આખરી વિદાય
આખરી વિદાય
રોહિણીનો આજે ૬૦ મો જન્મદિવસ હતો. તેમ છતાંયે તેના પતિ બાલ્કનીમાં ખુબજ ચિંતાતૂર બેઠા હતા. રોહિણી પોતે પ્રોફેસર અને તેના પતિ ડોક્ટર હતા. બંનેના પ્રેમ લગ્ન થયા હતા અને બે બાળકો હતાં બંને બાળકો વિદેશમાં વેલ સેટલ હતા.
રોહિણી કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવી હતી અને વેન્ટિલેટર પર હતી. અચાનક ટ્રીન ટ્રીન સંભળાય છે અને વાસુ જે રોહિણીના પતિ હતા તે ઝડપતી ફોન ઉપાડે છે. રોહિણી નથી રહી એવી દુઃખદ બાતમી મળતા વાસુ હોસ્પિટલે દોડી જાય છે અને દૂરથી જ છેલ્લા ચૂંદડી ચોખા રોહિણીને ભીની આંખે અર્પણ કરે છે.
