મિલન
મિલન
ચૌદ વર્ષ એણે પણ વનવાસ ભોગવ્યા હતા..ફકત માતાપિતાની સેવા કરીને. આજે ચૌદ વર્ષ પછી રામ, લક્ષ્મણ અને સીતાના આગમનથી તેનો પણ વનવાસ પૂરો થાય છે.
તેની આંખો પતિને જોવા, ઉત્સુકતાથી તરવરાટ કરી રહી છે અને મધુર મિલાપ માટે હૃદય ધબકી રહ્યું છે. કેવી સુંદર હશે તે ક્ષણ મિલનની. તેની કલ્પના પણ અકલ્પનીય છે.
