STORYMIRROR

Hansa Shah

Abstract Drama Romance

3  

Hansa Shah

Abstract Drama Romance

મિત્રતા

મિત્રતા

1 min
132

મિત્રતા નિભાવવામાં,

મેં કચાશ નથી રાખી,

હા પણ ...

મિત્રોની ભીડ મેં કદી,

પચાસ નથી રાખી,


વેઢે ગણાય એટલા જ,

નમૂના રાખ્યા છે,

હા પણ ...

એક એક નમૂના મેં,

નાયાબ રાખ્યા છે,

 

આમ તો એ મારી,

પાગલોની ફોજ છે,

હા પણ ...

તેમના વગર જીવનમાં,

ક્યાં મોજ છે ?

 

સુખમાં સહભાગી,

થવાનું ચુકતા નથી,

હા પણ ...

દુઃખમાં સાથ,

આપવાનું મૂકતા નથી,


એમણે કરેલી મજાક,

પણ ઝક્કાસ લાગે,

હા પણ ...

એ ના ચીડવે તો,

દિવસ ઉદાસ લાગે,


આવા ગાંડાઓ,

મારી સાથે ભટકાયા છે,

હા પણ ...

તો ય મારા શ્વાસ,

તેમનામાં અટવાયા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract