મિત્રતાની રંગોળી
મિત્રતાની રંગોળી
અંકિતભાઈ અને અનુજભાઈ બંને પાકા ભાઈબંધ. તેઓ એક કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. અંકિતભાઈ શહેરમાં રહેતા હતા અને અનુજ ગામડામાં. બંને વેકેશનમાં એકબીજાને ઘરે રોકાયા.
એક વખતની વાત છે. જ્યારે વરસાદ ખૂબ ઓછો પડ્યો. પાક યોગ્ય થયો નહિ. અનુજના ઘરની સંપૂર્ણ આવક ખેતી પર આધારિત હતી. કોલેજમાં એક સત્ર બાકી હતું. અનુજ પાસે ફી ભરવા પૈસા હતા નહિ. જો તેઓ ફી ન ભરે તો તેમને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે.
અનુજ કોઈને કહ્યા વિના પોતાનો સામાન ભરી ઘેર જવા નીકળ્યો. અંકિતને ખબર પડી કે તે ફીના પૈસા ન ભરવા પડે એટલા માટે કીધાં વિના જતો રહ્યો છે. ત્યારે તેણે અનુજના ફી ના પૈસા ભરી દીધા.
થોડાક સમય પછી અનુજને એક સારી પોસ્ટ પર નોકરી મળી. તે દિવાળીના દિવસે અંકિતને પૈસા દેવા ગયો. બંનેએ સાથે મળીને સરસ રંગોળી બનાવી. સૌ જોતા રહી ગયા.
આ રંગોળીમાં મિત્રનો પ્રેમ ભરેલો છે. એટલે રંગોળી સરસ છે.
" મિત્ર વિનાની જિંદગી અધૂરી
મિત્ર સંગ જિંદગી મધુરી."
