મતદાન
મતદાન


રાહુલ મત આપીને બહાર આવ્યો. એની આંગળી પર કાળું ટીલું કરી દીધું. પણ અંદર જે વાતાવરણ જોયું તે એ ભૂલી શકતો ના હતો. એ બહાર નીકળ્યો. અને જે લોકો અંદર જબરદસ્તીથી પોતાની પાર્ટીને માટે મતદાન કરાવતા હતા. તેને પકડવાનો નિર્ણય કર્યો. એનું ગામ ખૂબ નાનું હતું. લોકો ભોળા હતા. શિક્ષણનો પણ અભાવ. એ અમદાવાદ જઈને ભણીને આવ્યો તો ગામનો રાજકુમાર બની ગયો હતો. બધા ખૂબ માન આપતા હતા.
અંદર ચાલી રહેલા કૌભાંડને શી રીતે પકડવું એ વિચારી રહ્યો હતો. મા ની યાદ આવી, એ તો બિચારી પારકી પંચાતમાં પડવા ના જ કહે છે. એ માને લેવા ઘેર ગયો. મા ને મત આપવા લઇ આવ્યો. પણ ઘેર મા ને સમજાવી દીધું કે, "મા હું તને મોબાઈલ ફોન રેકોર્ડિંગ માટે આપું છું, અને કોઈ તને મત માટે દબાણ કરે તો ચાલુ કરી દેજે. અને બધું રેકોર્ડ કરી દેજે. મા ની ઈચ્છા થતી નહોતી પણ ભણેલા દીકરાનું માન રાખવા તૈયાર થઇ. મોબાઈલ છુપાવી એ અંદર ગઈ. ત્યાં એક માણસ લાકડી લઈને ઊભેલો. મા એ કહ્યું સાહેબ મત આપવો છે. પેલા માણસે કહ્યું ,"માજી આ નિશાન પર ચોકડી કરો. પણ માજી કહે મારી મારે મરજી પ્રમાણે મત આપવો છે. પેલા માણસે લાકડીથી ગોદો માર્યો અને કહ્યું, "માજી મત તો તમારે હું કહું ત્યાં જ આપવાનો છે." માજીએ મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. ઘણી બધી ચર્ચા પછી પેલા માણસને શંકા ગઈ. એને માજીનો સાલ્લામાંથી મોબાઈલ શોધી કાઢ્યો. મોબાઈલ આંચકી લીધો. માજીને ઘરભેગા થવાનું કહ્યું.
માજી ઘરે આવી ગયાં. દીકરાએ પૂછ્યું,"મોબાઈલ ક્યાં છે?" માજીએ કહ્યું "એ લોકોએ લઇ લીધો." એ સીધો ઇલેક્શન બૂથ પર પહોંચી ગયો કે મારો મોબાઈલ પાછો આપો. ત્યાં રહેલા બધા વોલન્ટિયર હસવા લાગ્યા અને કહ્યું કે," જીવ વહાલો કે મોબાઈલ?" એ ઘરે પાછો ફર્યો. સવારે સમાચાર મળ્યા કે એ લોકોની પાર્ટી જીતી ગઈ. પણ માજીએ અને એના દીકરા રાહુલે આપઘાત કરી પોતાના જીવ આપી દીધા. કારણ કોઈને ખબર ના પડી.