણનું રિઝલ્ટ આજે હતું.સત્ય સામે પ્રગટ થવાનું હતું.શ્રદધાનું મન ખૂબ જ શાંત હતું. સુમનને તેની આત્મા પોકારી પોકારીને કહી રહી હતી. અવળે રસ્તે જનારની,અધોગતિ થાય છે.પ્રગતિ નહીં. બંને બહેનોના હાથમાં રીઝલ્ટ આવતા.સત્યનું પ્રગટીકરણ થયું.

     શ્રમ,નિષ્ઠાને મહેનત સત્યને વરી હતી.શ્રદધાનો પ્રથમ નંબર આવ્યો.આ જોઈને સુમનને સમજાયું. સત્યની વિજય થાય છે.તેે શ્રદધાને અહોભાવથી જોઈને બોલી, -"સત્યમેવ જયતે"ને પોતાની બહેનને દિલથી હાર્દિક શુભકામના પાઠવી.

✍️જયા.જાની.તળાજા. "જીયા"


Rate this content
Log in