અધૂરો એકરાર
અધૂરો એકરાર
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે,
યાદોના અનંત ઝોલાની વચ્ચોવચ,
તને સ્મરું અને મુજ એકરાર નજરે ચડે,
એકાંતની આગ સળગે છે મન મહી,
એકાંતની આગ સળગે છે મન મહી,
યાદોની શીત છાવ મુજ પર ઝરે,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે,
બળબળતી જ્વાળ છે આ દુરી,
બળબળતી જ્વાળ છે આ દુરી,
અધૂરા એકરાર વચ્ચે મન મારું ઝૂલે,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે,
ક્યારે થશે અગ્નિનો આ અંત ?
ક્યારે થશે અગ્નિનો આ અંત ?
કલ્પનાની પાંખે મન મારું ઊડે,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે,
અધૂરો એકરાર ક્યારે થશે પૂરો ?
અધૂરો એકરાર ક્યારે થશે પૂરો ?
પ્રશ્નોની વિટંબણા સતત મન મારુ ચિરે,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે,
તૃષ્ણા મારી ક્યાં છે તને ખબર !
તૃષ્ણા મારી ક્યાં છે તને ખબર !
ન જાણે ક્યારેય સરિતા આવશે મારે તીરે,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે,
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે,
યાદોના અનંત ઝોલાની વચ્ચોવચ,
તને સ્મરું અને મુજ એકરાર નજરે ચડે.

