અનિરૂધસિંહજી ઝાલા

Comedy Romance Crime

4.1  

અનિરૂધસિંહજી ઝાલા

Comedy Romance Crime

મર્દની જીગર ને યુવતીનો પ્રેમ

મર્દની જીગર ને યુવતીનો પ્રેમ

2 mins
186


વનવગડામાં દોડતી ટ્રેન જંગલની વચ્ચોવચ આવેલ એક નાનકડાં ગામનાં સ્ટેશન પર ઊભી રહી તે સ્ટેશનથી સામાન સહિત મુસાફરોને ઘોડાગાડીમાં બેસાડી તેમનાં ઠેકાણે સહીસલામત પહોંચાડનાર વિહલો પોતાની ઘોડાગાડીને ખુબ જ શણગારીને રાખતો અને ખુબ જ ઓછા પૈસામાં તે સરનામે પહોંચાડી દેતો.

એકવાર સાંજ ઢળતાં રેલગાડી રોકાઈ અને એક યુવતી રેલગાડીમાંથી ઉતરીને "બચાવો કોઈ બચાવો " એમ બૂમો પાડતી આવીને વિહલાની પાછળ સંતાઈ ગઈ. તેની પાછળ પડેલ પેલાં ચારમાંથી એક બોલ્યો,..

"એય.. ચાલ તું બાજુ હટ...! " 

વિહલાએ પેલાને એક જ પાટુ મારી નીચે પાડીને પેલી યુવતીને પકડીને ઘોડાગાડીમાં બેસાડી બોલ્યો,.

"જાવો મારા ગામમાં સલામત પહોંચીને મદદ લઈને આવજો ત્યાં સુધી આ નાલાયકોને રોકી રાખીશ."

 પેલી યુવતી ઘોડાગાડીમાં બેઠી ને વિહલાએ ઘોડાને હાથ ફેરવતાં જ સમજદાર અશ્વ ગામ તરફ ભાગ્યો. પેલા ગુંડાઓ રોકવા દોડે તે પહેલાં જ હાથમાં રહેલ ચાબુકથી વિહલો ચારેયને વીજવેગે ફટકારવા લાગ્યો. હવે ઝપાઝપી વધી રહી હતી. તેમાં એક જણે વિહલાની ચાબુક પકડી અને તેને ઢોર માર મારીને અધમુવો કરીને તરફડતો મેલીને ભાગવા લાગ્યાં.

પેલી દીકરીએ ગામમાં જઈ મદદ માંગતા ગામલોકો દોડ્યાં અને પેલાં ગુંડાઓને પાછળ પડી પકડીને પોલીસને સોંપ્યા અને વિહલાને શહેરની મોટી હોસ્પિટલમાં આ યુવતીએ સારવાર કરાવી. તે રોજ ઘરેથી ટીફીન લાવીને પોતાનાં હાથેથી જમાડતી. હોસ્પિટલથી રજા લઈ ઘરે જઈને વિહલો પાછો ઘોડાગાડી લઈ કામમાં લાગી ગયો. 

 એકવાર અચાનક ટ્રેન આવી ને તેમાંથી લાઈટ અને બેન્ડવાજા નીકળ્યાં વિહલાને નવાઈ લાગી. તે જોવા ગયો તો એક શણગાર સજેલી દુલ્હન ઘુંઘટ સાથે આવતી હતી. વિહલો કાંઈ વિચારે તે પહેલાં જ તે દુલ્હને વિહલાના ગળામાં હાર પહેરાવી દીધો.

 હવે ઘૂંઘટ ઉઠાવી તે બોલી,..

" રેલગાડીમાં જાન લઈને સાચા શૂરવીરને પરણવા આવી છું. તમે મારો સ્વીકાર કરશોને ?"

વિહલો તો તેણે બચાવી હતી તે કન્યાને જોઈ સહર્ષ હા પાડતાં યુવતીએ વિહલાનો પતિ તરીકે સ્વીકાર કરીને ઘોડાગાડી ચલાવનાર વિહલાને કરોડપતી શેઠ વિહલાજી બનાવી દીધાં.


Rate this content
Log in

Similar gujarati story from Comedy