STORYMIRROR

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

‘મધર્સ ડે’ને દિવસે

‘મધર્સ ડે’ને દિવસે

1 min
14.4K


રાધા દાદીએ પૌત્ર અખિલને હાથમાં લીધો.

સાત વર્ષનું કાનુની ઝ્નુન આજે ધીમંતની તરફેણમાં આવ્યું. માનસિક નબળાઇઓથી પીડાતા ધીમંતના દુઃખનું અવિભાજ્ય અંગ તેનો દીકરો અખિલને આજે તે મેળવશે. તે વિચારીને રાધાદાદી ખુશ થતી હતી. તેની આંખમાં ઝળઝળિયાં હતાં પણ ખુશીના. આજે તેનો દીકરો ધીમંત ખુશ થશે.

ઝરણાને પોતાના દીકરાથી છુટા પડતા દુઃખ થતું હતું. નપાણિયા પતિ સાથે ગાળેલા યાતના પૂર્ણ વરસોમાં એક માત્ર આશ હતી તેનો પુત્ર અખિલ. તેને છોડવાની વાત માત્રથી આંખો ભરાઈ જતી હતી. આશા મમ્મી પણ અખિલનાં જવાથી રડતી હતી, તેથી પણ વધુ ઝરણાનો વિલાપ જોવાતો નહોતો.

મા કેવું હ્રદય છે તે હંમેશા સંતાનોને સુખી જુએ તો પણ રડે અને દુઃખી જુએ તો પણ રડે…

કરૂણતા તો તે હતી ‘મધર્સ ડે’ને દિવસે બધી માતાઓની આંખમાં આંસુ હતાં. કોઈકના ખુશીના તો કોઈકના ગમના.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy