STORYMIRROR

Kalpesh Patel

Drama Classics

5  

Kalpesh Patel

Drama Classics

મિલન.

મિલન.

1 min
0

મિલન — સુદામાની વરસાદી મુસાફરી.

વરસાદી સવાર હતી.
આકાશ ધીમી ધારે વરસતું,જાણે જૂની યાદોને ધોઈ રહ્યું હોય.
સુદામાના કાચા ઘરનું છાપરું ટપકતું, અને તેની પત્ની ચિંતા સાથે બોલી,
“જઈ આવો… મિત્રને મળવાથી મનનો ભાર હળવો થઈ જશે.

”સુદામાએ ભીનું અંગરખું પહેર્યું.
હાથમાં માત્ર પોહાની ગાંઠડી,મિત્રતાનો એકમાત્ર ઉપહાર.

ઘર બહાર વરસાદમાં પગ મૂકતાં જ બાળપણનો એક પ્રસંગ મનમાં ઝબૂક્યો.તે દિવસ પણ આવો જ વરસાદી હતો.
જંગલમાં લાકડા લેવા બંને દોડતા ગયા હતા.
ગુરુ માં એ ચણા આપ્યા હતા.
કૃષ્ણે હસતાં કહ્યું,“ચાલ સખા, બંને વહેંચી ચણા ખાઈએ.”પણ ભૂખે કચવાયેલા સુદામાએ તો એ ચણા ઘણા સમય પહેલા,એકલા જ ખાઈ લીધા હતા .

કૃષ્ણે ત્યારે કંઈ કહ્યું નહીં—
માત્ર આંખોમાં નરમ સ્મિત હતું,
જાણે મિત્રતાને ભૂખ કરતાં વધારે સમજતાં હોય.

જૂની યાદો સાથે વરસાદ દરેક પગલે સુદામા ની સાથે ચાલતો હતો.
ભીંજાતા રસ્તાઓ પર સુદામા માત્ર દ્વારિકા તરફ નહીં,
પણ પોતાના અંતરાત્માની માફી માંગતા આગળ વધતો રહ્યો.
દરેક ઝાપટું જાણે મનની પાપભાવના ધોઈ રહ્યું હતું.

દૂરથી દ્વારિકા દેખાઈ ત્યારે વરસાદ થંભી ગયો હતો.જાણે આકાશ પણ જુના મિત્રોના મિલનનો સાક્ષી બનવા માંગતું હોય.કૃષ્ણ રાજમહેલમાંથી દોડતાં બહાર આવ્યા.

ભીંજાયેલા સુદામાને જોઈ ક્ષણભર માટે સમય અટકી ગયા . પછી તરત જ કૃષ્ણે તેને બાથમાં લીધો.
“સુદામા… વરસાદ બાળપણમાં લાકડા લેવા જતી વખત નો હોય કે આજનો , મિત્રતા માં વરસાદ ક્યારેય આડો આવતો નથી.

”સુદામાની આંખોના આંસુ, તેના વરસાદમાં ભીંજાયેલા વદન સાથે ભળી ગયા.

પોહાની ગાંઠડી કૃષ્ણે સન્માનથી લીધી.

જાણે વિશ્વનો સૌથી કિંમતી ઉપહાર હોય.અને તે ક્ષણે એક હળવું વરસાદી ઝાપટું ફરી વરસ્યું,
જાણે,
ધરતીને નહીં,
બે મિત્રોના હૃદયને ધોઈ રહ્યું હોય.



Rate this content
Log in

Similar gujarati story from Drama