pooja raval

Crime Others

3  

pooja raval

Crime Others

મોબાઈલની માયાજાળ

મોબાઈલની માયાજાળ

7 mins
739


જમાનો બદલાયો છે હવે. નાના મોટા સૌ મોબાઈલની માયાજાળમાં ફસાયેલા છે. ત્યાં ‌મિતાલી જેવા ટીન-એજર્સ પોતાની આખી દુનિયા આ મોબાઈલમાં બનાવી બેઠા છે. તેમને મન મોબાઈલ એ પરિવારનો સબસ્ટીટ્યુટ છે. બાળકો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેમને દુનિયામાં આવેલી નવી ટેકનોલોજી તરફ આકર્ષણ વધતું જાય છે. બસ આમ જ તેઓ આ ટેક્નોલોજી તરફ ખેંચાય છે. અને પછી એ ટેકનોલોજીથી તેમની એક ન છૂટી શકે તેવી આદત બની જાય છે.

આજે મારે તમારી સાથે મિતાલીની વાત કરવી છે. કદાચ આ વાત સાંભળીને તમને અહેસાસ થશે કે કોણ ક્યાં કેટલી ભૂલો કરે છે ? મિતાલી ખૂબ જ હોશિયાર અને ચતુર વિદ્યાર્થીની હતી. બારમા ધોરણમાં સાયન્સ લઈને નીટની એક્ઝામમાં તે આખા ગામમાં પ્રથમ આવી હતી. તેને અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં એડમિશન સહેલાઈથી મળી ગયું હતું. ગામથી દૂર અમદાવાદ જેવા મોટા શહેરમાં એડમિશન મળ્યું હોવાથી તેના પિતાએ તે દિવસે તેને એક મોબાઈલ ગિફ્ટમાં આપ્યો હતો.

તેમણે મિતાલી ને મોબાઈલ વાત કરવા માટે અને એના સંપર્કમાં રહી શકાય એ હેતુથી લઈને આપ્યો હતો. મોબાઈલની દુકાને સ્માર્ટફોન અને એન્ડ્રોઇડ ફોન જોઈ ને ચાલીએ તે લેવાની જીદ કરી તેથી તેના પિતાએ તેને એક સ્માર્ટફોન લઈ દીધો હતો. આ સમયે તેના પિતાએ તેને કહ્યું પણ હતું કે,

"બેટા ફોન ઉપર વાત કરવાથી મતલબ. ફોન કેટલો મોંઘો છે કે તેમાં કયા કયા ફીચર છે તે બધું જાણવા માટે અમદાવાદમાં નથી જઈ રહી. તું ત્યાં મેડિકલનુ ભણવા જઈ રહી છે. અમારા બધાની આશા તારી સાથે જોડાયેલી છે. વર્ષોથી આ ગામની સરકારી હોસ્પિટલમાં કોઈ ડોક્ટર સેવા આપવા તૈયાર થતો નથી. હવે એક માત્ર તું જ આ ગામની આશા છે. અને તેથી જ ગામના લોકો પણ તારી મેડિકલની ફી ભરવા માટે આપણને મદદ કરી રહ્યા છે. એ સમયે મોબાઇલમાં આટલા બધા રૂપિયા બગાડવા તે મને યોગ્ય નથી લાગતું." 

પણ મિતાલીનું મોં પડી ગયું તેથી તેના પિતાએ વાતને સંભાળવા માટે કહ્યું,"આજ સુધી તેં કશું માંગ્યું નથી તેથી આ તારી પહેલી અને છેલ્લી ભેટ સમજીને રાખી લે." મિતાલી ખુશ થઈ ગઈ. તરત જ તે પોતાની દરેક બહેનપણીઓની પાસે તેને બતાવી આવી. તેને ગામ છોડીને જવાનું દુખ તો હતું , પરંતુ ગામમાં કોઈ છોકરી પાસે મોબાઇલ ન હતો અને તેની પાસે હતો તેનો હરખ પણ હતો.

હવે તો મિતાલી અને મોબાઈલ એકમેકના પર્યાય બની ગયા. સામાન્ય પરિવારમાં જન્મેલી મિતાલીને સોશિયલ મીડિયાએ પાંખો આપી. શહેરની હોસ્ટેલની હવાએ એની પાંખોને ઉડાન આપી. રજાના દિવસોમાં એ જ્યારે ઘરે આવે ત્યારે એ અને એનો મોબાઈલ. એની મોટી બહેન ક્યારેક ટોકે પણ ખરા કે, "શું આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે ? થોડાક દિવસ આવી છે તો મોબાઈલ મૂકી અમારી સાથે સમય વિતાવ." મિતાલીને આ ના ગમે. એ તરતજ જવાબ આપે, "તને ના ખબર પડે, અમારે તો બધું મોબાઈલમાં જ ભણવાનું હોય અને સર્ચ કરવાનું હોય. હું મારું જ કામ કરું છું" એની મમ્મી એની મોટી બહેનને કહેતી, "અઠવાડિયા માટે આવી છે તો શું કરવા ટોકે છે ?" મમ્મીના આ શબ્દો એને બળ પૂરું પાડતા અને એ બમણા વેગથી એના મોબાઈલને આલિંગન આપી પોતાના કામમાં વ્યસ્ત થતી. શેમાં વ્યસ્ત થતી એ રામ જાણે.

એક દિવસ એવું બન્યું કે મિતાલી ઘરેથી હોસ્ટેલ જવા રવાના થઈ. સાંજે એની હોસ્ટેલમાંથી એના ઘરે ફોન આવ્યો કે 'મિતાલી કેમ આજે હોસ્ટેલ પરત નથી આવી ?'

સાંજે મિતાલી ના પિતાજી ઘરે આવ્યા ત્યારે તેની માએ ડરતા ડરતા આ વાત તેના પિતાજીને કરી. 


"કહું છું, મિતાલીની હોસ્ટેલમાંથી આજે ફોન આવ્યો હતો. હજુ સવારેજ મિતાલી આપના ગયા પછી હોસ્ટેલ જાઉં છું કહીને નીકળી હતી. પરંતુ તે હજુ હોસ્ટેલ પહોંચી નથી. આજે સાંજે તેને રિપોર્ટિંગ કરવાનું હતું. જો તે આજે રિપોર્ટિંગ ન કરે ને તો તેનો આખું વર્ષ બગડી શકે તેમ છે." 

"શું વાત કરે છે? પછી તમે લોકોએ મિતાલીના ફોન ઉપર ફોન કર્યો કે ? કંઈ હોતું હશે ?આ છોકરી તો સાવ ગેર જિમ્મેદાર છે. તેને ખબર નથી પડતી કે તેનું આખું વર્ષ બાતલ જશે ?" એના પિતા ગભરાટ અને ગુસ્સાના મિશ્ર ભાવ સાથે બોલ્યા. 

"કહું છું, જવાન છોકરી છે. કંઈક ઊંચું થઈ જશે તો ? આપણે પોલીસમાં ફરિયાદ નોંધાવવી છે ?" મિતાલીની માએ કહ્યું.

"હા ચાલ. પહેલાં એવું કરીએ કે આપણે પોલીસ સ્ટેશન જઈએ. સાથે મિતાલીનો કોઈ ફોટો હોય તો લઇ લેજે." તેના પિતાએ કહ્યું. 

મિતાલીના પિતાએ પોલીસ સ્ટેશન જતાં જતાં રસ્તામાં મિતાલીના ફોન ઉપર ઘણા બધા ફોન કર્યા. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ઇન્સ્પેક્ટર ત્યાં હાજર નહોતા. તેઓ કોઈ કેસ અંગે બહાર ગયા હતા. લગભગ બે કલાક રાહ જોયા બાદ તેમને ઇન્સ્પેક્ટરને મળવાનો મોકો મળ્યો.

"આ શું થાય તમારે ? ઘરેથી ક્યારે નીકળ્યા હતા ?" ઈન્સ્પેક્ટરે બને તેટલા નરમ અવાજે કહ્યું.

"સાહેબ એ મારી દીકરી છે. સવારે લગભગ સાડા દસ વાગ્યે અમદાવાદ જવાની બસમાં મારી પત્ની તેને બેસાડી આવી હતી." મિતાલીના પપ્પાએ પોતાને જાણ હતી તેટલી માહિતી ઇન્સ્પેક્ટરને આપી.

"એની પાસે કોઇ મોબાઇલ ફોન છે ?" ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

"હા સાહેબ એનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિશન થયેલું છે અને તે દાક્તરી ભણી રહી છે." મિતાલીના પપ્પા એ કહ્યું.

"સારું. અમે તપાસ કરીએ છે તમે પણ તમારી રીતે તપાસ કરતા રહેજો. છોકરી વયસ્ક છે. બની શકે કે પોતાની મરજીથી ક્યાં ગઈ હોય. તેના કોઈ મિત્ર હોય તો તેને ફોન કરીને જરૂરથી પૂછજો."ઈન્સ્પેક્ટરે સલાહ આપી.

મિતાલીના પપ્પા ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા. જ્યારે પણ વેકેશનમાં ઘરે આવતી ક્યારે પણ તે તેના મોબાઇલમાં વ્યસ્ત રહેતી હતી. તેથી અમદાવાદમાં તેના મિત્રો કોણ કોણ છે એ વિશે તેઓને કોઇ જ ખ્યાલ ન હતો. તેમણે ફરી એક વખત મિતાલીના ફોન પર ફોન કરવાની કોશિશ કરી. હજુ પણ મિતાલીનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ખબર નહીં કેમ પણ તેમણે હોસ્ટેલમાં ફરીથી ફોન કર્યો.

"હલો, મેડમ હું મિતાલીના પપ્પા વાત કરું છું. મારે વોર્ડન સાથે વાત કરવી હતી." મિતાલીના પપ્પા એ ફોન ઉપાડ ને કહ્યું.

"હા બોલો. હું વોર્ડનજ વાત કરું છું. મિતાલી હજુ સુધી હોસ્પિટલ પહોંચી નથી અને અમારી તેની મમ્મી સાથે વાત થઈ ત્યારે તેમણે એવું જણાવ્યું કે સવારે સાડા દસ વાગ્યે તેમણે મિતાલીને બસમાં બેસાડી છે અમદાવાદ માટે. પણ સર મિતાલી અહીં પહોંચી જ નથી." વોર્ડને કહ્યું.

"જાણું છું મેડમ. મને મિતાલીના મમ્મીએ જણાવ્યું. પણ હકીકતમાં મેં હમણાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે મને તેમણે તેના મિત્રોની સાથે વાત કરવા માટે કહ્યું. તો શું આપ મને જણાવી શકશો કે મિતાલીના ત્યાં મિત્રો માં કોણ કોણ છે?" મિતાલીના પપ્પા એ થોડાક ઊચાટ ભર્યા અવાજે કહ્યું.

"સર મિતાલીને તો ફક્ત ત્રણ જ બહેનપણી છે. રીમા, ગાર્ગી અને પૂજા. પૂજાની તબિયત નથી સારી તેથી તે પાંચ દિવસ પછી હોસ્ટેલમાં આવવાની છે અત્યારે ત્યાં હોસ્પિટલમાં છે. રીમાના ભાઈના લગન છે તેથી તે પણ નથી આવવાની. મેં તપાસ કરાવી હતી કે કદાચ મિતાલીને તે લોકોએ પોતાના ઘરે બોલાવી હોય. પરંતુ તે લોકોએ કહ્યું કે જો એવું કંઈ હોય તો તે લોકો એ હોસ્ટેલમાં પહેલા ઇન્ફોર્મ કરે. રહી વાત ગાર્ગીની. તો કાર્ય કરતા કરતા એવું કહ્યું કે મે તેને લૉ ગાર્ડન પાસે મળવા તો બોલાવી હતી પરંતુ તે આવી જ નહીં." વોર્ડને કહ્યું. 

"આભાર મેડમ. પણ મને થોડો ટાઈમ આપો અમે પોલીસ કમ્પ્લેઇન કરી છે તો મિતાલી જલ્દી મળી જશે. તેનો એડમિશન કેન્સલ ના થાય તેટલી મદદ કરજો." મિતાલીના પપ્પાએ ગળગળા અવાજે કહ્યું.

મિતાલીના પપ્પા એ મળેલી જાણકારી તરત જ મોબાઈલ પર ઇન્સ્પેક્ટરને પહોંચાડી. સાથે-સાથે વોર્ડન પાસેથી લીધેલો ગાર્ગીનો નંબર પણ તેમણે ઇન્સ્પેક્ટરને આપ્યો. કારગીલના મોબાઇલ પરથી ટ્રેક કરતા કરતા ઇન્સ્પેક્ટરને થોડી એવી બાતમી મળી કે જે ખરેખર મિતાલીને શોધવામાં બહુ મોટો ભાગ ભજવી ગઈ. આગળના ચાર કલાકમાં ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ મિતાલી સુધી પહોંચી ગયા.


મિતાલીના મળ્યા પછી ઈન્સ્પેક્ટરે આખી વાત વોર્ડન ગાર્ગી અને મિતાલીના માતા-પિતાને જણાવે જે સાંભળી બધા જ સ્તબ્ધ બની ગયા હતા.

"સ્માર્ટફોનનો ઉપયોગ શરૂ કર્યા પછી મિતાલીને પબજી રમવાનો ચસકો લાગ્યો હતો. પબજી પર તેઓ એટલે કે મિતાલી અને ગાર્ગી રમતા રમતા કેટલાય અજાણ્યા લોકોના સંપર્કમાં આવ્યા હતા. તેમાંના એક છોકરા સાથે ગાર્ગીને પ્રેમ થઇ ગયો હતો. મિતાલી આ વાત જાણતી ન હતી. ગાર્ગીને એવું કહેવામાં આવ્યું હતું કે આ વાત તેણે કોઇને પણ કરવી નહીં. ગાર્ગીએ જ્યારે પોતાના ફોનમાંથી મેસેજ કર્યો કે આપણે ૧:00 વાગ્યે લો ગાર્ડન મળીએ છીએ, એ પછી પાણીપુરી ખાતા ખાતા તેણે બાજુ પર મુકેલો ફોન તેના બોયફ્રેન્ડને ઉઠાવીને બીજો એક મેસેજ કર્યો કે સોરી ૧:00 નહીં પરંતુ ૧૨:00 આપણે મળીએ છીએ. ગાર્ગીનો પ્લાન મિતાલી સાથે શોપિંગ કરવા જવાનો હતો. બાર વાગ્યે પહોંચેલી મિતાલી જ્યારે ગાર્ગીની રાહ જોઈ રહી હતી ત્યારે જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને એક જગ્યાએ બાંધી ને કેદ કરવામાં આવી હતી. દરમ્યાનમાં ગાર્ગી વોર્ડ અને પૂછપરછ શરૂ કરતાં છોકરો ગભરાઈ ગયો અને તેણે વિશાલને ગેરેજમાં કેદ કરીને રહેવા દીધી. મિતાલીનો ફોન પણ તેણે સ્વીચ ઓફ કરીને સાઈડમાં મુકી દીધો હતો.''

એક ક્ષણ રોકાઈને ઈન્સ્પેક્ટરે આગળ કહ્યું. "આપને નવાઈ લાગશે પરંતુ આ એ ગેંગ છે જે સગીર વયની છોકરીઓને ફોસલાવીને ભોળવીને કે અપહરણ કરીને હ્યુમન ટ્રાફિકિંગ નામનો ગુનો કરે છે. ગાર્ગી બેટા તું જ નહીં આવી તો આ ગેંગની કેટલીય ગર્લફ્રેન્ડ છે જેમની ફ્રેન્ડ તેમનો પહેલો શિકાર હોય છે. આવી કોઈ છોકરી ને ખબર પડી જાય ને તો એને પણ દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. આ એક બહુ મોટું ષડયંત્ર છે. યંત્રને પકડાવા માટે આ બંનેને સરકાર તરફથી જાહેર કરેલું 50 હજારનું ઇનામ મળે છે."


"પપ્પા મારી ભૂલ થઈ ગઈ. તમે મને સમજાવી હતી કે મારું ભણતર મારા માટે મહત્વનું હોવું જોઈએ મોબાઇલ નહી. પરંતુ હું મોબાઈલના મોહમાં એવી ફસાઈ કે આ માયાજાળમાંથી નીકળવાનો મને કોઈ રસ્તો જ મળ્યો નહીં. અને અંતે હું એક ખૂબ ડરામણી પરિસ્થિતિમાં મૂકાઈ ગઈ. મને માફ કરી દેજો અને આવું ફરી નહીં થાય એટલો વિશ્વાસ રાખજો." મિતાલી એ રડતા રડતા કહ્યું.  તેણે પોતાની મોટી બહેનની પણ માફી માંગી અને વોર્ડનની પણ માફી માંગી.

"ચલો અંત ભલા તો સબ ભલા.. એ રાહે જો હવે તમે બંને સમજી ગયા હોવ તો હવે પછી તમને મળેલી તક ગુમાવ્યા વગર ભણવામાં પાછળ ચિત પરોવી દો અને એક સફળ ડૉક્ટર બનીને બહાર નીકળો." તેના પપ્પાએ બંને છોકરીઓના માથા પર હાથ ફેરવતા કહ્યું.

ખરેખર મોબાઇલની માયાજાળ કેટલા બધા મોહ પેદા કરી શકે છે કોણ જાણી શક્યું છે ?


Rate this content
Log in

Similar gujarati story from Crime