pooja raval

Tragedy Inspirational Thriller

4.7  

pooja raval

Tragedy Inspirational Thriller

અતીતના ઓછાયા

અતીતના ઓછાયા

8 mins
143


એક પ્રેમાળ જોડું .. શાલિની અને ચિંતન..કોઈ દિવસ એકબીજાના માનને આહત કરે એવું કોઈ જ કામ બેમાંથી એકેય કર્યું ન હતું. બંને ખૂબ જ સરળ સ્વભાવના હતા. આજે સોસાયટીમાં શાલિની એક સંસ્કારી અને સુશીલ ગૃહિણી તરીકે પ્રખ્યાત હતી. ચિંતન આખી સોસાયટીમાં એક આદર્શ પતિ, આદર્શ પિતા અને આદર્શ પુત્ર ની છાપ ધરાવતો હતો. 

આજે સવારે શાલિની સોસાયટીના લેડીઝ ગ્રુપ સાથે કિટ્ટી પાર્ટી અંતર્ગત યોજાયેલ એક્ઝિબિશનમાં ગઈ હતી. ફક્ત સ્ત્રીઓ માટે સ્ત્રીઓ દ્વારા યોજાયેલ એક્ઝિબિશન હતું. ઘણા બધા નાના મોટા એસોસિયેશન માંથી ઘણી બધી સ્ત્રીઓએ આ એક્ઝિબિશન ની મુલાકાત લીધી હતી. આ એક્ઝિબિશનમાં એક વ્યક્તિને જોઈને શાલિની ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ઘરે આવીને પણ થોડીક વિચલિત હતી.

"બેટા, ક્યાં ધ્યાન છે જે તારું? બપોરે જમવા બેઠી તો જમી નહિ. સ્કૂલેથી આવેલા પાર્શ્વ એ દૂધ માંગે તો તેને દૂધ આપ્યું નહીં? અને અત્યારે આ પરમ ક્યારનો કહી રહ્યો છે કે તેને તેની ગણિત ની નોટ નથી મળતી...." શાલિનીના સાસુ બોલી રહ્યા હતા.

"બા ગણિત ની નહીં મેથ્સની." પરમ બોલ્યો.

"હા હવે બળ્યું તમારું મેથ્સ. અને છતાં તો સાંભળીને પણ અવગણી રહી છે. તારી તબિયતતો સારી છેને બેટા?" શાલિનીને તેના સાસુએ ફરીથી પૂછ્યું.

"હા મા. બસ એમ જ. આજે ક્યાંય મન નથી લાગતું." શાલિની એ જવાબ વાળ્યો. તેણે ફટાફટ પરમને તેની નોટ શોધી આપી.

સાંજે તેણે જોયું કે તેના સાસુ કોઈકની સાથે વાત કરી રહ્યા હતા. એ વ્યક્તિ કોણ છે તે જાણતા જ તેના હોશ ઉડી ગયા. સાંજે ચિંતન આવ્યો ત્યારે પણ એ વ્યક્તિ ત્યાં જ હતી. શાલિની હડબડાટ માં ચિંતન ને આઠ વર્ષમાં પહેલી વખત બરાબર પીરસી ન શકી.

… આજે ૮ વરસે શાલિની એ ચિંતન ને આ સઘળી વાત જણાવી દેવું, એવો નિશ્ચય કર્યો. અને ચિંતન ના ઘરે આવવાની રાહ જોવા લાગી અને સાંજનું જમવાનું બનાવવા તૈયારી કરવા લાગી. સાંજે જ્યારે જમી કરીને શાલિની એ ચિંતન ને જ્યારે કહ્યું કે મારે મારા ભૂતકાળ વિશે કંઇક વાત કરવી છે તને. ત્યારે ચિંતન એ એને ખૂબ જ સરળતાથી પૂછ્યું, શું તારો એ ભૂતકાળ તારા અને મારા ભવિષ્ય ને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે ? અને શાલિની વિચારી રહી, એવું તો નથી.. એવું તો નથી શાલિની એ કહ્યું. હા તો બસ, એમ નહીં બદલાય ભૂતકાળ, પણ એને ભૂલી ને આગળ વધીશ તો મને વધારે સારું લાગશે. . તેમ છતાં જો તારે મને જણાવવું હોય તો તું જણાવી શકે છે. . અને શાલિની એ બધી વાત ચિંતન ને જણાવી. . ચિંતન એ માત્ર એટલું જ કહ્યું શાલિની ને " એમ અચાનક થાય નહીં પ્રેમ…'કંઇક તો પૂર્વજન્મના બંધાણ હોય. આપણે બંને આઠ વર્ષથી એકબીજાને જાણીએ છીએ. એકબીજાને સમજી એ છીએ અને એકબીજાને જીવીએ પણ છીએ. પછી આવી નાની-નાની વાતોને આપણા વચ્ચે લાવવાનો હેતુ કોઈ જણાતો નથી. આ કંઈ એટલી મોટી વાત નથી કે આપણા બંને વચ્ચે કે મારા પરિવાર અને તારી વચ્ચે કોઈ મતભેદ કે મનભેદ સર્જી શકે. અને તું ચિંતા ન કરીશ. હું મા સાથે વાત કરી લઈશ."

"તમને ખરેખર કોઈ જ ગુસ્સો નથી મારા પર? " શાલિની એ પૂછ્યું. શાલિની ને હજુ પણ ડર હતો કે આ વાત તેના અને ચિંતનમાં વચ્ચે એક ગેરસમજ અને દૂરી જરૂરથી ઊભી કરશે.

"શાલુ, દુનિયામાં ઘણા બધા એવા માણસો છે કે જે લોકો એકસાથે ત્રણ-ચાર જિંદગી જીવે છે. દુનિયામાં એવા માણસો પણ છે કે જે પોતાના અતીતના ઓછાયાને પોતાના પર હાવી થઈ જવા દે છે. અને સામે વાળો માણસ ગુસ્સામાં ભૂલ કરી બેસે છે. જેથી બંને માણસો વચ્ચે એક મોટી તિરાડ પડી જાય છે. શું આપણે આ તિરાડ ન પડે તેના માટે કોઇ કાળજી ન લઈ શકીએ? ચાલ મનમાંથી બધી જ ગભરાટ કાઢી નાખ અને ફરી એક વખત આપણા પ્રેમની પરીક્ષા આપવા માટે તૈયાર થઈ જા." ચિંતને પ્રેમથી શાલુ ને પોતાના બાહોપાશમાં લેતા કહ્યું.

શાલિનીને આખી રાત ઊંઘ ના આવી. 'એક ભૂલ તેનાથી વર્ષો પહેલા થઈ હતી. શું એ ભૂલ તેના માટે જિંદગીભરની સજા બની જશે?' બસ આ એક જ વિચાર તેને જીવવા દેતો ન હતો. 

સવારે એ ઊઠે તે પહેલા ચિંતને મા સાથે વાત કરીને દરેક નાની-નાની વાતની ચર્ચા કરી લીધી હતી. શાલુ એ પરમ અને પાર્શ્વને તૈયાર કરીને સ્કૂલે મોકલ્યા. ચિંતન ઓફિસમાં જાણ કરી ચુક્યો હતો કે તે આજે રજા પર છે. ખૂબ મહેનતુ અને ઓફિસ પ્રત્યે પ્રામાણિક હોવાના લીધે તેની રજા તરત જ મંજૂર થઈ ગઈ હતી.

આજે શાલિની ના ઘરે કીટી પાર્ટીનું આયોજન થયું હતું. શાલિનીને ભારપૂર્વક પોતાની દરેક મિત્ર અને દરેક એ સ્ત્રી ને આમંત્રિત કરી હતી જે તેને ગઈ કાલે મળી હતી.

બપોરે બે વાગ્યે પાર્શ્વની બસ આવી ત્યારે ચિંતન પાર્શ્વને લેવા ગયો. બધા આવી ગયા હતા. મહેફિલ બરાબર જામી હતી. ચા અને સ્ટાર્ટર માં બનાવેલ પાલક- પનીરના વેજીટેબલ કબાબ દરેકના પેટમાં પહોંચી ગયા હતા. મહેફિલ નો રંગ જામતા જ શાલુએ આજની કિટ્ટી પાર્ટી પ્રવૃત્તિ વિશે માહિતી આપવાનું ચાલુ કર્યું.

"આજે આપણે સામાજિક જાગૃતિ સ્ત્રીઓમાં આણી શકાય તેવી એક રમત રમીશું. આ રમત અંતર્ગત કોઈપણ એક પ્રશ્ન જેના નામની ચિઠ્ઠી આવશે તેણે પૂછવાનો રહેશે. પ્રશ્ન સામાજિક હોવો જરૂરી છે. કોઈ જ અંગત પ્રશ્ન પૂછી શકાશે નહીં." શાલિની બોલી. બધા નામની ચિઠ્ઠી બધાએ જાતે બનાવીને એક બાઉલમાં ભેગી કરી.

" મા, હવે તમે પણ અમારી સાથે આ રમતમાં જોડાજો. તમે આ બધામાંથી એક ચિઠ્ઠી ઉઠાવજો. અને મિત્રો આજે મારા પતિ પણ ઘરે જ છે તો આપણને તેમના સજેશન નો લ્હાવો પણ મળશે." શાલિનીએ જણાવ્યું.

મા એક પછી એક ચિઠ્ઠી ઉઠાવતા ગયા. દરેક સ્ત્રીઓ સામાજિક પ્રશ્ન પૂછતી ગઈ. કોઈકે સાસુ ને ખુશ કરવાના પ્રશ્ન પૂછ્યા, કોઈકે પતિને ખુશ કરવાના. કોઈને વળી મોદીજીને મદદ કરવાની ઈચ્છા થઈ, તો વળી કોઈકે સમાજસુધારણા અને સ્ત્રી સશક્તિકરણની હાકલ કરી.

છેલ્લે બાઉલમાં ફક્ત બે જ ચિઠ્ઠી વધી હતી. 

"કારણકે હવે બે જ ચિઠ્ઠી વધી છે તો અમે બંને અમારા પ્રશ્નો તમારી સમક્ષ મૂકી દઈશું. અને આ એક ચર્ચાનું રૂપ પણ ધરી શકે છે. તો જેને જે વસ્તુ યોગ્ય લાગે તેની સાથે ઊભા રહેશો. જેથી અંતે જીતનો નિર્ણય કરવો સરળ થઈ જાય." શાલિની એ જણાવ્યું.

" મિસ માલતી પરીખ, કારણકે તમે અમારા મહેમાન છો હું પહેલો મોકો તમને આપીશ. જો મારો પ્રશ્ન પણ એના જ સંદર્ભિત હશે તો હું એને ચર્ચામાં પરિવર્તિત કરીશ." શાલિની એ કહ્યું. 

"શું કોઈને પ્રેમ કરવો એ ગુનો છે? શું એક સ્ત્રી બીજી સ્ત્રી ને પ્રેમ ન કરી શકે? અરે ખુદ આપણા વડાપ્રધાને ૩૭૭ ની કલમ ને મંજૂર કરી છે. તો શું એક સ્ત્રી અને બીજી સ્ત્રી વચ્ચે કોઈ સંબંધ ન હોઈ શકે? " માલતી એ પૂછ્યું.

" કેમ ના હોય? પરંતુ સંબંધો ફક્ત જાતીય સંબંધો ન હોય અને દરેક રીતે એકબીજાને અનુરૂપ અને એકબીજાની મરજીથી બંધાયેલો સંબંધ હોય તો એ આખા સમાજને માન્ય હોય. કદાચ સમાજ માન્ય રાખે તો પણ ચાલે. પરંતુ એક ની ઈચ્છા બીજા પર થોપવામાં આવે તો એ બે સ્ત્રીઓ અને પુરુષો કે એક સ્ત્રી એક પુરુષ વચ્ચે પણ બળાત્કાર જેવા ગુના નો આકાર ન ગણાય?" શાલિની એ પૂછ્યું.

" એક સ્ત્રીને સ્ત્રી થી આપત્તિ શું હોઈ શકે? એક પુરુષ જ્યાં સ્ત્રીનું ચરિત્ર આહત કરે ત્યાં સાથ આપનાર સ્ત્રી પોતાની ઈચ્છા પૂરી કરે તો શું વાંધો હોય?" માલતી એ પૂછ્યું.

" તો પછી સ્ત્રી અને પુરુષ માં ફરક શું રહ્યો? જો સ્ત્રી પણ આહત કરે અને પુરુષ પણ આહત કરે તો આ બંને જુલમ સહન કરનાર સ્ત્રી ક્યાં જાય?" શાલિની એ કહ્યું.

" વાહ શાલુ વાહ. સાચી વાત કરી. આમાં જુલ્મ થયો હોય તે સ્ત્રી નો જ મરો થાય." ચિંતન બોલ્યો.

" જ્યારે એક છોકરી પોતે નોકરી કરીને પોતાના કુટુંબને મદદ કરવાની આશા રાખતી હોય ત્યારે એની આશા પર પાણી ફેરવી નાખનાર ઘણા બધા પુરુષો તો હોય જ છે. પરંતુ જ્યારે આ પુરુષો ની ફરિયાદ લઈને જો કોઈ કાઉન્સેલર પાસે જાય કે જે સ્ત્રી છે, અને જો આ સ્ત્રી પોતે પોતાના હોદ્દાનુ માન ભૂલીને આવનાર ફરિયાદી સ્ત્રી પર બળાત્કાર કરે તો એ સ્ત્રી પણ એટલી જ જવાબદાર નથી? અને એને પણ આટલી જ સજા ન થવી જોઈએ? " શાલિની એ પૂછ્યું.

" બરાબર થવી જોઈએ." એક પછી એક સ્ત્રીઓએ શાલિનીના સૂરમાં સૂર પુરાવ્યો.

" અને જો એ જ સ્ત્રી વર્ષો પછી પોતાને મળેલી માફીને ભૂલી જઈને ફરી એક વખત આ જ ભૂલ કરવા માગતી હોય તો? અને આના માટે ફરિયાદી સ્ત્રી ને વારેવારે માનસિક રીતે આહત કરતી હોય તો?" શાલિની એ પૂછ્યું.

" તો બેટા એ સ્ત્રીને દુર્ગા કે ચંડી બનીને શિખામણ આપવી જ પડે. ભૂલ એક વખત થાય ને તો તેને ભૂલ કહેવાય. બીજી વખત થાય કે એ ભૂલ તો આપણા જીવન પર અસર કરતી હોય ને તો તેને માફી ન અપાય. તેની વિરુદ્ધ અવાજ ઉઠાવાય." શાલિનીના સાસુ બોલ્યા.

" પણ જો સમાજમાં ફરિયાદી સ્ત્રીની વાત બહાર પડે તો એ સ્ત્રી ઉપર થૂ થૂ ન થાય?" માલતી એ છેલ્લો ચાન્સ લીધો.

" કેમ જ્યારે એ સચ્ચાઇનો પક્ષ મુકશે ત્યારે જુલ્મ કરનાર સ્ત્રી પર થૂ થૂ નહીં થાય?"ચિંતને ખૂબ જ વેધક નજર માલતી પર નાખીને કહ્યું.

દરેકે દરેક સ્ત્રીએ તાળીઓના ગડગડાટથી શાલિની અને તેના પરિવારને વધાવી લીધો. આખી પાર્ટીના આયોજક નીતાબેને તો શાલિનીને એક ખુબ જ સુંદર ગિફ્ટ આપીને તેનું અભિવાદન પણ કર્યું.

પાર્ટી પતી ગયા પછી માલતી શાલિની પાસે આવી.

"મને માફ કરજે શાલુ. પરંતુ હું કોઈ પણ પુરુષ તરફ આકર્ષાઈ નથી શકતી. તને હું કેટલાય વખતથી લાઈક કરતી હતી. તારા નોકરીમાં જોડાયા ના ચાર મહિના પછી જ્યારે તું મારી પાસે રોહિત સર ની ફરિયાદ લઈને આવી ત્યારે મને એવું લાગ્યું કે મને મોકો મળી ગયો છે. અને હું મારી જાતને રોકી ન શકી. બસ આ જ રીતે જ્યારે મેં તને એક્ઝિબિશનમાં જોઈ ત્યારે પણ હું મને રોકી ન શકી. મને માફ કરજે. જો હું મારી જાતને રોકી ન શકી હોત તો મારે ત્યાંથી દૂર ચાલ્યા જવું યોગ્ય રહે. અને હું હવે એમ જ કરીશ. ખુબ ખુબ આભાર તારો કે તે મને સચ્ચાઇનો ધ્યાન પણ કરાવ્યું અને મારી આબરૂને પણ આંચ ન આવવા દીધી."માલતી આંખોમાં પાણી સાથે બોલી.

" હું એક સ્ત્રી છું અને સ્ત્રી તરીકે એક સ્ત્રીને આ મને ખૂબ સારી રીતે જાણું છું. આ વાત બહાર પડે તો તારી કંપની અને તને ખૂબ મોટું નુકસાન ઉઠાવવું પડે તે હું જાણું છું. એક માણસ તરીકે મને નહીં ગમે કે તું અહીંથી જગ્યા બદલે અને તારા ધંધા ને આ નુકશાન સહન કરવું પડે. પરંતુ એક સાચા મિત્ર તરીકે કહું છું કે તારો આ નિર્ણય ખૂબ જ સાચો છે આજે જ આ નિર્ણયને અમલમાં મૂકી દેજે." શાલિની એ કહ્યું.

બધું પતી ગયા પછી સાંજે પોતાના રૂમમાં જ્યારે શાલીની નાહી ને અરીસાની સામે બેઠી હતી ત્યારે તે ફરી પાછું પોતાનું મનપસંદ ગીત ગણગણી રહી હતી.

"સજના હે મુજે સજના કે લીયે...."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy