મોબાઈલ પ્રેમ
મોબાઈલ પ્રેમ


પચાસ વરસનો આકાશ પોતાની પત્ની સાથે વફાદાર ના હતો. જ્યારથી ઇન્ટરનેટ અને વોટ્સ એપ આવ્યું . ઘણા ફેમિલી માં પ્રોબલેમ ચાલુ થઇ ગયા છે. નબળા મનના લોકો આ લપસણી જમીન પર ટકી શક્યાં નથી. આકાશ પણ એમાંનો એક હતો. પત્ની નેહા સાથે વારંવાર એને ઝગડા થતા. આકાશની હરકતોથી ઘરનું સુખચેન બધું ઉdi ગયું હતું. રોજ નવી છોકરી રોજ નવી વાતો ફેઈસબુક ઉપર કે વોટ્સ એપ પર. અને નેહાના મગજમાં શકનો કીડો ઘુસી ગયો જે નીકળતો ના હતો.
આકાશની છોકરીઓ પ્રત્યે એટલી બધી લાલસા વધી ગઈ કે એવું લાગે કે એની પાછળ લાકડી બાંધી છે અને આગળ હાડકું લટકાવેલું છે. એને પકડવા માટે એને દોડ લગાવી છે પણ એના હાથમાં કોઈ છોકરી આવતી નથી. કારણકે આ તો ઝાંઝવા ના જળ રણ માં દોડ લગાવવાથી તરસ છિપાતી નથી એજ રીતે ફેઈસબૂકના પ્રેમ પાછળ પડવાથી કાંઈ હાથમાં નથી આવતું તરસ સિવાય. પણ મોટા ભાગના લોકો આવી વસ્તુમાં ફસાયેલા હોય છે. અને એમની અક્કલ ઘાન્સ ચરવા ગઈ હોય છે.
આવી એક છોકરી સાથે આકાશ પ્રેમમાં આંધળો થઇ ગયો. ઘરમાં પત્ની નેહા અને દીકરા રાજુને પણ ભૂલી ગયો. રાતોની રાત જાગીને એની સાથે ચેટીંગ કરવું, કામકાજમાં ધ્યાન ના આપવું, નેહાનું વારંવાર અપમાન કરવું, દીકરા પ્રત્યે કોઈપણ પ્રકારનું ધ્યાન ના આપવું. બસ આખો દિવસ મોબાઈલ કે કોમ્યુટર. નેહાનો શકનો કીડો વધતો ગયો. બંનેની જિંદગી યાતના મય બની ગઈ પણ હવે નેહા આ ઉંમરે ક્યાં જવાની હતી. માં બાપ તો કયારના સ્વર્ગે સિધારી ગયા. અને પોતે કાંઈ પગલું ભારે તો રાજુનું શું ? આકાશની અક્કલ બુઠી થઇ ગઈ છે એક કલ્પનાની છોકરીની પાછળ.
આકાશ એક દિવસ બિઝનેસનું બહાનું કાઢીને ફલાય થઈને દિલ્હી જતો રહ્યો. જ્યાં પેલી છોકરી એની રાહ જોઈને બેઠી હતી. ઘણા બધા પૈસા અને દાગીના લઈને ગયેલો. એને એમ હતું કે એ છોકરી પણ એના પ્રેમમાં પાગલ છે. પણ જ્યારે દિલ્હી પહોંચ્યો, દિલ્હીમાં એનો મુહ બોલેલો ભાઈ ( કે પછી બીજો બોયફ્રેન્ડ) એને લેવા આવ્યો અને હોટેલમાં લઇ ગયો પેલી છોકરી સજી ધજીને આવી. એની સાથે સૂઈ પણ ગઈ. શારીરિક સબંધ બાંધ્યા પછી થાકીને આકાશ સૂઈ ગયો તો પૈસા અને દાગીના લઈને પેલી છોકરી રફુચક્કર થઇ ગઈ. અને સવારે ઊઠીને આકાશ જુએ છે કે એ ગાયબ થઇ ગઈ છે, બેગ ચેક કરે છે પૈસા દાગીના બધું ગાયબ. એને મોબાઈલથી સંપર્ક કરવા કોશિશ કરી મોબાઈલ બંધ. આકાશ તો લગ્નની તૈયારી સાથે આવ્યો હતો પણ પેલી છોકરી આકાશને હાડકું બતાવી ખીણ માં ફેંકી દીધો. ધોયેલા મૂળા જેવો એ નેહા પાસે આવ્યો.
નેહાને હતું કે આ મોટો સબક એને મળ્યો હવે એ બેવફાઈ નહિ કરે. થોડા દિવસ એ શાંત રહ્યો. પણ જેવી પેલી ચોટની કળ વળી, ફરી એજ કોમ્યુટર એજ મોબાઈલ અને એજ લફડા ચાલુ થઇ ગયા. ફરી કોઈ લાકડીમાં હાડકું ભેરવીને એને આકર્ષી રહ્યું. ફરી નેહા રાજુને ગાલે લગાવી આંસુ સારતી રહી. આ મોબાઈલ અને કૉમ્પ્યુટર ને શ્રાપ ગણવા કે આશીર્વાદ?