નિશા
નિશા
પોલેન્ડમાં રહેતું પટેલ પરિવાર ખુબજ ખુશીથી રહેતું હતું. પટેલ પરિવારમાં મિ. પટેલ તેમના પત્ની અને બે બાળકો જેમાં એક પુત્રી અને બીજો પુત્ર.
મિ. પટેલ અને તેમના પત્ની બંને એકજ ઑફિસમાં જોબ કરતા હતા તેથી ઘર અને બાળકો સાચવવા તેઓએ એક બાઈ રાખી હતી. તેનું નામ ફ્લોરા. ફ્લોરા,પટેલ પરિવારની ઘણા વર્ષોથી સંભાળ લેતી હતી તેથી પટેલ દંપતી ને તેના પર ખુબજ વિશ્વાસ હતો. મિ. પટેલનો પુત્ર ૪ વર્ષનો હતો અને પુત્રી ૧૩ વર્ષની. બંને ભાઈ બહેન દેખાવે ખુબજ સુંદર અને આકર્ષિત હતા.
એક દિવસ ફ્લોરાનો ભાણિયો નેલસન ફ્લોરા ને મળવા માટે આવ્યો. તે લગભગ ૧૮ નો હશે. તે ફ્લોરાનો ભાણિયો હતો અને ફ્લોરા વર્ષોથી પટેલ પરિવાર સાથે રહેતી હતી તેથી મિ. પટેલે નેલસન ને પણ તેમના ઘરે જ, આવ્યો છે તેટલા દિવસ રહેવા કીધું. નેલસન પણ ફ્લોરા ને કામ કરવામાં મદદ કરતો હતો. અઠવાડિયાનો સમય વીતી ગયો હતો . . અને અચાનક એક દિવસ મિ. પટેલ ની પુત્રી જે સ્કૂલે ગઈ હતી તે સ્કૂલેથી પરત ન આવતા હડબડી મચી ગઈ બધે જગ્યા તપાસ કર્યા બાદ પણ તેનો કોઈ તપાસ ન લાગતા આખરે પોલીસ તપાસ કરવામાં આવી. પોલીસ ને પણ કોઈ અતો પતો ન લાગ્યો.
આમને આમને એક માસનો સમય વીતી ગયો. પટેલ પરિવાર ખુબજ દુઃખમાં હતું.
તે દરમ્યાન નેલસન પણ તેના ઘરે રવાના થઈ ગયો હતો. અને મિ. પટેલ તેઓની દીકરીના રમકડાં જે ઘરની પાછલ રહેલ સ્ટોર રૂમમાં રાખેલ હતા ત્યાં તેની યાદો વાગોળવા ગયા. ત્યાં દરવાજો ખોલતાં જ ઉંદરો આમતેમ દોડવા લાગ્ગ્યાં. મિ. પટેલ અંદર જાય છે અને પુત્રીનાં નાનપણના રમકડાં જોઈ આંસુ સારે ત્યાં તો તેમની નજર એકદમ જૂના ફ્રીઝ પર પડી જે ચાલુ રાખવામાં આવ્યું હતું. અને મનોમન વિચારે છે કે આ ફ્રીઝ તો બંધ કરી અહી મૂક્યું હતું અને ચાલુ કોણે કર્યું હશે ?
તેઓને શંકા જતા તે ફ્રીઝની નજીક જાય છે અને તેને ખોલે છે !. . . ફ્રીઝ ખૂલતાં જ તેની આંખો ફાટેલી રહી જાય છે. . પગ નીચેની જમીન સરકી ગઈ હોય તેવું તેને લાગે છે. તેને ખૂબજ મોટો આઘાત લાગે છે. તેને ફ્રીઝમાં પોતાની પુત્રીની લાશ મળે છે જે ખુબજ ફાટેલા વસ્ત્રો સાથે હોય છે. એવું વિચિત્ર દ્ર્શ્ય જોઈ તેને ૨ મિનિટ તો ચક્કર જેવું થાય છે પરંતુ તે પોતાને સાચવે છે અને તરત પરિવારના સભ્યો તેમજ પોલીસને બોલાવે છે.
પુત્રી નિશાની બોડી પોસ્ટ મોર્ટમ માટે લેબમાં મોકલવામાં આવે છે અને બધાની પાછી જુબાનીઓ લેવાય છે. ફેરતપાસ થાય છે . . . . પટેલ પરિવાર આઘાતજનક સ્થિતિમાં મૂકાઈ જાય છે. પુત્રીની આવી હાલત કોણે કરી હશે. . ? ઘણાયે પ્રશ્નોના ઉત્તર તેઓનું મન ઝંખતું હતું. નિશાની ફોરેન્સિક રિપોર્ટ આવે છે અને તેમાં જણાય છે કે તેના પર ક્રૂરતા પૂર્વક બળાત્કાર ગુજારાયો છે અને તેની લાશ ૧ મહિનો જૂની છે. . . પરંતુ હજી પણ પ્રશ્ન તો તેજ હતો કે આવું કર્યું કોણે ? ફેરતપાસમાં નેલસન પણ ત્યારે ઘરે હાજર હતો તેની જાણ થાય છે અને નિશા ગાયબ થઈ તે દિવસે તે નિશાને સ્કૂલે મૂકવા ગયો હતો તેની માહિતી મળે છે હવે નેલસન પર શકની સોય ફરે છે. તેને બોલાવવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં તો તે કંઈજ બોલતો નથી પરંતુ જ્યારે પોલીસ તેને મારે છે ત્યારે તે બધું પોપટની જેમ બોલી જાય છે કે આ દુષ્કર્મ તેને જ આચર્યું છે. . . . તેને ફાંસીની સજા જાહેર કરવામાં આવે છે. . . અને પટેલ પરિવારની પુત્રી નિશાને અંતે ન્યાય મળે છે.
