મહેનતનું ફળ
મહેનતનું ફળ
વિનોદભાઈ એક નાનકડાં ગામમાં રહેતા હતા. તેના પરિવારમાં માતા-પિતા બે નાનાં ભાઈ અને એક બહેન રહે. સૌ સંપીને પ્રેમથી રહેતા. વિનોદભાઈ ખેતીકામ કરે. થોડીઘણી આવક થાય અને ગુજરાન ચાલે.
પણ જેમ જેમ સમય પસાર થાય. તેમ ખર્ચ વધતાં જાય. આ ખર્ચને પહોંચી વળવા ખેતરમાંથી પૂરતી આવક ન થાય. માટે વિનોદભાઈએ કોઈ નવો વેપાર ચાલું કરવાનું વિચાર્યું. જેથી આવક વધારી શકાય અને ઘરખર્ચ કાઢી શકાય.
આથી વિનોદભાઈએ શાકભાજીની દુકાન નાખવાનું ચાલું કર્યું. આખાં ખેતરમાં શાકભાજી વાવી દીધી. યોગ્ય સારસંભાળ લીધી. દેશી ખાતર નાખી. શાકભાજીનો ખૂબ ઉતારો આવ્યો.
"જે કર્મ કરે તેને ફળ મળે
જીવનમાં એને સુખ મળે."
વહેલી સવારે ખેતરમાંથી શાકભાજી ઉતારે. દુકાન સુધી પહોંચાડે. આને આખો દિવસ તેનું વેચાણ કરે. તેના નાના ભાઈ ખેતરમાં ધ્યાન રાખે. આખો દિવસ ખૂબ કમાણી કરે. રાત્રે શાકભાજીને પાણી પીવડાવે. તેની રાત દિવસની કમાણી પર ઈશ્વરે કૃપા કરી. ઉત્પાદન થયું અને આવક વધી.
"પરિશ્રમ એ જ પારસમણિ" સુકિત ને વિનોદભાઈએ સાર્થક કરી બતાવી. ધીમે-ધીમે આવક વધતી ગઈ. શાકભાજીની બે થી ત્રણ દુકાન ખરીદી લીધી. મહેનતનાં ફળ સારા જ મળે.
"જીવનનૈયા હતી મુશ્કેલ રાહ પર
મહેનતના માર્ગ દ્વારા કરી સુખે પાર."
