Dineshbhai Chauhan

Inspirational Children

4.4  

Dineshbhai Chauhan

Inspirational Children

નિ:સ્વાર્થ પ્રેમ

નિ:સ્વાર્થ પ્રેમ

2 mins
127


          કોઈ એક ગામમાં બે મિત્રો સાથે ભણતા હતાં. બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતાં. બંને જોડે ફરવાનું અને ભણવાનું સાથે રાખતા હતાં. બંને એકબીજા વગર જરાય રહેતા ન હતાં. બંને પોતાની અંગત વાતો એકબીજાને કહીને ખુશ થતા હતાં. હવે સમય પસાર થયો અને બંને ભણીને પોતાના જીવન જીવવા માટે નોકરીની શોધમાં ગામથી બહાર નીકળી ગયા. તેમાં એક મિત્ર ભણવામાં થોડો હોશિયાર હતો. તેને નોકરી મળી પણ ગઈ. 

        સમય સાથે સાથે બંનેની જવાબદારી વધતી ગઈ. જૂનો મિત્ર ધીરે-ધીરે પોતાના કામના કારણે દૂર થઈ ગયો. તે પોતાના કામમાં વ્યસ્ત રહેતો હતો. તેને પોતાના મિત્ર સાથે વાત કરવાનો પણ સમય મળતો ન હતો.

         એક વર્ષ પછી બહુ વ્યસ્ત થઈ ગયેલો મિત્ર અચાનક તેના જૂના મિત્રોના ઘરે પહોંચી ગયો. પેલો મિત્ર એને ગળે વળગી પડ્યો. અને તેની આંખોમાં આનંદના કારણે પાણી આવી ગયું. જૂના મિત્રને ગળે મળી તેના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. પેલા વ્યસ્ત મિત્રે કહ્યું કે મને તો એમ હતું કે તું મારાથી નારાજ થઈ જઈશ. મારા પર ગુસ્સો કરીશ.કારણ કે મે તારો ક્યારેય કોન્ટેક રાખ્યો નહીં. એ વાતને કારણે તો મારા પર ઉશ્કેરાઈ ( ગુસ્સે ભરાઈ ) જઈશ.

       પેલા મિત્રએ કહ્યું કે મિત્ર એક વર્ષ ઓછું છે. તુ દસ વર્ષ થઈ ગયા હોત. તો પણ હું તને આટલા જ પ્રેમથી મળ્યો હોત. આપણા વચ્ચે પ્રેમ મહત્વનો છે. સમય મહત્વનો નથી. તારી જવાબદારી વધી ગઈ છે. માટે તને મળવાનો સમય નથી. તેનો અર્થ એ તો નથી કે મને તારા પ્રત્યે પ્રેમ ઓછો થઈ ગયો. એમ હું માની લઉં. મને તો મારા મનમાં એમ હતું કે મારા મિત્રને મને મળવાનું મન થતું હશે પણ તેને મારા જોડે આવવાનો સમય નહિ મળતો હોય. તારા વિશે હું ખોટું અનુમાન કેમ કરું ? આપણા વચ્ચે જે પ્રેમભાવ છે. તે જ ખૂબ મહત્વનો છે. પછી ભલે ને મળવાનો સમય ના હોય તો પણ કંઇ વાંધો નહિ. આપણે એકબીજા કામના કારણે કેટલોય સમય ભલે દૂર રહીએ પણ પ્રેમથી એકબીજાની નજીક જ છીએ.

     આમ, આપણે પણ સમય સાથે બદલાતા કેટલાક મિત્રોની પરિસ્થિતિ વિશે થોડા જાણકાર રહીએ અને સંબંધને વધુ મજબૂત બનાવવામાં સહભાગી બનીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational