માતા પિતાની નારાજગી
માતા પિતાની નારાજગી
નેન્સી વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ભણતી હતી. આ યુનિવર્સિટીમાં બધા દૂરદૂરથી ભણવા આવતા. દૂરદૂરથી અર્થાત્ વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ આવતા. નેન્સી સાથે પણ એક વિદ્યાર્થી વિલ્સન મંડેલા ભણતો હતો. અને બંને એક બીજાને ખૂબ ચાહતા હતા. બંને એ ભણતર પૂર્ણ થતાં લગ્ન કર્યા પરંતુ નેન્સીનાં માતા પિતાએ વિલ્સનને ન સ્વીકાર્યો. તેથી બંને લંડન રહેવા જતા રહ્યાં. નેન્સી તેના માતા પિતાને દર અઠવાડિયે કૉલ કરતી પરંતુ તેનો અવાજ સાંભળી તેના માતા પિતા તેણી સાથે વાત ન કરતા.
પરંતુ એક દિવસ અચાનક તેના બારણે લંડનમાં બેલ વાગી અને બારણું ખોલી જોયું તો નેન્સીનાં માતા પિતા સામે હતા. નેન્સી ખુબજ ખુશ થઈ ગઈ તેને બંને જણાને અંદર આવકાર્ય અને ખૂબ વાતો કરી અને તેટલામાં ફોનની ઘંટડી રણકી. નેન્સીએ ફોન ઉપાડ્યો સામે તેની સખી જે ભારતમાં રહેતી હતી તે વાત કરી રહી હતી અને રડી રહી હતી. . . રડતા રડતા તેને નેન્સીને ને કીધુ . . . . "નેન્સી તારા માતા પિતા એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તારાથી થાય તો જલ્દી આવી જા.
નેન્સીની આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ. તેને તરત પાછું વળી જોયું તો તેના માતા પિતા ગાયબ હતા અને ખુબજ વિલાપ કરતા જોરજોરથી રડવા લાગી.
નેન્સી ને આજ સુધી એવું જ હતું કે તેના માતા પિતા તેનાથી નારાજ છે પરંતુ તેઓ તો સમાજના ડરથી તેને સ્વીકારતા ન હતા. પરંતુ તેઓ મનથી નારાજ નથી અને પુત્રી બદ્દલનું પ્રેમ બતાવવા જ છેલ્લી ઘડીએ અહી આવ્યા હતા. . . અને નેન્સી જ્યાં તેના માતા પિતા બેઠા હતા ત્યાં નમન કરે છે અને માથું નમાવે છે.
