Amrutlalspandan

Abstract

2  

Amrutlalspandan

Abstract

નદી

નદી

3 mins
7.0K


અવની પર છેલ્લા કેટલા દિવસથી માત્રને માત્ર આગ જ વરસે છે. હા આગ અગનમાંથી સીધા આગ ઝરતા કિરણો ! હા સૂર્યના આગ ઝરતા કિરણો.

સૂર્ય દેવતા ખરેખર પ્રોક્પમાન થયા હતા. શું ભૂલ થઈ હતી ધરતીમાતાની? ખરેખર ધરતી ગુનેગાર હતી કે ધરતી પરના રહેવાસીઓ...? કોણ...? જીવ-જંતુ,પશુ-પક્ષી કે મનુષ્ય...?

હાસ્તો...! મનુષ્ય જ ને? બીજો કોણ?

બીજા ક્યાં પ્રાણીને ભગવાને વાચા કે વિવેક્બુધી આપી છે? એ માણસ જ. આ એ જ માણસ...

 હા, તું જ જવાબદાર છે તારા માટે અને અન્ય પ્રાણીઓ માટે પણ... વિવેક્બુધી વગરનો માણસ એ શું માણસ સંભવ છે?

ગયું વર્ષ આખું અમને એમ ગયું ! આખું વર્ષ આકાશ તરફ ડોકિયા તાણતા રહ્યા અને પરિણામ દુષ્કાળ... કારમો દુષ્કાળ… જાન-માલની હાની !

હવે દોષ કોનો?

 

બસ સમય જ બળવાન હોય છે. સમયની રાહ જોવાની જ રહી. લાખ નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. એ પંક્તિ જાણે આજે યથાર્થ લાગતી હતી ! સમય કાઢવા સિવાય છુટકો જ ક્યાં છે? બસ પ્રશ્નો જ છે. પ્રશ્નો તારા-મારા પ્રશ્નો. ટૂંકમાં આખા ગામના પ્રશ્નો. પ્રશ્નોને ટોળે વળેલ આખું ગામ, જેના જવાબ નથી.

એવુંય નથી કે જવાબ શોધવાની કોશિશ પણ ન થઈ. પૂજા-પાઠ, ધૂપ-દિપ, આરતી-ભજનો, યજ્ઞો થયાં. બધું જ જેટલી શક્તિ હતી એ બધી વપરાઈને ફરી પછી સાર્થક થઈ એ કહેવત, ‘દુષ્કાળમાં અધિક માસ....’ પાણી વગર પ્રાણીઓ ત્રાહિમ ત્રાહિમ મચાવી રહ્યા હતા. દુઃખને દુઃખ. આખા ગામનો હર એક વ્યક્તિ બસ જાણે આકાશને જોવાની નેમ લીધી હોય તેમ લાચાર બન્નીને કાં તો આકાશ સામે યા તો એકબીજાની આંખોમાં આંખો નાખી જાણે સાંત્વના લેતા હોય.

તો વળી ઘણા લાગણીસભર લોકો ગામના મુખિયાની આંખોમાં જાણે સાંત્વના શોધવા જતા. જો કે મુખિયા ખરેખર દિલદાર માણસ હતા. પોતાનું બધુંજ ગામનું છે. એ આદર્શોમાં માનનાર ગામમાં લોકોના હૃદયમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન હતા.

પણ…

એ મુખિયાની સાંત્વના પણ…!

સવાર થતા જ મુખિયાજી નીકળી પડતો એ નદીએ. સુકી ભઠ નદી બસ ! બસ જોઈ જ રહેતા એકીટશે નદીને. અને અચાનક તેની આંખમાંથી અશ્રુબિંદુ સરી પડતા. એક પછી એક અશ્રુઓની બોછાર… આંસુ,

આંશુ ને આંશુ…!

ને… !

નદી ......!

એ નદીનાં પેટાળમાં ઊંડે સુધી ઉતરી જતું ટીપું. જાણે એ પેટાળમાંથી ફુવારાની જેમ ઉછળીને નદીનાં પટ પર રચાયું જાણે એક નાનો ભીનો દરિયો. અને એ મુખિયા...! બસ, બસ… જોઈ જ રહ્યો. અને તેમ તેમ ચારે તરફ ભીંજાયો... નદીનો કિનારો.

અને હું…? હું... આ નદીનાં જળમાં… તણાઈ જઈશ…!

ભલેને તળાઈ જાઉં. નદી માતાએ આખરે મારી વાત તો સાંભળી...! નદીનાં ઉદરમાંથી અચાનક લાગણીઓનું ઝરણું ફૂટ્યું અને નદીમાતા જાણે તેને સ્તનપાન કરાવતી હોય એમ.

એમ એ મુગ્ધ બનીને અહોભાવની લાગણી સાથે પોતાનું મસ્તક આકાશ તરફ ઉચકતા જોયું કે ચારે તરફ વરસાદ વરસી રહ્યો હતો અને નદીને જાણે યૌવન ફૂટ્યું હોય એમ થનગની રહી હતી. એજ જોમથી મુખિ દોડ્યો. સીધા ગામ તરફ પહેલા વરસાદની ગામ લોકોને વધામણી દેવા…
ને...
ગામ લોકો પણ આવતા હતા. મુખિને વધામણી દેવા જ્યારે નદીનાં કિનારે પહોંચ્યાં ત્યારે નદી ચારે તરફથી તરબોળ બની વહેવા લાગી હતી. અને છલકી ઊઠ્યાં એ ગામ લોકોના હૈયાં… નદીની સાથે…


Rate this content
Log in

Similar gujarati story from Abstract