Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Kinjal Patel

Drama Fantasy Romance


3  

Kinjal Patel

Drama Fantasy Romance


મૅઇડ ફોર ઈચ અધર

મૅઇડ ફોર ઈચ અધર

7 mins 7.4K 7 mins 7.4K

ઘરમાં સ​વારથી કોઈ ને કોઈ બાબતે બુમાબુમ ચાલી રહી હતી. મને એ નહોતી ખબર પડતી કે આ બધું શું ચાલી રહ્યું છે. હા, એટલી ખબર હતી કે મને છોકરાવાળા જોવાં આવી રહ્યા છે એ પણ મારી ઈચ્છા વિરુધ્ધ, પણ એમાં આટલી ધમાલ શું કામ? એટલામાં જ મારાં મમ્મીનો નીચેથી અવાજ આવ્યો.

"બેટા જલ્દી તૈયાર થ​ઈ જા, મહેમાન આવતાં જ હશે અને જલ્દી નીચે આવી જા."

"હું નિકિતાને ઉપર મોકલું છું એ તને જલ્દીથી તૈયાર કરી દેશે, ઠીક છે?"

મારી હા કે ના સાંભળ્યા વગર જ મમ્મી ફટાફટ સીડીઓ ઊતરી ગઈ.

એવી જ રીતે આ લગ્ન સંબંધમાં પણ મારી સહમતિને કોઈ જ જગ્યા નહોતી. તો પછી એણી માટે મારે કેમ આટલી જહેમત ઊઠાવ​વી પડી રહી છે. શું કામ હું તૈયાર થાઉં? આજે પહેલીવાર પોતાનાં સૌંદર્ય પર ગુસ્સો આવી રહ્યો હતો. શું કામની આ સુંદરતા જ્યારે મારી મરજીનું કોઈ માન ના હોય​.

ચાલ સ્નેહા, હું તને તૈયાર કરી દઉં. નહીં તો તું પપ્પા અને તારાં ભાઈને ઓળખે જ છે ને. મોડું થશે તો નાહકનાં ગુસ્સે થશે.

ભાભીની વાત સાંભળી બસ એ જ વાત યાદ આવી કે જ્યારે પણ પપ્પા અને ભાઈની ઈચ્છા પ્રમાણે કોઈ કામ ના થાય તો ઘરમાં તોફાન આવી જતું. બંનેને બધું એમનાં પ્રમાણે જ જોઈએ, વ્ય​વસ્થિત અને સમયસર​.

એમ નહોતું કે એ મને પ્રેમ નહોતાં કરતાં પણ કદાચ મારી ખુશી માટે એ જે પણ કરતાં એમાં મારી સહમતિની કમી હંમેશા રહેતી.

એ વાતથી મને ક્યારેય કોઈ વાંધો નહોતો પણ આ તો મારા લગ્નની વાત હતી અને એમાં પણ એમણે મારી સહમતિની કોઈ જરૂર ના લાગી. છોકરો સારો છે સારું કમાય છે એટલે બસ​. મારી પણ કોઈ ઇચ્છાઓ હોય અને એને પુરી કર​વી, શું એ પણ મારાં માટે ગુનો છે.

તૈયાર થતાં સમયે મેં ભાભીને આમ જ પૂછી લીધું. ભાભી, જ્યારે ભાઈ તમને જોવાં આવ્યા હતાં ત્યારે શું તમને પણ આવો જ અનુભ​વ થયો હતો?

ભાભીએ મારી સાડીનો પાલ​વ સરખો કરતાં જ​વાબ આપ્યો. સ્નેહા, આવી ફિલીંગ બધાને થાય​. પહેલી વખત બધાને એમ જ લાગે. તારાં ભાઈ જ્યારે મને જોવાં આવ્યા હતાં ત્યારે હું તો ખૂબ જ ગભરાયેલી હતી. કંઈ જ ખબર નહોતી પડતી શું કરું પણ પછી ધીરે ધીરે બધું જ ઠીક થઈ ગયું.

ભાભી તમને ક્યારેય ઈચ્છા ના થ​ઈ જોબ કર​વાની. તમે પણ તો સારું એવું ભણ્યા છો.

સ્નેહા આ સમય આ બધી વાતો કર​વાનો નથી. ચાલ ફટાફટ તૈયાર થ​ઈ જા પછી હું તને નીચે લ​ઈ જઉં. મહેમાન આવતાં જ હશે.

ભાભીએ મને સાડી પહેરાવી તૈયાર તો કરી પણ મને સાડીમાં બહું જ અકળામણ થ​ઈ રહી હતી. ખબર નહીં હું ચાલીશ કેવી રીતે?

સાડીની ચિંતા તો બહુ નાની હતી. એમને મળીશ ત્યારે વાત શું કરીશ? એ જ સૌથી મોટો પ્રશ્ન હતો, કંઇ જ ખબર નહોતી પડતી. ઘડી ઘડી એક જ વિચાર આવતો કે ભાગી જઉં ક્યાંક, પણ જવું ક્યાં આ એક જ તો ઘર છે.

આખરે જ્યારે મહેમાન આવ્યાં ત્યારે હું ભાભી સાથે નીચે ગઇ. મારાં હાથમાં ચાની ટ્રે પકડાવી દેવામાં આવી. આજ સુધી હું પાણી લઇને કોઇની સામે નથી ગઇ અને આજે આ ચાની ટ્રે. ચાની ટ્રે જો હાથમાંથી પડી જાય તો, હું ગભરાતી ગભરાતી હૉલમાં પહોંચી તો સામે છોકરો અને એનાં મમ્મી-પપ્પા બેઠાં હતાં.

ભાઇએ મને એમની બાજુમાં બેસવાનો ઈશારો કર્યો.

હું ચાની ટ્રે મૂકી, નમસ્તે કરી ભાઇની બાજુમાં બેસી ગઇ અને એક નજર આવેલ મહેમાન તરફ કરી. છોકરાનાં મમ્મી-પપ્પા મને એવી રીતે જોઇ રહ્યા હતાં કે જાણે ખબર નહી કોઇ અપ્સરા સામે આવી ગઇ હોય અને થોડી જ વારમાં મારી સુંદરતાનાં વખાણનાં પુલ બાંધવાની શરૂઆત થઈ ગઈ.

ત્યારે જ મે નૉટિસ કર્યું કે મને જોવાં આવેલ છોકરાને મારી સુંદરતામાં કોઇ જ રસ નહોતો. એ બસ ઘરમાં અલગ અલગ દિશામાં જોતો હતો, કદાચ ઘરની દિવાલ પર લટકાવેલ ચિત્રો જોતો હશે. એનો મતલબ એણે આર્ટમાં રૂચિ છે.

થોડી ઔપચારિકતાઓ પછી અમણે બંનેને વાત કરવાં માટે અલગ રૂમમાં જવાં કહેવામાં આવ્યું ત્યારે મને મારાં જ ઘરમાં અજાણ્યા જેવું લાગવાં લાગ્યું. ખબર નહિ હું કોનાં ઘરમાં આવી ગઈ છું એવું લાગી રહ્યું હતું. પણ હું કંઇ કરી શકું એ સ્થિતીમાં નહોતી એટલે ચુપચાપ રૂમમાં જઇને બેસી ગઇ.

મને ખબર જ હતી કંઈ ખાસ વાત તો થવાની જ નહોતી એટલે હું કંઈ ન બોલી પણ સામેથી જે સવાલ પૂછાયો એનાથી મને આશ્ચર્ય થયું અને એ સવાલ હતો કે,

"આ ઘરમાં જેટલાં પણ પેઇન્ટિંગ્સ છે એ તમે બનાવ્યાં છે?"

આ સાંભળીને મને મારાં કાન પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો પણ જવાબ તો આપવો જ પડે એમ હતો એટલે બસ માથું હલાવી મે જવાબ આપ્યો.

તમે બોલી શકો છો, સ્ત્રીઓનો અવાજ દબાવી દેવો એ મારાં સ્વભાવમાં નથી. એમણે અચાનક જ કહ્યું.

મેં એમને જેવાં વિચાર્યા હતાં એ એવાં બિલકુલ નહોતાં. મેં થોડું ધીમેથી હા કહ્યુ, અને ત્યારબાદ મને થોડી નિરાંત થઇ અને હવે હું આરામથી વાત કરી શકું છું એમ વિચાર આવ્યો.

શું વિચાર કરો છો? અચાનક આ સાંભળી મારાં વિચારોની હારમાળા તૂટી અને હું વાસ્તવિકતામાં પાછી ફરી.

'કંઇ ખાસ નહી બસ એમ જ.' મેં કહ્યુ.

'તમે બેફીકર કહી શકો છો, મને કોઈ જ વાંધો નથી.' એમણે કહ્યુ.

'કદાચ તમને ખરાબ લાગશે જો હું મારા મનની વાત કહીશ તો.' મે કહ્યું.

'મને ખરાબ નહીં લાગે હું પ્રોમીસ કરું છું.' એમણે કહ્યુ.

આ સાંભળીને કદાચ મારામાં હિંમત આવી ગઇ અને મે એમનાં વિશે જે પણ વિચાર્યું હતું એ કહી દીધું.

પહેલાં તો હું ધભરાઇ ગઇ. એમનાં ચહેરાનાં હાવભાવ જોઇને પણ પછી એમનાં ચહેરા પર હળવું સ્મિત જોઇ મને રાહત થઇ અને મારાથી કઇ ખોટું નથી બોલાયું એ પણ સમજી ગઇ.

ત્યારબાદ અમે આરામથી વાત કરી શક્યા. વાતાવરણ અચાનક જ હળવું થઇ ગયું. હું મારાં મનની વાત સહજતાથી કહી શકતી હતી મને પોતાને કંઇક અલગ લાગતું હતું. હું આટલી જલ્દી કોઇની પણ સામે મારાં મનની વાત નહોતી કરતી પણ ખબર નહીં આમની સામે હું ખૂબ જ હળવું અનુભવ કરતી હતી.

વાતોમાં સમય ક્યાં પસાર થઇ ગયો ખબર જ ના પડી. થાડીવાર પછી ભાભી અમને બોલાવવાં આવ્યા ત્યારે ખબર પડી કે અમે છેલ્લા અડધા કલાકથી વાતો કરી રહ્યા હતાં અને ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મે તો એમનું નામ પુછ્યું નહોતું.

ત્યારે બહાર આવતાં સમયે મે એમનું નામ પુછ્યું.

અને હસતાં હસતાં એમણે જવાબ આપ્યો, "સંસ્કાર".

એમનાં ચહેરા પર એક અજબ હાસ્ય હતું. એની પાછળનો મર્મ હું સમજી ના શકી પણ એનાં પછી જે થયું એ કંઇક અલગ જ હતું. મેઁ વિચાર્યુ નહોતું કે પહેલી વારમાં હું લગ્ન માટે હા કહી દઈશ. મારાં ઘરનાં બધાં જ સ્તબ્ધ હતાં, મારો નિર્ણય સાંભળીને ઘરમાં બધાં ખુશ હતાં અને હું પણ.

બધું એટલી જલ્દી થયું કે કંઇ ખબર જ ના પડી અને ત્રણ મહીનામાં મારા લગ્ન સંસ્કાર સાથે થઈ ગયાં. આ સમયગાળામાં અમે ઘણી વખત મળ્યા, ઘણી વાતો કરી અને એકબીજાને જેટલાં ઓળખી શકવાં શક્ય હતાં એટલાં ઓળખ્યા અને લગ્નનાં બે દિવસ પછી અમે હનીમૂન માટે સિંગાપોર જવાં નીકળ્યા. હું ખુશ હતી કારણ કે સપનામાં અને હકીકતમાં હવે કોઈ અંતર નહોતું રહ્યું એવું લાગતું હતું, જાણે કોઈ સપનાની દુનિયામાં જીવી રહી છું.

દસ દિવસ નો સમય કેવી રીતે પૂરો થઈ ગયો એ ખબર જ ના પડી અને અમે પાછા આવી ગયાં. રસ્તામાં હું એમ જ વિચારતી હતી કે આખો દિવસ એમનાં વિનાં શું કરીશ?

ત્યારે એ મને મારાં વિચારોમાંથી બહાર લાવ્યા, અમે ઘરે પહોચી ગયા હતાં અને જેવી જ હું ઘરમાં દાખલ થઈ બધાએ તાળીઓનાં ગડગડાટ થી અમારું સ્વાગત કર્યું. હું કંઇ સમજુ એ પહેલાં જ બધાં મને અભિનંદન આપવાં લાગ્યા, હું કંઇ જ સમજી નહોતી શકતી. મારાં ચહેરાના હાવભાવ જોઇ ભાભી સમજી ગયાં અને એક આમંત્રણ પત્ર મારાં હાથમાં આપ્યું. એ જોઇને મારી આંખો પર વિશ્વાસ નહોતો થતો, એ આમંત્રણ પત્ર મારી પેઈન્ટિંગસનાં એકસિબિશનનું હતું. પણ આ બધું થયું કેવી રીતે એ મને ખબર જ નહોતી અને અચાનક જ મેં સંસ્કાર સામે જોયું. એમનાં ચહેરા પર મંદ હાસ્ય હતું અને હું સમજી ગઇ કે આ બધું એમણે જ કર્યું હતું.

બધાની વચ્ચે હું દોડીને એમની પાસે ગઇ અને એમને ભેટી પડી. હું ભૂલી જ ગઇ હતી કે બધાં ત્યાં હાજર હતાં પણ મને કોઈની હાજરીની કોઈજ અસર નહોતી. હું તો બસ સંસ્કારને આમ જ ભેટી રહેવાં ઇચ્છતી હતી પણ કમને મારે અલગ થવું પડયું.

ત્યારબાદ ફરીથી અભિનદંન આપી બધાં છુટાં પડ્યા ફક્ત મારા મમ્મી-પપ્પા અને ભાઈ-ભાભી જ રહ્યાં. ડિનર બાદ એ લોકો પણ ઘરે જવાં નીકળ્યા અને સંસ્કાર આરામ કરવાનું કહી રૂમમાં ગયાં. હું કિચન સાફ કરવાં જવાં લાગી ત્યારે મમ્મીએ મને પણ ઉપર રૂમમાં મોકલી એમ કહી ને કે હું પણ થાકી ગઇ હોઈશ.

રૂમમાં જઇ સૌથી પહેલાં તો મેં સંસ્કાર પર પ્રશ્નોની વર્ષા કરી દીધી જેમ કે એમણે આ બધું કેવી રીતે કર્યું? અને મને કહ્યું કેમ નહીં? સંસ્કારે શાંતિથી મારાં બધાજ પ્રશ્નો નો જવાબ આપ્યાં. આજે સાચે જ મને મારાં લીધેલાં નિર્ણય પર ગર્વ થઈ આવ્યો કે હું એવાં પુરૂષ ને પામી હતી જે કયારેય મને એકલી નહીં છોડે, મને હંમેશા સાથે લઇને ચાલશે. ત્યારે મારી આંખોમાં આંસુ હતાં પણ ખુશીનાં.


Rate this content
Log in

More gujarati story from Kinjal Patel

Similar gujarati story from Drama