મહેમાન
મહેમાન
એક ધનવાન વ્યક્તિ જંગલમાં રહેતા ઝેન સાધુના દર્શનાર્થે ગયો. જયારે તેણે સાધુના ઝૂંપડીમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે સાધુની સાદગી પસંદ ન આવી. ઝૂંપડીમાં ચોમેર તેણે નજર ફેરવી તો સુખસુવિધાના નામે ઝૂંપડીમાં કંઈ જ નહોતું ! બસ આખી ઝૂંપડીમાં પુસ્તકો અને હસ્તપ્રતો જ હતી. સાધનસરંજામને નામે ઝૂંપડીના એક ખૂણે બેસવા માટે એક લાકડાની ખુરશી હતી.
આ જોઈ ધનવાને સાધુને પૂછ્યું “તમારી ઝૂંપડીમાં કોઈ સાધનસરંજામ કેમ નથી ?”
સાધુએ સામો સવાલ કર્યો, “તમારું સાધન સરંજામ ક્યાં છે ? તમે કેમ એ અહીં લઈ ન આવ્યા ?’
ધનાઢ્ય બોલ્યો “હું કેમ લાવું ? હું તો અહીંયા મહેમાન છું.”
સાધુ શાંતિથી બોલ્યા “હું પણ.”
