pooja raval

Drama Thriller

4  

pooja raval

Drama Thriller

મણિબંધ -૧

મણિબંધ -૧

4 mins
119


આજના જમાનામાં કોણ પોતાનું અને કોણ પારકું એની ઓળખ કરવી ઘણી જ મુશ્કેલ છે. આવા સમયમાં જો તમારી પ્રસિધ્ધિ તમારા જીવનમાં મુશ્કેલીઓ લઈને આવતી હોય તો? જો તમને જાણ જ ના હોય કે તમારો અતીત રક્તરંજિત જ નહીં પરંતુ ખૂબ ડરામણો પણ છે તો? અને જો તમને ખબર પડે કે તમારા જીવનમાં સુખ સફળતા અને સમૃદ્ધિ ત્યારે જ દરવાજા પર દસ્તક દેશે જ્યારે આપ આ આફતોની આગમાં પૂરેપૂરા ધકેલાઇ જશો તો? શું તમારા અસ્તિત્વ માટે આ લડાઇ ખૂબ નાની નથી? 

આવી જ એક લડાઈ લડવાની હતી મીરાને પણ. મીરા સહેજ શ્યામવર્ણી, લંબગોળ મુખાકૃતિ, મિડિયમ લંબાઈના વાળ, ઈન્ડિયન કુર્તી અને પાયજામાનો પહેરવેશ, આંખોમાં ઊંડાણ,પાતળા હોઠ, કમાનાકાર ભ્રમરો, પહોળું કપાળ, ચાલમાં તરવરાટ અને જીવનમાં વાગેલી ઠોકરો પર લાગે ખાડાવાળા ગાલના સાનિધ્યમાં રહેલું મીઠું સ્મિત. . . . . કોઈ કવિની ઉત્કૃષ્ટ કલ્પના, પરંતુ આ કલ્પના સહેજ શ્યામ. . . જાણે શ્યામવર્ણી શ્યામની આભા. . . .

એને જરૂર નહોતી રૂપરંગની કોઈને આકર્ષવા,

એ તો પહોંચી જતી દિલને પ્રેમથી પામવા,

થોડી હતી નટખટ એ નાર નવેલી,

તરવરાટ એને નહોતો દેતો થાકવા. . . . .

આવી પ્રાંજલ એક સાધારણ મધ્યમ વર્ગીય યુવતી હતી. દિવસની શરૂઆત પછી થતી અને જરૂરિયાતોની બૂમ પહેલાં પડતી. ઘરમાં ફક્ત બે જ સદસ્ય. . . મીરા અને તેની નાની બહેન રીમા. . . . રીમા નું વ્યક્તિત્વ તદ્દન વિપરીત. પોતાનામાં જ હંમેશાં ખોવાયેલી રહેતી, ખભા સુધીના વાળને ઊંચા બાંધેલાં હોય, સ્મિતના નામે મીંડું. . . , આંખોમાં ભારોભાર ભરેલો અવિશ્વાસ. . . , અને તદ્દન સુસ્ત. . .

બધું જ બરાબર ચાલી રહ્યું હતું. . . જ્યાં સુધી એ દિવસે એ ઘટના નહોતી ઘટી ત્યાં સુધી. . .

મીરા એક જાહેરાતની કંપનીમાં રિસેપ્શન કાઉન્ટર પર રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. એ દિવસે એની ઓફિસમાં આવેલ એક ગ્રાહક નીલને મળ્યા બાદ તેના જીવનમાં બદલાવ શરૂ થઈ ગયો હતો.  

નીલ ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વનો અને એક નાનકડી ટ્રાવેલ એજન્સીનો માલિક હતો. નીલ દર મહિને ૩ થી ૪ ટૂર ઓપરેટ કરતો હતો. આમ તો એ 'સ્પંદન એડવર્ટાઈઝિંગ' નો ઘણો જૂનો ગ્રાહક હતો. પરંતુ હંમેશા અહીં જાહેરાતના કામકાજ અર્થે તેનો નાનો ભાઈ સાવન આવતો હતો.  

પહેલી જ મુલાકાતમાં નીલ મીરાના દિલમાં વસી ગયો હતો. એમાં પણ જાણે નિયતિ ખેલ સર્જતી હોય તેમ નીલે જતા પહેલા મીરાને કોઈ અંગત કામ માટે સાંજે બાજુના ચાયવાયના શોપમાં બોલાવી હતી. મીરાને તો જાણે ભાવતું'તું અને વૈદે કીધું જેવો ઘાટ ઘડાયો હતો.

એ દિવસે મીરા જ્યારે નીલને મળી ત્યારે નીલે તેની સમક્ષ કેટલાક ફોટોગ્રાફ રજૂ કર્યા હતા.  

" મને તો હજુ પણ વિશ્વાસ નથી બેસતો કે હું આ ફોટો તમને મળ્યા પહેલા જોઇ ચૂક્યો છું. આ ફોટો સાથે તમારે કોઈ સંબંધ છે ખરો?" નીલે ઔપચારિકતા છોડી સીધો પ્રશ્ન કર્યો.  

" આ ફોટોમાં હું નથી. આપ જોઈ શકો છો કે આમાં જે સ્ત્રી છે તે મારા કરતાં ઘણી ગોરી છે. તમને કદાચ કોઈ વહેમ થયો છે. " મીરાએ કહ્યું.

" માની લો કે આ મારો વહેમ છે. તો પણ શું આ જાણવા જેવી વાત નથી?" નીલે પૂછ્યું.

" મારી પાસે આ બધું જાણવા નો સમય નથી. મારી ઉપર મારી અને મારી બહેનની જવાબદારી છે. હું જો આ બધું શોધવા જઈશ ને તો મારે ભૂખ્યા રહેવાનો વારો આવશે. " મીરાએ દર્દ ભર્યું સ્મિત આપ્યું.

" તેમ છતાં હું ઈચ્છીશ કે તમે આ ફોટોગ્રાફ તમારી પાસે રાખો અને તમને કંઈ પણ એવું લાગે છે ત્યાં હું તમારી મદદ કરી શકું તેમ છું તો આ મારો નંબર છે જેની પર આપ ગમે ત્યારે કોલ કરી શકો છો. " નીલે કહ્યું.  

ચા અને વેજીટેબલ ટોસ્ટ નો નાસ્તો પૂરો કરીને તેઓ બહાર નીકળ્યા. થોડું મોડું થઈ ગયું હોવાથી મીરા પોતાના સ્કુટી તરફ વળી.

તેને પણ આ વિચિત્ર લાગ્યું હતું કે આમ અચાનક પહેલીવાર મળી ને કોઈ આટલા બધા વિશ્વાસથી કેવી રીતે કહી શકે કે આ ફોટામાં હું જ છું?

એ ઘરે પહોંચી તો તેણે જોયું કે ઘરે તાળું લટકતું હતું. રીમા કદાચ રમવા ગઈ હશે એવું સમજીને તે રીમાને બોલાવવા મેદાન તરફ આગળ વધી. એ મેદાનમાં પહોંચી ત્યાં તેણે રીમાને કોઈની સાથે વાત કરતા જોઈ. તે હજુ આગળ વધે અને જુએ કે કોની સાથે વાત કરી રહી છે તે પહેલા તે માણસે રીમાને ખેંચીને બાજુમાં ઊભેલી વેનમાં બેસાડી દીધી. રીમાએ ઝપાઝપી કરીને એના હાથમાંથી છૂટવાના પ્રયત્નો કર્યા પરંતુ તેના હાથમાંથી ઘરની ચાવી ત્યાં આગળ પડી ગઈ અને પેલા માણસે વાનનો દરવાજો બંધ કરી દીધો.  

મીરા ક્યાં સુધી તેની પાછળ દોડી. પરંતુ વાન રીમાને લઈને ફુલ ઝડપથી ક્યાંક અલોપ થઈ ગઈ.  

રીમાનું અપહરણ કોણે કર્યું હશે? એક મધ્યમવર્ગીય માણસ સાથે કોઈને શું દુશ્મની હોઈ શકે? શું આમાં નીલ કે તેના ભાઈનો ક્યાંય હાથ હશે? હવે આગળ શું થશે? 

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama