Dilip Ghaswala

Children

3  

Dilip Ghaswala

Children

મઘમઘતી વસંત

મઘમઘતી વસંત

1 min
918


બધી ઋતુઓની રાણી એટલે વસંત ઋતુ. વસંત ઋતુના ઠાઠ હમેશાં અલગ જ હોય છે. એના આગમનની છડીદાર કોયલ હોય છે. પાનખર ઋતુ એ વસંત ઋતુનો "મેઇક ઓવર" કહેવાય છે. જ્યારે વસંત ઋતુ નિયતિની નિયામક બની જાય છે ત્યારે પુષ્પોની યુનિવર્સિટીમાં રંગ સુગંધની સ્નાતક પદવીઓનો ઓચ્છવ ઉજવાય છે. 

મહોરે વસંત,

ડાળ ડાળને પાને,

ઊર્મિના હૃદયે...!

વસંત પંચમીએ મા શારદા ને આત્મસાત કરવાની પ્રાર્થના પણ સમમિલિત કરવી જોઈએ. મા સરસ્વતી વસંત પંચમી એ અજ્ઞાનના અંધારને દૂર કરી જ્ઞાનના સૂરજને ઉગાડવાની શરૂઆત કરે છે. અને અંત:કરણમાં જ્ઞાનનો ઉજાસ પાથરે છે. આજના દિવસે તો પાનખરના હૈયામાં પણ વસંત ટહુકે છે. કેસૂડો મનભરીને પ્રણયને કુદરતમાં ઉછેરે છે. એક એક વૃક્ષમાં દીપ પ્રકટે છે તેજ વલયોના. વસંત ઋતુને વધામણાં આપવા પધારે છે હર પ્રેમ સંપ્રદાયના દરેક સંત. 

ધરતી મા ને આપવાને લીલી વધાઈ જુઓ લીલા પટોળા પહેરી અવની બધે પથરાઈ છે. આ છે વસંતનો જાદુ ને વૈભવ. ફૂલડે ફૂલડે ભિક્ષા માંગી ભ્રમર બને કુદરતના યાચક. વસંતના પ્રત્યેક પગલે રચાઈ છે રંગો ભરી રંગોળી...ને સુગંધની છલકાઈ છે ઝોળી.


Rate this content
Log in

Similar gujarati story from Children