Vishwadeep Barad

Action Crime Tragedy

4  

Vishwadeep Barad

Action Crime Tragedy

નિ:શબ્દ પ્રેમની આહુતી!

નિ:શબ્દ પ્રેમની આહુતી!

5 mins
13.9K


'જેઠા, તને કેટલાં મળ્યા?’

‘પે’લા તું કે તને કેટલાં મળ્યા?’

‘તું હાવ નકામો સો..મારી પાહે કેટલાં પૈયા છે એ તારે પે’લા જાણવાનું..’

‘ રુડી તું રુપાળી સે એથી તને સૌ પૈયા વધારે આપે..મને તો આજ હાજ સુધીમાં ૫૦ રુપિયા મળ્યા…હવે તુ હાચું કે’

..’રુડી હસતાં હસતાં બોલી.. ‘તારા કરતા બમણા!’

‘મેલડીની સમ હા્ચું કે..’ ‘હા હા મેલડીના સમ, મને ૧૦૦…’

‘હોય નહી..! શેઠીયા પણ રુપાળું બૈરુ જુએ અને મારા હાળા ખુશ થઈ પૈયા આપી દે..

‘એલા જેઠા એમાં આપણેને ફાયદો સે ને..’

‘પણ એમની નજ્રુરું બહું હારી નહી…’

‘એમાં તું કેમ ડરે સે…? હું કાંઈ તને છોડીને એમની સાથે હાલી નથી નિકળવાની…

હા, રુડી ‘એ વાત હાચી કરી..એટલે તો હું…

‘રેવા દે, બહું ડાયો થઈ ગયો સે’.

‘તે તો મારી પર જાદું કરી દીધો છે .. રુડી..તારા વગર મારે હાલેજ નહી…’

એ એમની સીધી સાદી ભાષામાં કોઈ ઉપમા કે ઉચ્ચ સાહિત્યની શૈલી નહીં. શબરીની બોર જેટલો મીઠો એનો પ્રેમ! આવાં સાધારણ માનવીનાં પ્રેમ-સ્નેહનાં ઊંડા મૂળ કોઈ જોઈ શકે?

જેઠો અને રુડીનાં વગર લગ્નવિધી, વગર ફેરે, ના તો અગ્ની કે ભગવાનની સાક્ષી વગર કે કોઈ કોર્ટનાં લગ્ન રજીસ્ટ્રેશનમાં ના કોઈ નામ કે કોઈ કરાર કે ના કોઈ સોગંદ કે સાક્ષી. આ સુધરેલાં સમાજને આ બધાં સમાજનાં રીત રિવાજોની અને સમાજમાં રહેવાં કોર્ટનું સર્ટી જોઈએ..જે જન્મથીજ અનાથ કે જન્મથીજ ભીખ માંગી પોતાનું પેટ બે ટંક ભરતાં હોય એને આ બધી શું ખબર પડે! સુધરેલાં સમાજનાં બંધંનથી દૂર રહેનાર રુડી અને જેઠો નાની વયે હ્ર્દયની ગાઠથી બંધાયેલાં, વર્ષોથી સાથે રહી દિવસ ઉગતાં ને આથમતાં સૂર્ય સુધી ભીખ માંગી ..ભીખારીની જિંદગી જીવવાની મસ્તી માણતાં. સારી ભીખ મળે તો દિવસ સોનેરી નહીતો કાંટાની જેમ ખૂંચતો. પણ એની એને કોઈ પરવા ક્યાં હતી! દરિયામાં રહેતી માછલીને કોઈ દિ મોંજાઓ કિનારે ફેંકી દે તોય એને તો દરિયામાં જ રહેવામાં મજા! ભુખ્યા પેટે સુવા માટે ટેવાયેલ, કડકડતી ઠંડી- ધોમ ધકતો તાપ ને બેફામ વરસાદની ઋતુથી એમની કાયા કાળમીઢ પથ્થર સમી બની ગઈ હતી. ક્યાં જઈને ફરિયાદ કરે! કોણ સાંભળે? લોકોનાં મેણા-ટાંણા અને ગાળોથી પણ ટેવાયેલ એમનાં બે કાન બારણાં વગરનાં ઘર જેવાં!.

‘એલા જેઠા..આજતો કંઈ સારું એવું ખાવાનું મન થાય છે..’

‘અલી, કોઈ સારાં દિવસતો નથી જતાં ને?’

‘ના પિટ્યા..હવે તો મારી ઉંમર થઈ ..આપણે હવે કાઈ છોકરા-બોકરા જોતા નથી.. પણ મારો..,હારો ઘરડો થયો પણ હજું’ .

‘જો બહું માથાકુટ કરી શેને..’ ‘.તો શું બીજી ..

.’તારું મોઢું જોઈ કોઈ પણ છોરી તારી હામુ પણ ના જોવે’ .’.હા..હાલ પેલા કંદોઈની દુકાને થોડા ગાંઠિયા-ભજીયા લઈલે..ખાઈ-પી આજે તો મજા કરીએ..

‘રોયા..હવે ઠેકાણે આવ્યોને? લે ૫૦ ને તું લઈ આવ..હા થોડા લારીમાંથી ઝમરુખ લેતો આવજે..ખુટે તો તું તારામાંથી આપી દેજે..’

એમની હુંસાતુસી્માં પણ પતિ-પત્નીની પ્રદીપતા દીવા મધ્યે શાંત સ્વરૂપે રહેતી જ્યોત સમો હતો ભડ ભડ બળે પણ દઝાડે નહીં! ના કોઈ દેખાવ કે ના કોઈ આલિંગન કે ના કોઈ મોર્ડન જમાનાની કીસ!

‘લે હાલ જમી લઈએ.’ જેઠાએ કાગળનાં પડીકા ખોલ્યા…બે ચાર કુતરા આજુ_બાજું આવી ગયાં..

‘આ હારા કુતરાને હખ નથી..ખાવા બેઠાં નથી દોડી આવે સે..’

'એલા જેઠા એ પણ ભુખ્યા હોય બે ત્રણ ભજીયા ને ગાંઠિયા નાંખી દે ને એ પણ જીવ તો સેને! ‘

પેટ ભરીને બન્નેએ ખાધું..જેઠા પાસે જુની છરી હતી તે કાઢી ઝમરુખના બે ભાગ કરી અડધું રુડીને આપ્યુ. ‘અલી રુડી અંધારું થઈ ગયું છે હાલ આપણી જગાએ કોઈ સુઈ જાય પે’લા’ ...

'એ’લા આ પોટકું કોણ ઉપાડ સે તારો બાપ! ‘

‘હારી તું બહું જબરી સે..

રાત્રીની ૧૧ વાગ્યા હશે..બન્ને ફાટેલું ગોદડું અને જુનાં કપડાનું પોટકાનું ઓશિકું કરી સુવાની તૈયારીમાં જ હતાં..

‘એલા જેઠા..હારું કાંઈ છાતીમાં થાય છે..મને ઉઘવા દેતું નથી..’

‘હા..લે થોડું પાણી પી લ્યે. તે ભજીયા બહું દાબ્યા છે તેથી થોડો ડચુરો છે તે દૂર થઈ જાય..પછી…

વાક્ય પુરું થાય એ પહેલાંજ રુડીનાં મોમાથી ફીણ વળવાં માંડ્યા કશું બોલી ના શકી. ‘રુડી..રુડી !’ કાંઈ જવાબ ના મળ્યો..જેઠો બે બાકળો થઈ ગયો..ગભરાઈ ગયો..

‘અલી તું મને છોડીને નહીં જતી. ૨૦, ૨૦ વરસથી હારે હારે રહી સે..સાથે પૈયા કમાયાં. તે કોઈ દિ મને છોડ્યો નથી.. હું કુબડા જેવો કાળો અને તું તો રુપાળી રાધા છતાં મારી સાથે હાલી પડી..મા મેલડી મારી પર દયા કર..મારી રુડીને બચાવે લે..રુડી કાંઈ તો બોલ.’

રુડીનાં નાકમાંથી પણ લોહી વહી રહ્યું હતું..ગરીબનાં બેલી કોણ? જેઠાએ ..પોતાનાં પહેરેલાં પેરણથી લોહી લુછ્યું . રુડી કંઈ જવાબ આપી શક્તી નહોતી..એથી એ વધારે ગભરાઈ ગયો…રુડી..રુંડી! કહેતાં કહેતાં એનાથી ચીસ પડી ગઈ પણ એની ચીસ કોણ સાંભળે?..કોઈ દૂરથી બોલ્યું હેય..

'કાળીરાત થઈ પિટ્યો પોતે સુતો નથી અને બીજાને સુવા દેતો નથી..દારું ઢીચીને ખોટા બુમ બરાડા પાડે સે,,, ચુપ મર નહીં તો..’

‘ઓહ…મારી રુડી…મને છોડી તું ના જા..હું નધારો બની જઈશ..તારું રુપ જોઈ શેઠિયા પૈયા આપતાં મને કોણ આપશે?

કહી આક્રંદ ચીસો પાડવાં લાગ્યો..બોર બોર જેવાં આંસુ ધરતી ઝીલી નહોતી શકતી, આંસુ નાં ભારથી ધૂળ ઉછળી રહી હતી..

‘અલ્યા… બુમો કેમ પાડે છે? શું થયું? આજું બાજું ફેરા મારતો હવાલદાર ત્યાં આવી ચડ્યો.. હેય! આ લોહી ક્યાંથી? બાજુમાં થોડાં સમય પહેલાંજ ઝમરુખ કાપેલ છરી રુંડીની! બાજુમાં પડી હતી ગરીબનાં નસીબને નર્ક તરફ વળતાં ક્યાં વાર લાગે છે! હવાલદારને શંકા તરત પડી ગઈ..

‘સા’બ મારી રુડીને કાંઈ થઈ ગયું સે. થોડી એને દવાખાને..

‘જા જા સાલા બૈરીનું ખુન કરી… પાછું રડવાનું નાટક કરે છે.

..’ ‘સા’બ……

સા’બનાં બચ્ચા! હાલ પોલીસ ચોકીએ..

’સા’બ મારી રુડીને…એક દંડો ફટકાર્યો…સીધો ચાલે છે કે બીજો ફટકારું…પણ..પણ બણ કશું કીધાં વગર ..બોચી પકડી..હવાલદાર એને ઢસડી ગયો…રુડી રુડી.. ના રડવાની દર્દેભરી ચીસો હવા ઢસડાઈ ગઈ..

એ હવાલદારને ક્યાં ખબર હતી કે ભિખારી બનેલાં આ યુગલ મરજીથી નહીં મજબુરીથી ભિખારી બન્યા હતાં, સાધારણ છતાં પવિત્ર પ્રેમ-પુજારી હતાં!

‘મને જેલભેગો કરો પણ મારી રુડીને સા’બ દવાખાને લઈ જાવ…બચી જાય.’

જેઠાને જેલમાં ઢોરની જેમ માર માર્યો..એટલો ઢીબ્યો..એટલો ઢીબ્યો કે દુઃખ અને દર્દનાં ત્રાસથી ઝુલ્મી યમરાજ પાસે પરાણે પત્નિને માર્યાની કબુલાત કરવી પડી.

હવાલદાર ખુનની કબુલાત કરી એ વાતથી ખુશ થયો. એક વફાદાર સરકારી, કાર્યશીલ કર્મચારી તરીકે એનો સાહેબ જરૂર એને નોકરીમાં બઢતી આપશે એ ઉત્સાહમાં જેઠાને જેલનાં સળીયામાં સબડતો મુકી જતો રહ્યો..

સવારે સાફ-સુફી કરનારે નિષ્ક્રીય જેઠાનો દેહ જોઈ સુપ્રવાઝરને બોલાવ્યો..ઑડર આપ્યો..’આની લાશ ગંધાય પે’લા જેલનાં ડોકટર બોલાવી ડેથ સર્ટી લઈ શબ-વાહીનીને બોલાવી..રુમ ખાલી કરાવી દો.. જેલ સાફ કરતો કર્મચારી ગીત ગાતો ગાતો..જેઠાનો રુમ સાફ કરી રહ્યો હતો.. .’.હમ દોનો… દો પ્રેમી ….દુનિયા છોડ ચલે..!!


Rate this content
Log in

Similar gujarati story from Action