Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

ધુળેટી

ધુળેટી

2 mins
5.5K


આજે બધા ખૂબ આનંદમાં હતાં.ધુળેટી રજાનો દિવસ અને આશા ને છોકરાવાળા જોવા આવવા નાં હતાં.આશા આજે ખૂબ ખુશ હતી.જાણે સાત રંગોમાં ને,સાત સૂરોમાં રંગાઈ ગઈ હતી.આશા ની સાથે કોલેજમાં અભ્યાસ કરતો,અમર તેનેે જોવા આવવાનો હતો. ઘરમાં રોનક ને,આનંદથી ભરેલી ચહલ-પહલ હતી.એટલાં માં ડોરબેલ વાગી. .

બધાનું ધ્યાન બારણાં પાસે પહોંચ્યું.હજી તો,મનોજ ઊભો થાય એ પહેલા.....આશા વીજળી વેગે દોડીને બારણાં સુધી પહોંચી ગઈ.બારણું ખોલી ને,કશુંં જ

બોલ્યા.વગર,નજર નીચી કરીનેે, ધીમા પગલે મોં, મલકાતી,. . . મલકાતી પોતાનાં  રૂમમાં જતી રહી.આ દ્રશ્ય જોઈ ભાઈ મનોજ ખડખડાટ હસી પડ્યો.. ને બોલ્યો,વાહ રે,.. બેના, !! તારો કંઈ જવાબ નહીં. . . ઓ હો !! અમર અને તેના મમ્મી-પપ્પાનું સ્વાગત કરતાં મનોજ કહે, :  'અમર કેમ મોડું થયું.વહેલી સવારથી તમારી રાહ જોવાય છે". હસીને જવાબ આપતાં જાણે એનું દિલ બાગ-બાગ થઈ રહ્યું હતું."એમાં એવું છે ને,કે મને ધુળેટી બહુ ગમે. હું રંગો લેવા ગયો હતો".અંદરથી અવાજ આવ્યો. : "ચાલો, ચા,નાસ્તો તૈયાર છે. તમે મહેમાનનું સ્વાગત કરો" મનોજે તેની પત્ની સામું જોઈ માથુંં ધુણાવી 'હા' કહી. અમર અને તેના મમ્મી-પપ્પાને તે હોલ માં લઈ ગયો. "આવો,આવો, બેસો,બેસો, "એમ બોલી ને મંજુલા એ સોફા તરફ ઈશારો કર્યો. મહેમાન બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. "મંજુલા ભાભી,! ઓ મંજુલા ભાભી,! આશા ક્યાં છે ? અમે રાહ જોઈએ છીએ ક્યારનાં, રંગોથી પિચકારી ભરીને અમારી ટોળી તૈયાર છે.આશા કેમ દેખાતી નથી,? આશા કેમ હજુ બહાર આવતી નથી ? આમ હેતલે બૂમાં બૂમ કરીને,  આશાને શોધવા લાગે છે.હેતલ ને શાંત કરી, હરખથી વાત કહેતા,કહ્યું આશાના ભાભીએ "અરે ગાંડી, ! ઘરે મહેમાન આવ્યા છે. જોતી નથી. પેલો જુવાન છોકરો દેખાય છેેે ને તને,. . હવેે તો,એ જ આશાબેન ને રંગશે. અને આશાબેન જીવનભર તેના જીવન સાથી સાથે પ્રેમ રંગમાં રંગાયેલા રહેશે" " ઓહ, ભાભી એવું છે...!!

આશ્ચર્યથી હેતલ બોલી.અંદર રહેલી આશા પોતાની બહેનપણી અને ભાભી નો વાર્તાલાપ સાંભળે છે. પણ રોજ ની જેમ દોડીનેે બહાર આવતી નથી.આજે આશાને લાગ્યું.તે એક સ્ત્રી છેે.દર ધુળેટીયે આશા રંગો થી રમતી હતી.ગાંડી ઘેલી થઈ, મન ભરીને નાચતી હતી.

આજે, આજ રંગો એને વગર રંગે,. . . . મંજુલા ભાભીનો,.. હેતલ સાથેનો સંવાદ રંગી રહ્યો હતો.

'શબ્દ' પણ, માણસને આનંદ, ઉલ્લાસનાં રંગોથી રંગી શકે છે. "રંગ"શરીરના અંગેઅંગ રંગ છેે, જ્યારે, 

"શબ્દ" મન અને શરીર ને સાંગોપાંગ રંગે છે. "


Rate this content
Log in