નારી
નારી
નારી પુરુષને ગામડે ખેતરમાં અને શહેરમાં નોકરી ધંધા રોજગારમાં બરાબર સાથ આપે છે. કરિયાણું લાવવું, બાળકોનો ઉછેર, શિક્ષણ, મહેમાનો સાચવવા વગેરે કાર્યો સંભાળે છે.
ઘણી સ્ત્રીઓ ગૃહને સાચવે છે. નારી નોકરી અને ખેતીકામ સિવાય ઘરનાં બધા કાર્યો કરી લે છે. સવાર સવારમાં દસ કામ એકસાથે કરી લે છે. નારી સવારે નાસ્તો, ટિફિન, પૂજાસામગ્રી, ચા-દૂધ વગેરે જેવી બધા સભ્યોની અલગ-અલગ માંગણીઓ પૂરી કરે છે.
મને આ લેખ લખવાનું મન એટલે થયું કે મારા માસીની દીકરી ઘર જ સંભાળતી હોવાથી એનો પતિએ ઑફિસેથી ઘરે આવીને કહ્યું કે ‘તારે ઘરે કામ જ શું હોય ?‘ ‘તું આખો દિવસ ઘરે બેઠાંબેઠાં કરે છે શું ?‘
નારી ચંદ્ર પર પહોંચી જાય, એવરેસ્ટ સર કરી લે છે. બધા પુરુષો આ સફળ નારીઓના વખાણ કરે છે, પરંતું પત્ની જો પૂછ્યા વગર પિયર પણ જાય તો અહમ ઘવાઈ જાય છે. નારી જ્યાં જન્મી, ત્યાં જવા માટે પણ રજા લેવી પડે છે.
સમાજની માનસિકતા નહીં બદલે, ત્યાં સુધી ગમે એટલી સફળ નારી પણ માત્ર નારી બનીને રહી જાય છે. નારી લગ્ન ન કરે કે છૂટાછેડા લે, સમાજ વાંક હંમેશા નારીનો જ કાઢશે. એક નારી જ બીજી નારી તેને સમજી શકતી નથી. સમાજ એકલી રહેતી સ્ત્રીઓને શંકાની નજરથી જુએ છે.
આપણે પોતપોતાની માનસિકતા બદલવાથી ઘર બદલશે, ઘર બદલવાથી સમાજ બદલશે. નારીની પરિસ્થિતિઓને દરેકે મનથી સમજીને એનાં કાર્યોની કદર કરવી જોઈએ. મને વિશ્વાસ છે કે રાષ્ટ્ર જરૂર બદલશે. નારી દેશ-વિદેશમાં ડંકો વગાડી શકે છે, પણ પોતાના સ્વજનોથી હારી જાય છે.
મને કોઈનું કહેલું વાક્ય યાદ આવે છે કે પુરુષોને બુધ્ધિશાળી અને વિદ્વાન નારી મિત્ર તરીકે ગમે છે, પત્ની તરીકે નહીં.
નારીની હિંમત બનીએ,
માનસિકતા બદલીએ,
કંઈક નવો જ સંકલ્પ
આવો, બીડું ઝડપીએ.
