Manishaben Jadav

Inspirational Thriller

4.7  

Manishaben Jadav

Inspirational Thriller

મળી જિંદગી

મળી જિંદગી

2 mins
232


આશિષ બેટા શું કરે છે ? ચાલ જમીને થોડું. નિશાળે જવાનું મોડું થાય છે. પછી તારા મેડમ તને ખીજાશે હો ચાલો ચાલો જલ્દી કરો.

 શું મમ્મી તું પણ. તને ખબર છે ને હું તારા હાથે જ જમુ છું. મારે જાતે જમતા શીખવું જ નથી. પછી તો તું મને ખવડાવે જ નહીં.

સારું બસ. હું જ રોજે મારા હાથે તને જમાડીશ. ચાલ હવે તો જમી લે.

આશિષને રોજની ટેવ હતી. તે મમ્મીના હાથે જ જમતો. પણ આ શું ? આશિષના મમ્મીનું નામ લતાબેન હતું. તેમના પતિ એક સરકારી નોકરી કરતા હતા. સાંજે છેક ઘેર આવે. આખો દિવસ આશિષ અને તેના મમ્મી રહે. બંને એકબીજાને ખૂબ વ્હાલ કરે.

"સાથ તારો મમ્મી લાગે મીઠો

તારા વિના જાણે જીવ અધૂરો"

કોરોના મહામારીએ માઝા મુકી. કોઈ ઘરની બહાર નીકળવા રાજી ન હતું. માસ્ક, વેકિસન અને સામાજિક અંતર એ જ ઉપાય હતા આ જીવલેણ બિમારીથી બચવાના. આશિષના મમ્મી આશિષને ઘણીવાર કહેતા, મારા વિના જમતા શીખી જા. મને કોરોના થઈ જશે તો તું શું કરીશ.

 કહેવાય છે કે આપણી દરેક વાત ઈશ્વર સુધી પહોંચે છે. થયું એવું જ કોણ જાણે ક્યાંથી આશિષના મમ્મીને કોરોના આવ્યો. તાત્કાલિક દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા. એકાદ મહિનો પુરો થવા આવ્યો હતો. કોરોનાની અસર ઓછી જ થતી ન હતી.

આશિષ તેના મમ્મીથી એક પળ માટે પણ દૂર જતો નહી. આજે તેની મમ્મી દવાખાને દાખલ છે. ન તો કોઈ તેને મળવા જઈ શકે. ન તે ઘેર આવી શકે. આશિષને તેના પપ્પા કેમ કરીને સાચવે. તે આખો દિવસ મમ્મી મમ્મી જ કર્યા કરે.

 તેના મમ્મીની હાલત ખૂબ ગંભીર હતી. ઓકિસજન શરીરમાં ઘટી ગયું. તે કેટલા દિવસથી આઈ. સી. યુ. માં દાખલ હતી. કોરોનાને લીધે મૃત્યુ પામનારા વ્યકિતઓની સંખ્યા વધી રહી હતી. આશિષના મમ્મીએ પણ હવે જીવવાની આશા છોડી દીધી હતી.

તેણી આશિષના પપ્પાને ઘણીવાર કહેતી," આશિષ મારો લાડકો છે. એ મારા વિના નહીં રહી શકે. તમે મને વચન આપો કે મારા ગયા પછી તમે મારી કમી એને નહીં પડવા દો. એનો ખૂબ ખ્યાલ રાખવો."

આશિષના પપ્પા, વિરાટભાઈ કહે," શું ગાંડા જેવી વાત કરે છે. તને કઈ નહિ થાય. તું મારો આધાર છે. તારા વિના અમે કેમ જીવીએ. "

વિરાટભાઈ અને આશિષ મંદિરમાં ઈશ્વરને પ્રાર્થના કરવા ગયા. નાનાં બાળકોની પ્રાર્થના ઈશ્વર જલ્દી સાંભળે છે. આશિષની પ્રાર્થના ઈશ્વરે સાંભળી. તે કોરોનાને હરાવી ઘેર આવી ગઈ. આશિષ તેને ભેટી પડ્યો.

 આશિષ કહે," મમ્મી, હવે તું મને છોડીને ક્યાંય ન જતી. તારા વિના મને ખવડાવે કોણ ? નવરાવે કોણ ? નિશાળે કોણ છોડવા આવે ? મારી પ્યારી મમ્મી.

 લતાબેન કહે," તારા માટે તો મને ઈશ્વરે પાછી મોકલી છે. હું તને છોડીને ક્યાંય નહીં જઉં."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational