Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Dineshbhai Chauhan

Inspirational Children

4.5  

Dineshbhai Chauhan

Inspirational Children

નાની મદદ મોટી સફળતા

નાની મદદ મોટી સફળતા

3 mins
110


કોઈ એક સમયની વાત છે. ગામમાંથી એક ગરીબ પરિવારનો છોકરો અભ્યાસ કર્યા બાદ નોકરીની શોધમાં સુુરતમાંં જીવનનો પ્રથમ ઇન્ટરવ્યૂ આપવા માટે નીકળ્યો હતો. ઈડર સ્ટેશન પર ગાડી આવી અને શિવ બીજા નંબરના રેલવેના ડબ્બામાં ચઢ્યો. આજે શિવને અમદાવાદમાં કોઈ સારી કંપનીમાં "કંપની મેનેજર" ની જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપવાનો હતો. 

શિવ એક મહિના પહેલા જ C.A.ની પરીક્ષામાં પાસ થયો હતો. અને આ તેના જીવનનો પહલો ઇન્ટરવ્યૂ હતો. શિવ નીચેના બર્થ ઉપર બેઠો, સામેની સીટ પર કુલી એક માજીને બેસાડીને ચાલ્યો ગયો. માજી ખુબ અશક્ત લાગતા હતા. ધીમેથી માજી સીટ ઉપર સુઈ ગયા. માંડ હિંમતનગર આવ્યું હશેને માજી બંધ આંખે બબડવા લાગ્યા. "પાણી, પાણી" શિવે તરત જ ઉભા થઇને માજીના કપાળ ઉપર હાથ મુક્યો. તો તાવથી માજીનુ શરીર ધખધખતું હતું. 

શિવએ પાણીની બોટલ ખોલીને માજીને પાણી પીવડાવ્યું અને પૂછ્યું, "માજી તમને બહુ તાવ છે, તમે ક્યાં જવાના છો ? એકદમ ધીમા અવાજે માજીએ કહ્યું "મારી તબિયત સારી નથી રહેતી અને હું ઈલાજ કરાવવા સુરત જાઉં છું. મારો દીકરો વિદેશ રહે છે. પણ એનો એક મિત્ર સુરતમાં રહે છે. એ મને સ્ટેશન પર લેવા આવવાનો છે." આટલું કહીને માજી બેભાન થઇ ગયા. 

શિવને સમજ ન પડી કે હવે શું કરવું ? એને માજીના હાથમાં મોબાઈલ હતો. તે લઈને જોયો અને છેલ્લો નંબર કોઈ પાર્થના નામનો હતો. એને કોલ કર્યો પણ પેલા ભાઈએ ફોન ઉપાડ્યો નહિ.એટલી વારમાં અમદાવાદ સ્ટેશન આવી ગયું અને શિવની આસપાસ અને સામે ઉપરના બર્થના પ્રવાસીઓ ઉતરી ગયા. ખુબ વિચારીને શિવ બેસી રહ્યો. અને મનોમન નક્કી કર્યું કે માજીને સુરત લઇ જવા. શિવે પોતાનો રૂમાલ કાઢીને ઠંડા પાણીના પોતા માજીના માથે મુક્યા.

ગાડી આગળ ચાલી. ત્યાં જ માજીના મોબાઈલ પર રિંગ વાગી. શિવે ફોન રિસીવ કર્યો તો સામેથી કોઈ ભાઈનો અવાજ આવ્યો. "માજી, હું પાર્થ બોલું છું. ફોન સાઇલેન્ટ પર હતો અને હમણા જ તમારો મિસકોલ જોયો.શિવે કહ્યું કે હું એક પેસેન્જર બોલું છું અને માજી બેભાન થઇ ગયા છે. હું એમને લઈને સુરત આવું છું. પાર્થએ કહ્યું "આભાર ભાઈ હું માજીને લેવા સ્ટેશન પર આવી જઈશ." થોડી વાર થઇ એટલે માજી ભાનમાં આવ્યા અને શિવે કહ્યું "માજી ચિંતા ના કરો, પાર્થનો ફોન આવી ગયો છે. અને હું તમને સુરત સુધી મૂકી આવીશ." ભીની આંખે માજીએ હાથ ઊંચા કરીને મૂક આશીર્વાદ આપ્યા. 

શિવ વિચારતો હતો કે કાલે સવારે ટ્રેન પકડીને પાછો અમદાવાદ નીકળી જઈશ, ઘરે ફોન કરી દીધો કે એક દિવસ મોડું થશે. હું કાલે આવીશ. ટ્રેન સુરત સેન્ટ્રલ આવી ગઇ અને ત્યાં પાર્થ પણ આવી ગયો હતો. શિવે કહ્યું "હું પણ તમારી સાથે માજીને લઈને હોસ્પિટલ આવું છું. આમ, પણ મારે આખી રાત અહિંયા સ્ટેશન પર વિતાવી પડે. એના કરતા તમને મદદરૂપ થઈશ. માજીને હોસ્પિટલ દાખલ કરીને શિવ રાત રોકાયો અને સવારે ટ્રેન પકડી લીધી.

એક પછી એક સ્ટેશન આવતા ગયા અને અમદાવાદ સ્ટેશન પર ગાડી રોકાઈ. તો શિવ ઉતરી ગયો.અને વિચાર્યું કે આજે કંપનીમાં જઈને બોસને મળી તો લઉં. ઊંઘભરેલી આંખે અને ચોળાયેલા કપડાં સાથે શિવ બોસની કેબીનની બહાર બેઠો. અને એના નામની ચિઠ્ઠી તેને કેબિનમાં મોકલી. પાંચ મિનિટ થઇ એટલે બોસે અંદર બોલાવ્યો.અને સામે બેસાડીને કહ્યું, 

"આ તમારો જોબ લેટર છે. આવતા મહિનાથી જોબ પર જોડાઈ જાઓ." શિવને કઈ સમજ ના પડી કે વગર લાગવગે અને વગર ઇન્ટરવ્યૂ એ કેવી રીતે પસંદ થઇ ગયો ? બોસે હસતા હસતા કહ્યું "ડીઅર શિવ, ટ્રેનમાં હું તારી ઉપરની બર્થ પરજ હતો. અને તારી બધી વાતો સાંભળી. અને જે રીતે તે એક અજાણી માજીની મદદ અને સેવા કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે, જે વ્યક્તિ પારકાંની નિસ્વાર્થ ભાવે આટલી મદદ કરે. તે પોતાની કંપનીનું કેટલું ધ્યાન રાખી શકે છે. તે હું જાણું છું. અને મને ખબર હતી કે તું અહિંયા આવીશજ. એટલે ગઈકાલ ના તમામ ઉમેદવારને પાછા મોકલી દીધા હતા." શિવને બે હાથ ઊંચા કરીને મૂક દુઆ આપતા માજીનો ચેહેરો દેખાયો !!

આમ, આપણે પણ કોઈ વ્યક્તિને નિસ્વાર્થ પણે મદદ કરવી જોઈએ. ભલે આપણને કોઈ જોવે કે નહિ. પણ સાચા મનથી કરેલી મદદ અને બીજાને મદદની ભાવના હોય તો તમારું કામ કુદરત ( ભગવાન ) કરતા હોય છે.


Rate this content
Log in