Amrutlalspandan

Romance

1.6  

Amrutlalspandan

Romance

વીશ યુ વેલેન્ટાઇન ડે

વીશ યુ વેલેન્ટાઇન ડે

7 mins
7.1K


મન ની કલ્પના 

અમૃતલાલ સ્પંદન                 ૧૪ /૨/૨૦૧૭ 

વીશ યુ વેલેન્ટાઇન ડે

સવારમાં આંખ ખુલે ને... પહેલી દ્રષ્ટી એટલે મોબાઇલ - “મેરી જિંદગી કી દોર હેં વો ......” નો મેસેજ હોય જ, મારી જિંદગીની શરુઆત ને પછી એ શબ્દ તરો તાજા.. દિવસમાં જેટલી વખત વાંચીએ- બોલીએ-કહીએ  એટલું ઓછું. બસ આજ તો એક શબ્દ છે કે જેમાં હર કોઈની જિંદગી સમાયેલી હોય છે.

 મારો મીઠો મધુર પ્યારો પ્યારો મારો પ્યારો પ્યારો શબ્દ અને એ શબ્દ છે... ના, ના  કહેવાય. એમનું ખરાબ લાગે, એ મારા પર ગુસ્સે થાય એ મને ન પોસાય બસ.

  બસની સગી ઘડિયાળ જો, ઓલરેડી લેટ છો... ખબર છે ને ! નિશાળે પોચતા થોડી મોડી પડીશ એટલે હાલ્ફ સી.એલ. લાગી જશે ને કામ પણ કરવું. બહેતર છે કે તને તારો એ ફેવરીટ નહી પણ અતિ પ્રિય, અતિ પ્યારું, પ્રિયતમને મેસજ કર અને જલ્દી બાથરૂમમાં ઘૂસ... હેમાંગી ઉઠતાની સાથેજ પોતાની જાત સાથે વાતો કરી રહી હતી.

  બાથરૂમમાંથી બાર નીકળતા જ ઓહ મમ્મી મોડું થાય છે. નાસ્તો બાંધી આપ રીસેસમાં નાસ્તો લઈશ. નો મમ્મી હરી અપ...  બિલકુલ ૭.૧૦ મીનીટે પોતાની પર્સ અને બેગ લઈને સ્કુટી પર નીકળી પડી અને ૭.૧૧  મીનીટ થી મોબઈલ પર મેસેજ પર મેસેજ આવ્યા જ કરે, સ્કુટી પર જતી તેણી મેસજ ટોન સાભળીને હરખાતી હરખાતી સ્કુલેએ પહોંચતી ને હેન્ડલ લોક કરતા કરતા એકાદ–બે મેસજ વાંચી લેતી, ને ઓફિસમાં મસ્ટરમાં સહી કરીને સ્ટાફરૂમમાં બેસતા જ હર્ષને એકાદ –બે મેસજ જુરુર મૂકી દેતી. તેથી સ્ટાફમાં થોડા ઘણા તેણીને શંકાની દ્ષ્ટીએ જોતા પણ થોડાક ને ખબર ન  પડે માટે તેણી હમેશા મોબાઈલને સાયલેન્ટ મોડ પર જ રાખતી. પ્રાર્થનાખંડમાં ખોળામાં મોબાઈલ રાખીને મેસજ વાંચીને હરખાતી વિધાર્થીઓ સમજતા કે મિસ કેટલા પ્રભુમય છે .

   રાષ્ટ્રગાન સાથે પ્રાર્થના સભાનું વિસર્જન થાય અને સૌ ક્લાસ તરફ રવાના થાય એ પહેલા તો બે –ત્રણ મેસજના રીપ્લાય થઇ જતા . ને મગજમાં ગોઠવાતું બસ ફ્રિ પીરીયડ આવે અને આખો ફ્રિ તાસ મોબઈલ કે નામ!

   હેમાંગીનું આ કાર્યકમ હવે સ્ટાફ રૂમમાં ચર્ચાનું વિષય બન્યું હતું. એટલે તેણીના અમુક સાથી મિત્રો તેણીને મિસકોલ કહીને સંબોધતા પણ તેણી આ ઉપનામથી ખુશ  હતી.

   હર્ષ એક શિપિંગ કંપનીમાં સુપરવાઈઝર હતો. તેને ઘરેથી નવ વાગે નીકળવાનું થતું એટલે બસ મેસેજ લખ્યા કરે.. ઘર, ઓફીસ કે ગામ બસ એકજ આપણી દુનિયા... મેસેજ કરો,  કોલ કરો .

 હર્ષ તેયાર થઈ પોતાના ફિલ્ડ પર પહોચે અને કામની શરુઆત થાય કે હેમાંગીને મોટી રીસેસ મળે, એક પણ પળ ગુમાવ્યા વગર રિસેસ ના બેલની સાથે જ મિસ કોલ આપતી ને હર્ષ તરતજ કોલ કરતો .

  આખી રીસેસ વાતોમાં જતી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી  મિક્સ ભાષામાં થતી વાતચિત સ્ટાફવાળા સૌ કોઈ અનુભવી લોકો સમજતા હતા ને મનોમન કહેતા ખરા બિચારી હલવાણી કે નોકરી પણ નહી સાચવી શકે. તો ઘણા વિધ્ન સંતોષી હેમાંગીની ગેરહાજરીમાં કહેતા પણ ખરા... ‘જુઓને ભણાવવા આવી છે કે.. આખો દિવસ મોબાઈલ પર ચોટેલી જ હોય છે, વિદ્યાર્થીઓ પર કેવી અસર પડે છે? એણે તો સાવ મર્યાદા જ મૂકી દીધી છે. ઓફિસમાં જવાબ દેતા જીભ જ નહિ ખુલે જો..જો. મોટા બહેન કેવા છે?

    બસ આ નિત્યક્રમ ઓગસ્ટ મહિનાથી બંધાયો હતો. કેમ? કેવી રીતે? એ તો બસ એ બે જણ જ જાણતા હતા. બાકી તો એક વસ્તુ સો ટકા સાચી હતી કે આગ બરાબર જેવી લાગી હતી.

     હવે તો દર પંદર દિવસે હેમાંગી શાળામાં હાફ સી.એલ. લઈને નીકળી જતી હર્ષ સાથે શહેરથી દુર..

બસ આજ સમય બન્ને માટે અનુકુળ હતો. કારણ કે સૌ કોઈ એમ સમજે કે તેણી સર્વિસ પર છે અને તેઓ ચાલુ સર્વીસ જિંદગીની નવી નવી સર્વિસનું પલાનીંગ બનવતા.

     આજે શાળામાં ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિતે શાળામાં એક નાનું કાર્યકમ પૂર્ણ થયું કે તેણીએ તરત જ આયોજન પ્રમાણે મિસ કોલ કર્યો. આગલા દિવસે બન્ને વચ્ચેના થયેલા આયોજન પ્રમાણે... બસ મેડમે  સ્કુટી એક મંદિરની દીવાલ ને અડીને પાર્ક કરી કે ત્યાં જ બાઈક પર હર્ષ હોર્ન કર્યું કે તેણી તરત જ ઘોડેસવાર ની જેમ બેઠી કે વાયુ વેગે શહેરથી બહાર થોડે દુર એક નિર્જન સ્થળે નીકળી થોડે દુર એક તળાવને ફરતે વડવાઓની વડવાઈઓ નીચે બન્ને જણ એકદમ શાંતિથી પ્રેમાલાપમાં ડૂબી જવા લાગ્યા કે ખોવાઈ ગયા. દશ મિનીટ સુધી એક બીજાની આંખોમાં આંખો પોતાના ભવિષ્યને જોઈ રહ્યા.

  હા, ત્યાંજ એજ જગ્યાએ હેમાંગીનો એક વિધાર્થી કે જે બારમા ધોરણમાં ભણતો, એ પોતાની પ્રિયતમને લઈને પહોચ્યો! તેણીએ ક્યારેય કલ્પના કરી નોહતી કે આવું પણ બનશે! બસ, શિક્ષક–વિધાર્થી એક બીજાને જોઈ રહ્યા પણ વિધાર્થી મીસનું માન જાળવતા તરતજ ત્યાંથી નીકળી ચુક્યો હતો. પણ મિસના માથે જાણે આભ તૂટી પડ્યો હોય એવું લાગતું હતું. હવે! બન્ને જણ શું થશે એ દ્વિધામાં  પડી ગયા.  

   બીજા દિવસે મિસ જયારે સ્કુલે પહોંચ્યા ત્યારે જાણે પહેલેથી જ રાહ જોઈએને ઉભો રહેલો એ વિધાર્થી બસ એકીટશે મિસ સામે જોઈ રહ્યો. ને ચાલ્યો ગયો પણ જેમ કે મિસ ક્લાસમાં પહોંચ્યા કે તરત જ જયેશ બોલી ઉઠ્યો ‘ગુડ મોર્નિંગ મિસ હેપ્પી રિપબ્લિક ડે કેવો રહ્યો ગઈકાલનો દિવસ મેમ ?’ મિસ વિચાયું કે આની સામે કાઈ બોલીશ તો આખા ક્લાસમાં બકી નાખશે. શરમ શેરડા તેણીના ગાલ પરથી વ્હેતા રેસાને પારખી ગયો હતો.

      હેમાંગીએ થોડી શાંતિ થઈ પણ બીજી બાજુ હર્ષ મેસેજ ઉપર મેસેજ મોકલ્યા કરે પ્લીઝ કોલ મી, આખરે તેણીએ કલાસરૂમના દરવાજાની બાજુમાં ઉભા રહીને માંડ વાતની શરુઆત કરી હતી ત્યાં તો રાઉન્ડમાં નીકળેલા મોટા બહેન તેણીની બાજુમાં આવીને ઉભા રહ્યા જેની હેમાંગી સહેજે ભાન જ ન પડી.

  દશ મિનીટ પછી બહેને તેણીને ઓફિસમાં બોલાવી ને કહ્યું,’બહેન તમારી આ ફોન વાળી ફરિયાદ છેલ્લા છ મહિનાથી મારી પાસે છે ને આખા કેમ્પસમાં બહુ ચર્ચા થાય છે જેના પરિણામ સ્વરૂપે વિધાર્થીઓના માનસ પર અસર પડે છે ત્યારે તમારી સામે  શિસ્તભંગના ભાગ રૂપે શાળામાંથી શા માટે છુટા કરવામાં ન આવે? મને અત્યારે જ જવાબ આપો.  

   હેમાંગી બસ ડરતા ડરતા એટલુંજ કહ્યું કે બહેન બીજી વખત આવું નહિ થાય. એક તક આપો હું મારી ભૂલ સ્વીકારું છું. બહેન કંઈ બોલે એ પહેલા તો હર્ષ ના મેસેજ પર મેસેજ અને કોલ પર કોલ ચાલુ જ હતા. હેમાંગી ધર્મસંકટમાં પડી ગઈ કે હવે કરવું શું ? આખરે તેણીએ ફોન સ્વીચ ઓફ કરી નખ્યો અને રીસેસમાં જાણે તેણી બીમાર હોય એમ મોઢું લટકાવીને બેસી રહી પણ સ્ટાફના બાકીના બધા સભ્યો તરતજ તર્ક કરીજ લીધું હતું કે પ્રશ્ન શું હશે તેમ છતાં અમુક એવા પણ હતા કે જે મજાકમાં કહેતા પણ ગયા કે કેમ મિસકોલ બહેન તબિયત બરાબર નથી? તેણી તો બસ સુઈ જ રહી.

   છુટતી વખતે ગેટની બહાર નીકળતા જ તેણીએ હર્ષને મિસ કોલ આપ્યો પણ  કોલ આવ્યો નહિ એટલે તેણીએ કોલ કર્યો પણ તેણે ઉપાડ્યો નહી એટલે એક સાથે બે ચાર મેસેજ પણ કર્યા પ્લીઝ કોલ મી... નો રેસપોન્સ! 

   બપોરે ચાલુ ટયુશને મેસેજ પર મેસેજ અને કોલ પર કોલ કરતી રહી પરંતુ હર્ષ તરફથી નો રીસ્પોન્સ... આખરે થાકી હારી ને ખાધા પીધા વગર તેણી બેડ પર પડી જ રહી... આખરે રાત્રે બાર વાગે હર્ષ નો મેસેજ આવ્યો પ્લીઝ ફોરગીવ મી એન્ડ ફેરગેટ મી... તેણી આખી રાત શુન્યમનસ્ક જાગી રહી કોઈ ને ઘરમાં ખબર પણ ન પડે એમ. બીજા દિવસે તેણી સ્કુલે તો ગઈ પણ આખો દિવસ કોલ કરી શકી નહી.

છૂટી વખતે તેણીએ ફોન કર્યો હર્ષે ઉપાડ્યો,’બોલો મેડમ...મને સાંભળો તો ખરા કેવી હાલત થઇ ગઈ છે મારી.."

     અચ્છા, મારા મેસેજ મારા કોલ નું કોઈ મહત્વ જ નથી ને તો પછી મારા સ્થાન .....ન ..ન...?

   એવું બિલકુલ નથી શાળામાં પ્રોબ્લેમ થયો .

  ‘નોકરી છોડી દે.'

   ‘પછી શું કરું?’

   ‘એ પછી જોઈ લેશું ‘

  ‘એમ કેમ ચાલે?’

  ‘તો એમ જ ચલાવવું પડશે..'

 ‘પણ...!'

ફોન કટ થઈ ગયો.

ઝગડો તો ક્યારનો શરુ થઈ ગયો હતો. સમય પોતાની રફતાર સાથે ચાલતો જતો હતો. સ્ટાફમાં ચર્ચા પણ ચાલતી મિસ કોલનું કોલ કટ થઈ ગયો લાગે છે. તેણીની ગુસ્સાભારી નજરોએ કહી દીધું હતું કે તમારી નજર લાગી ગઈ છે.

 હવે તો બસ, ગમના ગીતો તેના હોઠના શળગાર બની ગયા હતા. હર્ષ જાણે તેણીને બિલકુલ ભૂલી ગયો જ હતો એવું માનનારી હેમાંગી દરરોજ રાત્રે અને સવારમાં ઉઠતી વેળાએ સોરીનો મેસેજ અચૂક કરતી.

   આખરે એ પીડા ત્યારે હ્ર્દયવેધક બની જયારે પ્રેમીઓનું વેલન્ટાઈન તેણીના દિલને દસ્તક દેવા આવી પોચ્યું હતું. પણ હર્ષ તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ નહોતો.

   ૧૩ તારીખની રાત્રે જાણે તેણીના બાર  વાગી ગયા હતા અને તેણીએ મનોમન નક્કી કરી લીધું હતું કે હજુ પુરા ચોવીસ કલાક પુરા રાહ જોઈશ. બસ જિંદગીના છેલ્લા ચોવીસ કલાક/છેલ્લો દિવસ બસ પછી ફૂલસ્ટોપ.

  આખરે જે નહતું વિચાર્યું એજ બન્યું ૧૪ ફેબ્રુઆરીએ તેણીના બાર વગાડી દીધા  હતા. હર્ષનો કોઈ મેસેજ નહોતો. એટલે તેણીએ આખરે રાત્રે  ૧૨.૨૦ મેસજ કર્યો,’હવે આવતીકાલથી આપણે બન્ને એકબીજાથી સંપૂર્ણપણે મુક્ત છીએ, આપણી સવપ્ન સમી મૈત્રીને ભૂલીને નવી જિંદગીની શરુઆત કરીએ એજ સમયનો તકાજો છે. બાય ફોર એવર.'

    બિલકુલ પાંચ મિનીટ પછી હર્ષનો  મેસેજ આવ્યો,’શું તારી સાથે વાત કરી શકું?'

 પાંચ મિનીટ પછી પ્લીઝ હું બાથરૂમ ફોન લઈ જાઉં તેણી હોશે હોંશે રીપ્લાય કર્યું.

'ઓકે.'

 હેમાંગીએ મિસ કોલ આપ્યો. હર્ષ તરતજ ફોન કર્યો,’’હેપી વેલેન્ટાઇન ડે ડીયર.’’

‘ઓહ હર્ષ.." બાકીના શબ્દો તેણીની આંખોએ પુરા કર્યા. ’’શું  શું કહું અરે યાર....’’

  "યેસ મેડમ.. યેસ મેડમ.. વેરી.. વેરી.. સોરી.. આ જસ્ટ ટેસ્ટ હતી જેમાં તું પાસ થઈ છો ને હું ફેઈલ કાલે બે પીરીયડ પછી સી.એલ.. લઈ લેજે પછી કોઈ પ્રશ્ન નહિ રહે, લવ યુડીયર બાય."

  ઓહ હર્ષ, હર્ષ કરતી તેણીએ બાકીની રાત અડધી આંખે..

   બીજા દિવસે બંને જણ એક ફ્રેન્ડના ફાર્મહાઉસમાં અડધો દિવસ આખી જિંદગી સાથે રહેવાના કોલ સાથે... એક બીજાને  હેપ્પી વેલેંટાઈન વીશ કર્યું.      

                                                       

  

 

 


Rate this content
Log in

Similar gujarati story from Romance