pooja raval

Drama

4.3  

pooja raval

Drama

મારી પ્રેમકહાણી

મારી પ્રેમકહાણી

7 mins
261


મોટે ભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડીવાર વાર પછી કોઈ રોડ પર પુરપાટ દોડ્યું જતું હોય તેવો અહેસાસ થયો. એ દોડી જનારના પગલાનો અવાજ શમે તે પહેલા તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાંજ સ્તંભી ગયું. અને એટલામાં આઘું પાછું થઇ કંઇક શોધવા લાગ્યું. પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું, તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહોને કે માણસ જ હતું. પણ કંઇક જૂદું હતું. તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતું હતું.

મારા માટે આવી ઘટનાઓ મારા અડધી રાત્રે થતાં જાગરણની પ્રેરણા હતી. આવી વાર્તાઓ મને આમ અજાણતાં જ મળી જતી. 

આ યુવતી ચાલતા ચાલતા પોતાના જમણા હાથથી પોતાના ડાબા હાથને મજબૂત રીતે પકડીને ચાલી રહી હતી. હું મારા સ્ટડી ટેબલ પાસેની બારીમાંથી એને જોઈ રહ્યો હતો. મારે એને બીવડાવવી ન્હોતી. તેથી હું તેની પ્રક્રિયા જોઈ રહ્યો હતો.

મારું નાનકડું નિવાસસ્થાન આમ જુઓ તો શહેરની બહાર છતાં શહેરના હાર્દસમા વિસ્તારના છેડે આવેલું હતું. અમદાવાદમાં સ્થાયી થયા પછી ધીરે-ધીરે પોતાની સીમા વિસ્તારતા શહેરની સીમાઓ જ્યાં વિસ્તરી નહોતી ત્યાં એટલે કે કર્ણાવતી ક્લબની પાછળની ગલીમાં મેં ઘર લીધું ત્યારે મારા દરેક સંબંધીઓએ મને ટોક્યો હતો. પરંતુ મને આ સ્થળ આસપાસ વ્યાપેલી શાંતિના લીધે ખૂબ જ ગમી ગયું હતું. 

બંગલો બનાવવાનું મારું સ્વપ્ન મેં અહીં પૂરું કર્યું ત્યારે ઘણા ભારપૂર્વક મારા પર લગ્ન કરી લેવાનું દબાણ થયું હતું.. મારી લેખન પ્રવૃત્તિ અને અવલોકનની મારી આદત સાથે મારી સફળતા અને નિષ્ફળતા પચાવી શકે તેવી કોઈ છોકરીની તલાશમાં હું ત્રીસી વટાવ્યા છતાં એકલો હતો.

મારું મકાન રોડ ટચ હોવાના લીધે મને આ ઘટના સ્પષ્ટપણે દેખાઈ હતી. એ છોકરી ધીરે ધીરે ચાલતા ચાલતા પડી ગઈ એ જોઈ હું રસોડાવાળો દરવાજો ખોલી પાછળની ઝાપલીમાથી બહાર આવ્યો. એની નજીક આવી મેં કોઈ ફિલ્મના હીરોની માફક એને ચત્તી કરી એના નાક આગળ હાથ મૂક્યો. શ્વાસ ધીરા પણ સ્થાયી ગતિથી અંદર બહારની રમત રમી રહ્યાં હતાં.

એના ડાબા હાથ પર એક કપડું બાંધેલું હતું. એમાંથી કોઈ પ્રવાહી નીકળી રહ્યું હતું. અહીં અજવાળું ઓછું હોવાના લીધે કશું દેખાતું નહોતું. તેથી મેં બૂમ મારી.

"બહાદુર?... ઓકે બહાદુર?" મારો વોચમેન આગળના દરવાજાને છોડીને ઘરને ફરતા કમ્પાઉન્ડમાંથી પાછળ ઝાપલી પાસે આવ્યો.

"જી શાબજી..." બહાદુર બોલ્યો.

" અહીં આવ. મને મદદ કરાવ." બહાદુર ગુજરાતી બરાબર સમજતો હતો.

"જી શાબજી." તેણે મને એ યુવતીને અંદર લેવડાવવામાં મદદ કરી. 

" પાબંદી, આપ ક્યૂં પડતા હૈ ઈસ મામલે મેં? યહ કોન હૈ આપકુ કહાં પતા હૈ? ખામખા કહીં બસ ન જાઓ." મારા તરફની વફાદારી અને માનવતાના નાતે તેણે કહ્યું. 

અમે એને બેઠકખંડમાં લઈ આવ્યા. મેં સોસાયટીમાં જ રહેતા મારા ડોક્ટરમિત્રને ફોન કરીને બોલાવ્યો. આને પાછળની વસ્તીમાં રહેતી શંકુતલાને પણ ફોન કરીને દોડાવી. સાથે જણાવ્યું કે એને આજની રાત કદાચ મારા ત્યાં જ રોકાવું પડશે. 

આવું ઘણીવાર બનતું. જ્યારે અમારા કોઈ સંબંધીની દીકરી કે મારી મમ્મી મારા ઘરે રોકાવા આવતી ત્યારે ઘણીવાર એ આમ જ રોકાઈ જતી. એની મોટી દીકરી કુસુમ એના નાના ભાઈ બહેન ને સાચવી લેતી. એનો ધણી આમ પણ દારૂ પીને ગમે ત્યાં પડ્યો રહેતો. એટલે એ આવી જતી.

હવે મારું ધ્યાન એ યુવતી પર ગયું. ૨૫ ની આસપાસની મજબૂત બાંધો ધરાવતી યુવતી હતી એ. ખૂબ કસાયેલી શરીર અને ખેલાડી વ્યક્તિત્વ ધરાવતી હતી. 

થોડી વારમાં ડોક્ટર પોતાની બેગ લઇને ત્યાં પહોંચી ગયો. 

" શું થયું નવીન? કોને વાગ્યું છે? બહુ વાગ્યું છે કે શું?" અંદર આવતાં જ એણે પ્રશ્નોની ઝડી વરસાવવાનું શરૂ કરી દીધું.. સોફા પર સુવાડેલી છોકરીને જોતાં જ તે બરાડ્યો. 

" કોણ છે આ? ક્યાંથી લઈ આવ્યો આને? શું વાગ્યું છે? તું ઓળખે છે આને? "

" ડોક્ટર શાંત થઈ જા. મને નથી ખબર. પાછળના રસ્તા પર બેભાન થઈને પડી ગઈ હતી." મેં કહ્યું.

" એટલે તને એ નથી ખબર કે આ કોણ છે? " ડોક્ટરે કહ્યું.

" અરે તું ‌એને ભાનમાં લાવીશ તો ખબર પડશે ને?" મેં કહ્યું. 

ડોક્ટરે તેને એક ઇન્જેક્શન આપ્યું. આને મને થોડી ગોળીઓ આપી. એને કશુંક ખવડાવીને આપવા માટે.

" હે માયલા, યે તો યહાં છિપકર બેઠી હૈ સાલી ચોર કહીં કી." શકુંતલાએ આવતા જ શરૂ કરી દીધું. " તમે મને અહીં આના માટે બોલાવી છે સાયબ? આ તો એકદમ પાકી ચોર છે.. હમારી બસ્તી માંથી છેલ્લા ૪ દિવસથી રાંધેલું ચોરી જાય છે." 

" વાત સાચી છે. પણ ઘણા દિવસથી ભૂખી હોય તેમ પણ લાગે છે." ડોક્ટરે ટાપસી પૂરાવી.

" મૈંને કુછ નહિ કિયા. મુઝે પુલિસ મેં મત દેના પ્લીઝ સાબ." અચાનક પાછળથી મારા પગ પકડીને રડતાં રડતાં તે યુવતી બોલી.

" તું અહીંયાં બેસ. તને ગુજરાતી આવડે છે ને?" મેં એને શાંત પાડવાના ઈરાદા સાથે કહ્યું.

" હા થોડું આવડે છે." એણે જવાબ આપ્યો. 

" શું નામ છે તારું? ક્યાંથી આવી છું? કેમ ચોરી કરવી પડી?" મેં તેની આંખોમાં નિર્દોષતા જોઈ પૂછ્યું. 

" મારું નામ સોફિયા છે. હું મૂળ ગોવાની છું. હું ૧૨ ધોરણ પછી ફૂટબોલ સારું રમતી હોવાના લીધે રમતગમતમાં આગળ વધવા માંગતી હતી. પણ મારા માતા-પિતા ને તે મંજૂર નહોતું. લગભગ પાંચ વર્ષની લાંબી ભણતરની સફર પૂરી કરી મેં નોકરી શરૂ કરી અને સાથે સાથે ફૂટબોલ પ્રેક્ટિસ પણ. એક દિવસ મારા માતા-પિતા કોઈ કામથી બહારગામ જઈ રહ્યા હતા ત્યારે બ્રેક ફેલ થઈ જવાથી તેમનો એક્સિડન્ટ થયો અને તત્કાળ સ્થળ પર તેમનું મૃત્યુ થયું. આ પછી હું એકલી સંતાન હોવાના લીધે મને રોકનાર કોઈ ન રહ્યું. તેથી મારા કોચ સાથે મેંગ્લોરમાં થનાર અબોવ ૧૮ ની સ્પર્ધામાં મેં ભાગ લીધો. હું મારી ટીમની ગોલકીપર હતી. પરંતુ અમારી ટીમ ભયાનક રીતે હારી જતાં હું રોતી હતી ત્યારે મારા કોચે આવીને મને શાંત પાડવાના બહાને નજીક આવી મારા પર જબરદસ્તી કરી. ત્યાંથી ભાગતા મને પહેલી જે બસ મળી તેમાં હું ચડી ગઈ. આ બસ ગુજરાતની વિજેતા બનેલી ટીમની હતી.. હું અમદાવાદ પહોંચી ગઈ... મારી પાસે કોઈ સામાન કે કોઈ બીજી નકલો ન હોવાથી મને ક્યાંય કામ મળે તેમ નહોતું.. એટલે છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી હું આ એરિયામાં રખડતી હતી. અને ભૂખ સહન ન થતાં મારે કમને આ કામ કરવું પડ્યું.એમા જ ભાગતા ભાગતા આ વાગી ગયું." એણે રડતાં રડતાં કહ્યું.

" અકો બાઈ, ટેન્શન નકો લેને કા. યહાં પર કહીં ના કહી કામ મિલ જાયેગા." શકુંતલાએ પાણીનો ગ્લાસ ધર્યો. 

 મેં એને અહીં જ રોકાઈ જવા કહ્યું. 

" ડોક્ટર બને તો આપણે એક વખત એના ઘેર તપાસ કરીએ. પછી જો સાચી હોય તો એને મદદ કરીએ." મેં ધીરેથી ડોક્ટરના કાનમાં કહ્યું. અને શકુંતલાને કંઈક ખાવાનું આપવા કહ્યું.

બીજા દિવસ સવારથી તે જાણે પોતાના પરથી અહેસાન ઉતારવા માંગતી હોય તેમ ઘરના નાના મોટા કામ અને મારા દરેક લખાણની કાળજીપૂર્વકની દેખરેખ માથે લઈ લીધી. 

હું ધીરે ધીરે તેના પર આધારિત રહેવા માંડ્યો હતો. અને અચાનક એક દિવસ એક માણસ ચડી આવ્યો.

 " દેખ મેં તેરી અસલિયત સબકો બતા દૂગા. તું ઈતના સબકુછ કરકે આસાની સે બચે નહિ સકતી. મેં સબકો બતા દૂગા." હું નાહીને નીકળ્યો ત્યારે મેં સાંભળ્યું. 

"શું થયું? કોણ છે આ સોફિયા?" મેં સોફિયાને પૂછ્યું. 

મેં સોફિયાના મોં પર ભયની રેખાઓ સ્પષ્ટ થતી જોઈ..

" કંઈ નહિ સાહેબ. એ તો ખાલી ધમકીઓ આપે છે." સોફિયાએ કહ્યું. 

"આણે જ તને છૂરો માર્યો હતો ન?" મેં અચાનક પૂછ્યું તો એ લગભગ રોવા જેવી થઈ ગઈ.

" સાબ આપ અચ્છે આદમી હો. આપ ઈસે જાનતે નહિ. યે એકદિન આપકો ભી મારકર ભાગ જાયેગી." પેલા માણસે કહ્યું. 

" નહિ સાબ, મૈંને કુછ નહિ કિયા. વહ મેરી ઈજ્જત લૂંટના ચાહતા થા. ખુદ કો બચાતે બચાતે ઉસકો લગ ગયા. મુઝે નહિ પાતા થા વો મર જાયેગા. મેં તો સિર્ફ ઉસે ડરાના ચાહતી થી." સોફિયાએ રડતાં રડતાં કહ્યું. એ મારા દિલમાં ઘર બનાવી ચૂકી હતી. મારાથી એનાં આંસુ સહન ન થયાં. છતાં દિલ પર પથ્થર રાખીને મેં આગળ સવાલ કર્યો.

" તો શું આ પણ તને મારવા માંગતો હતો? " 

" નહિ સાબ યહ મુજે યે ટેપ દિખાકર બ્લેકમેઇલ કરના ચાહતા થા. મારા શરીર સાથે રમવા માગતો હતો. પણ બીજી વાર આવી ભૂલ ન થાય એટલે હું છુપાતી અને લપાતી હતી." સોફિયાએ કહ્યું...

"નહિ સાબ યે જૂઠ બોલે રહી હૈ. યે આપકો ફસાના ચાહતી હૈ. યહ આઈ થી મેરે પાસ‌ સોદા કરને. પર મેને મના કર દિયા તો ઉસને મુજ પર ભી હમલા કિયા દેખિયે." પેલો માણસ બોલી ઊઠ્યો.

" એ હવે અમે જોઈ લઈશુ." ઇન્સ્પેકટરે અંદર પ્રવેશતાં કહ્યું.

" થેન્ક્યુ સર." મેં કહ્યું.

સોફિયા આશ્ચર્યથી આ બધું જોઈ રહી.

" હું થોડા દિવસ પહેલા જ ગોવા ગયો હતો. ત્યાં તપાસ કરી તો સચ્ચાઈ સામે આવી. તારા સિવાય બીજી છોકરીઓ એ પણ એ કોચની ફરિયાદ કરેલી. આને સ્વ બચાવમાં થયેલી ઈજા માટે કોઈ જવાબદાર ન હોય. બધાં આરોપો સાબિત થતાં કોચને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યો.. અને કર્ણાવતી ક્લબની પાછળના સીસીટીવી કેમેરામાં આવી હરકત પણ કેદ હતી, ખાલી તારા કન્ફેશન્સની વાર હતી. એ મેં કરાવી આપ્યું.

તે રડતાં રડતાં મને વળગી પડી.

" સોફિયા હું વિચારતો હતો કે આપણે ગોવાના બીચ પર વિધિવત જીવનમરણના કોલ આપી એકબીજાના બની જઈએ તો?" મેં થોડાક રોમેન્ટિક અંદાજમાં કહ્યું.

સોફિયાના કાળા ગાલ જાંબલી થઈ ગયા. તે શરમાઈ ગઈ અને હા પાડી.


Rate this content
Log in

Similar gujarati story from Drama