હમસફર.
હમસફર.
હમસફર
ગામની યુવાન દૂધ વાળી. મેરીએ અમાસ ની રાતે કોઈ માદક સુગંધને પ્રથમ વખત નાક થી સૂંઘી, અને કાનથી સાંભળી પણ.
હા, કારણ કે એ રાતની સુગંધ માત્ર સુગંધ નહોતી; એમાં એક છૂપો દર્દીલો અવાજ પણ હતો. જાણે કોઈ દૂરથી પોકારતું હોય:
“તું પાછી આવ… હું રાહ જોઈ રહ્યો છું…”
મેરી ને લાગ્યું કે આ માત્ર કલ્પના છે. પરંતુ તે સુગંધ ચંદ્ર ની કળાની જેમ રોજ રાતે વધતી જતી હતી . અને દરેક રાતે એ અવાજ વધુ સ્પષ્ટ થતો ગયો.
અને પૂનમની રાતે જગ સૂતું હતું ત્યારે
સુગંધને અનુસરવાનું શરૂ કર્યું, ત્યારે તેના ખભા પર લાકડાનું કેવડ હતું, બંને બાજુ લટકતા દૂધના પાત્રો સાથે.
દર પગલે એ પાત્રો ધીમેથી અથડાતા, જાણે કોઈ અજાણી ધૂન વગાડતા હોય.
એ ધૂન અને એ સુગંધ — બંને એકબીજામાં ગૂંથાઈ ગયા.કિલ્લાની અંદર પ્રવેશતાં, એ કેવાડનો એક પાત્ર ધીમેથી જમીન પર પડ્યો.
દૂધ છલકાયું. દૂધનો સફેદ રેલો કિલ્લાના ધુમ્મસમાં ભળી ગયો.
જ્યાં લોક ભર દિવસે જવાનુ ટાળતા. આખો કિલ્લો અંધકારમાં ડૂબેલો હતો, પરંતુ સુગંધ ત્યાંથી જ સૌથી વધુ રેલાઈ રહી હતી. જાણે એ જ તેનું ઉદભવ સ્થાન હોય.
કાઉન્ટ ના અવરુ કિલ્લાની અંદર પ્રવેશતાં જ મેરી ને લાગ્યું કે, કિલ્લાની હવા નથી બંધિયાર કે નથી ઠંડી …પરંતુ અહીં વાતાવરણ જીવંત છે, કોઈ રહેતું હોય તેમ . કિલ્લાના દરેક કમરા ની દીવાલો પર લટકેલી જૂની ચિત્રકૃતિઓ જાણે આંખોથી તેને અનુસરતી હતી. અને એ સુગંધ હવે મહેક જ નહીં, પરંતુ મેરીના ધબકારા બની ગઈ હતી.
કિલ્લાના મધ્યમા આવેલા ખંડના , એક વિશાળ હોલમાં, મેરીને એક જૂનું ડ્રેસિંગ ટેબલ દેખાયું. કાચ પર ધૂળ હતી, પરંતુ ધૂળની વચ્ચે એક ફૂટડા યુવાનનું પ્રતિબિંબ દેખાતું હતું, મેરીની પાછળ કોઈ નહોતું, છતાં કાચ પર નું પ્રતિબિંબ બંને નું સ્પષ્ટ હતું.
પ્રતિબિંબ ધીમેથી બોલી ઉઠ્યું :
“તું મને ભૂલી ગઇ … પરંતુ હું તને નથી ભૂલી શક્યો .”
મેરી નું હૃદય ધ્રૂજી ઊઠ્યું. એ અવાજ એ જ હતો, જે તેણે પહેલે દિવસે સુગંધ સાથે અનુભવ્યો હતો એ જ અવાજ.
તે ક્ષણે હોલના મોટા દરવાજા ધીમેથી ખૂલ્યા.
લાલ અસ્તર અને કાળો લાંબો ડગલો, ઊંચાં ચપ્પટ વેક્સ કરેલા વાળ,કાઉન્ટ ડ્રેકુલા, સાત ફૂટ ઊંચો, પરંતું શાંત, અને આંખોમાં અંધકારને ભેદતું તેજ.
મેરી ને આશ્ચર્ય થયું, તેણે સાંભળેલથી વિપરિત, તેની સામેનો ડ્રેકુલા બિલકુલ ભયાનક નહોતો. જેના નામ માત્ર થી ગામ આખુ ડરતું, તેના ખુદ ના ચહેરા પર આજે દુઃખ ની જાંય હતી .
મેરી કાંઈ હજુ વિચારે ત્યાં ડ્રેકુલાએ કહ્યું: મેરી
“આ સુગંધ મારી નથી. આ એલિસની છે — મારો પ્રિય દીવાન હતો , જે સદીઓ પહેલાં આ કિલ્લામાંથી ગુમ થઈ ગયો હતો . આજે વર્ષો પછી પણ તેનો આત્મા સુગંધ બનીને ભટકતો રહે છે… અને તે માત્ર તેને બોલાવે છે, જે તેના હૃદયને સ્પર્શી શકે.”
મેરી ને હવે સમજાયું, એ માદક સુગંધ કોઈ ભ્રમ નહોતો , પરંતુ કોઈ ની સ્મૃતિ હતી. કોઈની તરસ, કોઈનો અધૂરો પ્રેમ, કોઈનું અપૂર્ણ જીવન.
કાઉન્ટ ડ્રેકુલાએ મેરી ની તરફ જોયું:
“એલિસ તમને પસંદ કરે છે. તું તેને, તેની વર્ષો ની રઝળપટ્ટીથી મુક્ત કરી શકે છે .”
મેરી કોઈ સંમોહનથી પ્રેરાઈ ડ્રેસિંગ ટેબલ. ના કાચની નજીક ગઇ . સુગંધ હવે મેરીની આસ પા ફેલતી ગરમ થઈ ગઈ. જાણે કોઈએ તેનો હાથ પકડી લીધો હોય.
મેરી બોલી ઉઠી :
"એલિસ… હું મેરી છું.
તારી સુગંધે જ મને અહીં સુધીની સફર કરાવી છે.
જો મારી હાજરીથી તારી સદીઓની તરસ શમી શકે,
જો મારા સ્પર્શથી તારા આત્માને શાંતિ મળી શકે,
તો હું અહીં છું…"
અને
એક કડાકા સાથે ડ્રેસિંગ ટેબલનો કાચ તૂટી . સુગંધ ગાયબ થઈ ગઈ. અને હોલમાં એક શાંતિ છવાઈ ગઈ — સદીઓ પછીની શાંતિ.
ડ્રેકુલાએ આંખો બંધ કરી.
“આભાર,” તે બોલ્યો. “તે તેને આજે મુક્ત કર્યોં .”
મેરી કિલ્લાથી બહાર નીકળી, ત્યારે સવાર પડી ચુકી હતી . અને પાછળ કોઈ કિલ્લો નહોતો અને પેલી અવાજ સાથેની અજાણી માદક સુગંધ નહોતી.
માત્ર હળવો ઠંડો પવન… અને એક અધૂરા પ્રેમની પૂર્ણતા જેવો મધુર .
---
મેરી જ્યારે કિલ્લાની બહાર નીકળી ત્યારે પૂર્વ આકાશમાં સવારનું પ્રથમ અજવાળું ફેલાઈ ચૂક્યું હતું. તેણે એક વાર પાછળ ફરીને જોયું.
ત્યાં હવે કોઈ કિલ્લો નહોતો.
ન હતો તે રહસ્યમય અવાજ, ન હતી એ માદક સુગંધ.
માત્ર હળવો શીતળ પવન તેના ચહેરાને સ્પર્શી ગયો—જાણે સદીઓથી અધૂરો રહેલો પ્રેમ આજે અંતે પોતાની મંઝિલે પહોંચ્યો હોય.
મેરી ધીમે સ્મિત કરી આગળ વધી. તેના મનમાં હવે કોઈ ભય નહોતો; માત્ર એક અજાણી શાંતિ હતી.
કેટલીક સુગંધો ફૂલોની નથી હોતી.
એ કોઈની યાદ હોય છે. કોઈની તરસ. કોઈનું અધૂરું જીવન. કોઈનો અપૂર્ણ પ્રેમ.
સમય તેને હવામાં ભટકાવતો રહે છે, જ્યાં સુધી કોઈ સંવેદનશીલ હૃદય તેને સાંભળે નહીં.
અને કદાચ આપણે ક્યારેક કોઈના હમસફર બનવા માટે નહીં, પરંતુ કોઈની સદીઓ જૂની વેદનાને મુક્ત કરવા માટે જ તેના માર્ગે ખેંચાઈએ છીએ.
ડિસ્ક્લેમર
આ વાર્તા સંપૂર્ણપણે એક કલ્પિત સાહિત્યિક રચના છે. તેમાં દર્શાવાયેલા પાત્રો, સ્થળો, ઘટનાઓ અને અલૌકિક તત્ત્વો કલ્પના પર આધારિત છે.
હમસફર શીર્ષક હેઠળ "કાઉન્ટ ડ્રેકુલા" પાત્રનો ઉપયોગ સાહિત્યિક શ્રદ્ધાંજલિ અને સર્જનાત્મક કલ્પનાના હેતુસર કરવામાં આવ્યો છે. આ વાર્તાનો કોઈ જીવિત કે મૃત્યુ પામેલ વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ માનવો નહીં.
~~~~
"તમારી ટિપ્પણીઓ એ મારામાટે એક પવનનો નરમ સ્પર્શ રહે છે, જે મારા શબ્દોને નિત નવી દિશા આપે છે.”

