મંઝિલ
મંઝિલ
શાળાનાં અનમોલ દિવસો કોને યાદ ન હોય ? અભ્યાસની સાથે સાથે મોજ મસ્તી કેટલીય નવી નવી પ્રવૃત્તિઓ અને મજા જ મજા. અભ્યાસની શાળાનાં બાળકો એટલે મોટાભાગે એવા બાળકો કે, જેની પરિસ્થિતિ નબળી હોય છે. આવી જ એક સરકારી શાળામાં ભણતો બાળક વિકાસ. . . જેના સપનાઓ ઊંચી ઉડાન ભરતા હોય છે.
વિકાસ રોજ નિયમિત શાળાએ આવતો હોય છે. અને મન લગાવીને અભ્યાસ કરે છે. તેની મંઝિલ ડોક્ટર બનવાની હોય છે. પરંતુ કેટલાક અલ્લડ બાળકો સાથે તેની મિત્રતા થઈ જાય છે. અને પોતાના લક્ષ્ય પરથી ડગી જાય છે.
વિકાસનાં શિક્ષકને આ વાતની જાણ થાય છે. વિકાસનાં વર્તનમાં બદલાવ જોઈને શિક્ષકને ખૂબ દુઃખ થાય છે. અને તે વિકાસ ને બોલાવે છે. અને સમજાવે છે. કે, "બેટા વિકાસ, અલ્લડ મિત્રો સાથેની મિત્રતા તારી મંઝિલમાં અડચણ પેદા કરશે. હજુ પણ સમય છે. બેટા, મારી વાતને સમજી જા અને સારા મિત્રોનાં સંગમાં રહીને તારાં ભવિષ્યને ઉજ્જવળ બનાવી દે.
વિકાસને પોતાની ભૂલ સમજાય છે. અને સારાં મિત્રોની સંગત કરે છે. અને તેનું ભવિષ્ય મહેનત કરીને ઉજ્જવળ બનાવે છે. તે સાવ સામાન્ય લારી પર કામ કરતો હોય છે. અને સાથે સાથે અભ્યાસ પણ. . વિકાસ મહેનત કરીને ડોક્ટર બને છે. અને પોતાની મંઝિલ સુધી પહોંચે છે. અને સરકારી શાળાનાં તેના એ શિક્ષક તેને યાદ આવે છે. અને તેમને મળવા જાય છે. તેનાં શિક્ષકનો ખુબ ખુબ આભાર માને છે.
વિકાસ તેનાં શિક્ષક ને કહે છે. કહે છે "હું મારી મંઝિલ સુધી પહોંચ્યો છું. એ ફક્ત તમારાં જ કારણે, જો બુરી સંગતથી તમે મને બચાવ્યો ન હોત, તો આજે હું ડોક્ટર બની શક્યો ન હોત. . .
વિકાસનાં શિક્ષક તેને મળીને ખૂબ જ ખુશ થાય છે. અને તેમણે ભણાવેલ વિદ્યાર્થી ડોક્ટર બને છે. તેથી તેઓ ગર્વ અનુભવે છે.
