pooja raval

Tragedy Crime

4.2  

pooja raval

Tragedy Crime

એક અંધારી રાત

એક અંધારી રાત

7 mins
281


એ દિવસે હું રાત્રે મોડો ઘેર આવ્યો હતો. રમોલા મારા પર ખૂબ અકળાઈ હતી. એ મને ખૂબ જ પ્રેમ કરતી હતી. એટલિસ્ટ મને તો એવું જ લાગતું હતું. આ જ કારણ હતું કે હું બેઠકખંડમાં સૂઈ ગયો હતો. અડધી રાત્રે મારી ઊંઘ ખૂલી તો આ શું ? આવા કોઈ દ્રશ્યની મને કલ્પના જ નહોતી. હું આખા ઘરમાં ફરી વળ્યો. મારા અને રમોલાની લાશ સિવાય આખા ઘરમાં કોઈ જ નહોતું. 

'તો શું મેં ?.... ના, ના.... એવું ન બને. હું આવું ન કરી શકું. હું તો...... હું તો એને મારા પ્રાણ થકી પણ વધુ ચાહું છું... હું તો એને જીવું છું.. હું.... ' મારી આંખો સામે એક લાશ પડી હતી અને એ પણ મારી પ્રિયતમા પત્નીની... 

મારી પ્રાણ પ્રિય પત્નીની લાશ જોઇને હું સર્વાંગ ધ્રુજી ઉઠ્યો. મારી આંખમાંથી અનરાધાર અશ્રુઓ સરી પડ્યા. મારું રુદન પોલીસ વ્હેનની આવી રહેલી સાયરનમાં દબાઈ ગયું. શું મેં મારી પત્નીની હત્યા કરી હતી ? આ સવાલ મારા દિલને ધ્રુજાવી ગયો. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. કૉલેજ સમયથી અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અમે લવ મેરેજ કર્યા હતા. મારા પ્રાણ પ્રિય પત્ની રમોલાની હત્યા? અને તે પણ મારા હાથે? કલ્પનામાં પણ તે શક્ય નથી. લગ્નજીવન દરમિયાન મેં કદી તેના પર હાથ પણ ઉપાડ્યો નથી. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ હાજર નહોતું! સામે મારી પત્ની રમોલાની લાશ પડી હતી. આવા સંજોગોમાં પોલીસ મને જ હત્યારો સમજી બેસશે.

હું થોડીવાર અવાક બનીને બેસી રહ્યો. મારા કપડાં અને મારા હાથ પર લોહી લાગેલું હતું. મારી નજર સામે જેલનું દ્રશ્ય તરવરી ઉઠ્યું. હું ખરેખર ગભરાઈ ગયો. મને ખૂબ ડર લાગી રહ્યો હતો. હું આ હાલતમાં પણ રમોલાને છોડીને જવા તૈયાર નહોતો. મારો પ્રેમ મારી નજર સમક્ષ નિષ્પ્રાણ થઈને પડ્યો હતો. પોલીસ આવી અને મને પકડી ગઈ. મને એક હમણાં જ ધોળાવ્યો હોય તેવા રૂમમાં એક લાકડાની ખુરશી પર બેસાડવામાં આવ્યો હતો. આખા રૂમમાં ફક્ત એક નાનકડું પાણિયારું, એક ટેબલ, ટેબલની એક તરફ પડેલી એક ખુરશી અને મારી તરફ પડેલી બે ખુરશીઓ, ત્રણ ચાર કબાટો આને કબાટની ઉપર પડેલાં થોકે થોક ફાઈલના થપ્પા, ટેબલ પર એક ડેસ્કટોપ અને કેટલીક ફાઈલો સિવાય કશું જ નહોતું. 

મારી આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા. 

"તો મિસ્ટર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, શું થયું હતું એ રાત્રે કે તમારે આમ આવું ગોઝારું પગલું ભરવું પડ્યું ?" ઇન્સ્પેકટરે રૂમમાં પ્રવેશતાં જ પૂછ્યું.

"સાહેબ મારો વિશ્વાસ કરો. હું આવું કરી જ ન શકું. કારણકે મને મારી પત્ની ખૂબ જ વ્હાલી હતી.. તે મારો જીવ હતી. હું તેને મારા પ્રાણથી અધિક ચાહતો હતો." મેં કહ્યું.

"અને છતાં એ મરી ગઈ છે અને તમે જીવો છો. ઉપરાંત એના જ ખૂનના ગુના હેઠળ તમારી ધરપકડ કરવામાં આવી છે. આ કોઈ ક્રાઈમ પેટ્રોલનો એપિસોડ નથી ચાલી રહ્યો. તમારી ધરપકડ ખૂન જેવા સંગીન ગુના હેઠળ કરવામાં આવી છે." ઈન્સ્પેક્ટર પાટિલ.... હા એની નામની તક્તી પર આ જ નામ હતું, એટલી જોરથી બરાડ્યો કે હું થોડીકવાર થોથવાઈ ગયો.

"હું... એટલે ના... સાહેબ... ત...ત...." મારા મોઢામાં જીભ જાણે સીસું થઈને જામી ગઈ હતી...

"ત..ત..ત... શું હેં? તોતડો થઈ ગયો.? અહીં અચ્છા અચ્છાની બોબડી ગુલ થઇ જાય છે.‌"

ઇન્સ્પેક્ટરે સિંઘમની સ્ટાઈલ માં કહ્યું. 'મને ખરેખર સમજાઈ રહ્યું ન હતું કે આ બધું શું થઇ રહ્યું છે ?'

"કોઈને કશું જ નથી સમજાતું જ્યારે અહીંયા આવે છે. બે લાકડીઓ પડે ને પછી ફટાફટ બધું સમજાવા માંડે છે. મને લાગે છે કે મારે તને પણ મારો જ પડશે એ સિવાય તું બોલીશ નહીં. તને અંદાજો પણ નથી કે તારી પાસેથી ગુનો કબૂલ કરવા માટે હું કઈ હદ સુધી જઈ શકું તેમ છું." ઇન્સ્પેક્ટર પાટીલે ફરી એક વખત ગુસ્સામાં કહ્યું.

અડધી રાત્રિના સમય અને મેં તેમને હેરાન કર્યા હોય એવી ગુનાહિત લાગણી મારા મનમાં ફરી વળી.

"સાહેબ મને નથી લાગતું કે આણે કંઈ કર્યું હશે. એણે ખૂન કર્યું હોય તો એ પોતાની પત્ની માટે એટલું બધું રડે ?" એક હવાલદાર બોલ્યો.

"રામલાલ જી, અહીં કોઈને આપણે સમજી શકતા નથી. તમે ટેન્શન ના લો તમારા રિટાયરમેન્ટને ફક્ત ત્રણ ચાર દિવસની વાર છે તમે તમારી પાછળની લાઈફ માટેનો વિચાર કરો. આ કેસ ભલે તમારા નામે હોય અને પુરો કરી લઈશ." ઇન્સ્પેક્ટર પાટીલે પેલા હવાલદાર ને કહ્યું.

આ બંને રુમના દરવાજે ઉભા રહીને વાત કરતા હતા. 

મને એવું લાગી રહ્યું હતું કે જાણે એ લોકો મને પરાણે દોશી કરાવવા પર ઉતરી આવ્યા હતા. મારા કોઈપણ વાંકગુના વગર તેઓ મને ફાંસીને માંચડે ધકેલવા ઇચ્છતા હતા અથવા તો આ કેસ બંધ કરવા ઇચ્છતા હતા.

"જ્યાં સુધી બીજો કોઈ શકમંદ ન મળી જાય ત્યાં સુધી આ માણસ આપણા માટે ગુનેગાર જ છે." ઇન્સ્પેક્ટર પાટિલ નું આ વાક્ય મારા મનમાં હથોડાની જેમ વાગ્યું.

"ઇન્સ્પેક્ટર મારા ઘરે એક વોચમેન છે એ ક્યાં છે ?" મેં અચાનક પૂછ્યું.

"વોચ મેન? અમે આવ્યા ત્યારે તો ત્યાં કોઈ હતું નહીં." ઇન્સ્પેક્ટરના કાર્યની ગતિ અચાનક બમણી થઈ ગઈ.

"તમને ફોન કોણે કર્યો હતો ?" મેં પૂછ્યું.

"અહીંયા શું કોઈ મજાક આદરી છે ? કેવી વાહિયાત વાત કરો છો અનિરુદ્ધભાઈ ?" ઇન્સ્પેક્ટર પાટીલ અચરજથી મારી સામે જોઈ રહ્યા.

"તમે જ તો ફોન કરીને અમને બોલાવ્યા હતા ! તમે હાજર હતાં છતાં તમને ખબર ન પડી કે તમારા પત્ની કેવી રીતના મરી ગયા ? એમનો ખૂન થયું છે ખૂન! આ કોઈ મજાક નથી ચાલી રહી. મારે મદદ કરવી હોય અને નિર્દોષ છૂટવું હોય તો અમને વ્યવસ્થિત રીતે મદદ કરો." ઇન્સ્પેક્ટર પાટીલે પોતાનો જમણો હાથ ટેબલ પર જોરથી પછાડતા કહ્યું.

"સાહેબ મને ખરેખર કશું યાદ નથી. હું ઉઠ્યો અને ઘરમાં જોયું કે ત્યાં કોઇ જ નથી અને સામે રમોલાની લાશ પડી છે. આ સિવાય મને કશું જ યાદ નથી. મારું માથું સખત દુઃખી રહ્યું છે. હું મોડો આવ્યો હતો અને રમોલા એના લીધે ગુસ્સામાં હતી. એટલે હું બેઠક ખંડમાં સૂઈ ગયો હતો. સુતા પહેલા મેં લસ્સીનો એક ગ્લાસ લીધો હતો જે રમોલાએ તેના હાથે બનાવ્યો હતો. આ સિવાય મને ખરેખર કશું જ યાદ નથી." મેં ગળગળા અવાજે કહ્યું.

આ કેસ ઘણા લાંબા સમય સુધી ચાલ્યો. ઇન્સ્પેક્ટર પાટીલે મને ઘણો સાથ આપ્યો. અંતે તેમણે શોધી કાઢ્યું કે રમોલા મને ફસાવવા માટે કેટલાય વખતથી પ્લાન કરી રહી હતી. અલગ-અલગ જગ્યાએ થયેલા મૃત્યુ અને એ વખતે ગમે તે રીતે મારું ઘરમાં હાજર ન હોવુંના પુરાવા ભેગા કરી રહી હતી.

હું ખરેખર ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. મને બા- ઈજ્જત છોડી મૂકવામાં આવ્યો હતો. 

'મને તારાથી આવી આશા નહોતી રમોલા. મેં તને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કર્યો હતો. તું મારી સાથે આવું કરીશ એવું તો મેં વિચાર્યું પણ ન હતું. હવે શું થઈ શકે ? તે આવું કેમ કર્યું ? જો તને કોઈ બીજું પસંદ આવી ગયું હતું તો મને એક વખત કહેવું તો ખરું ? મને એક વખત અંદાજો પણ આપ્યો હોત ને તો પણ હું કંઈક રસ્તો કાઢત પણ તને મારાથી દુર ના જવા દેત.' 

હું સતત બસ આમ જ વિચારતો રહેતો. અંતે મેં નક્કી કર્યું કે હું શહેર ગામ અને આ દેશ છોડીને જતો રહીશ. આજ વિચાર સાથે મેં મારી દુબઈની ટિકિટ બુક કરાવી હતી.

હું એરપોર્ટ પહોંચ્યો અને ચેકિંગ કરીને વેઈટીંગ લોન્જમાં બેઠો હતો. અચાનક ઇન્સ્પેક્ટર પાટિલ ત્યાં આગળ ચડી આવ્યા.

"અરે ઇન્સ્પેક્ટર, તમે અહીંયા? કેમ છો ?" મેં પૂછ્યું.

"યુ આર અંડર અરેસ્ટ મિ. અનિરૂદ્ધ." તેમણે પોતાના પોકેટમાંથી હાથ કડી કાઢતાં કહ્યું.

"પણ...... કેમ? મે શું કર્યું છે?" મેં પૂછ્યું.

"તમને વધારે ગમશે જો આપણે આ વાત પોલીસ સ્ટેશન જઈને કરીએ." ઇન્સ્પેક્ટર પાટિલે કહ્યું.

અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ઇન્સ્પેક્ટર જે વાત કરી તે સાંભળીને મારા હોશ ઉડી ગયા.

"મિસ્ટર અનિરુદ્ધ, આ છે ડોક્ટર ભાર્ગવી. તેઓ એક મનોચિકિત્સક છે. આપના જૂના મનોચિકિત્સક ડોક્ટર વોરાની આસિસ્ટન્ટ. આપના નિર્દોષ સાબિત થવાની ખબર છાપામાં ફેલાઇ તે પછી ડોક્ટર વોરાએ અમને કોન્ટેક્ટ કર્યો હતો. તેમણે અમને તમારી જણાવી હતી કે તમે એક સ્પ્લિટ પર્સનાલિટીના પેશન્ટ છો. અને આ વાત અમને પણ યોગ્ય લાગી જ્યારે અમે તમારી વાત ના લોજિક એમની સાથે મેળવી જોયા."

"તમે મોડા આવ્યા અને રમોલા તમારી ઉપર અકળાયા. તમે તમારા સ્વભાવ પ્રમાણે રમોલાને મનાવવાની કોશિશ કરી. પરંતુ રમોલા એટલા ગુસ્સામાં હતા કે તેમણે તમારી સ્પીડ પર્સનાલિટીના દરેકે દરેક પુરાવા તમારી સામે ધરી દીધા. આવા તમારાથી સહન ન થઈ અને તમારી બીજી પર્સનાલિટી એ રમોલા પર હુમલો કરીને તેમને મારી નાખ્યા. પછી રમલા એ બનાવેલી લસ્સીની અંદર તમારી પોતાની ગોળીઓ નાખીને તમે પી ગયા. અને પછી ત્યાં જ સોફા પર ઉંધી ગયા. અમે જ્યારે આખા ઘરમાં ફોરેન્સિક તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે ઘરમાં ફક્ત તમારા અને રમોલાના જ ફિંગર પ્રિન્ટ હતા.

અને રહી વાત વોચમેનની, તમે જેવી અમને વોચમેનની વાત કરી કે તરત જ મારા રામ લાલજી એના ઘરે પહોંચી ગયા હતા. તેણે અમને એવું જણાવ્યું કે તમે એને એક અઠવાડિયાની રજા ત્રણ દિવસ પહેલા જ આપી હતી. અમે જાણતા હતા કે રમોલા બધા પુરાવા ભેગા કરી રહી છે તેથી તમે મનમાં ને મનમાં રમોલા પર હુમલો કરવાની તક શોધતા હતા. તમારી આ સ્પ્લિટ પર્સનાલિટીના લીધે પરમદિવસે તમે ફરીથી એક માણસ પર મરણાંતક હુમલો કરી ચૂક્યા છો. જેનું રેકોર્ડિંગ અમારી પાસે સીસીટીવીમાં છે. તો મને લાગે છે કે અમારે જે કહેવાનું હતું તે સ્પષ્ટ કરી દીધું છે. આમાં આપણા જૂના દરેકે દરેક રિપોર્ટ ડોક્ટર ભાર્ગવી પાસે છે. તમને તમારો કેસ લડવામાં ખૂબ જ સરળતા રહેશે. કોને ગમે તેટલો હોશિયાર હોય પણ કર્મનું ફળ ભોગવે વગર તેનો છુટકારો નથી થતો. તમે ભલે કોશિશ કરી કે તમે અરબ દેશમાં ભાગી જાઓ કે જ્યાંથી અમે તમને પકડી ન શકે પણ તમે ભાગી શકો તે પેલેસ અમારી પાસે બધા પુરાવા એકઠા થઇ ચુક્યા હતા. મિસ્ટર અનિરુદ્ધ તૈયાર છો ને તમારી બાકીની જીંદગી જેલમાં સળિયાની પાછળ વિતાવવા માટે ? " ઇન્સ્પેક્ટર પાટીલે પોતાની વાત પૂરી કરી.

હું અચંબિત બનીને આ વાત સાંભળી રહ્યો હતો. મને હજુ પણ કંઈ જ ખબર પડી રહી ન હતી. મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો કે રમોલા આવે અને આની ગવાહી આપે. પણ એ તો શક્ય નહોતું બરાબરને ?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy