મૌનસુર
મૌનસુર
સ્ટુડિયો થી છૂટીને પ્રણવ જ્યારે પોતાના ફ્લેટની બાલ્કનીમાં વીસ્કી ના ગ્લાસ સાથે આવ્યો,
તો....
ટપટપ વરસતો વરસાદ જાણે એની જ રાહ જોઈ રહ્યો હતો.
લહેરાતી ઠંડી પવનની લહેરે એક જૂની વરસાદી ભીંજવતી શૂટિંગની યાદ તેને સ્પર્શી ગઈ.
છવાવટોથી ભરેલી તે બે આંખો.
પ્રાપ્તિની, તે એક સિકવંશ.
પાંચ વર્ષ પહેલા,
આવી જ એક લસલસતી લહેર એની જીવનમાં આવી હતી—
સંભળાય નહી એવા ડાયલોગ વગર,
ફ્લોરની કોઈ ઝાકઝમાળ, કે શોર વગરના પ્રેમ સાથે.
તેઓ મળ્યા, ફર્યા, પણ
ક્યાંક સંબંધને ઈબાદત બનાવવાની જીદમાં
પ્રણવ તેને,
ઈમારત બનાવી શક્યો નહતો.
પ્રાપ્તિએ કશુંજ ગાયા વિના કશુંક કાનમાં કહી ગઈ હતી —
કે જીવવું છે, પણ પોતાની રીતથી.
પ્રેમ રાખવો છે,
પણ પોતાનો વર્તમાન બચાવતા.
પ્રણય કદી કહી ન શક્યો... મૂક આ ફ્લોર સ્ટુડિયો...
અને તેને ભૂલી પણ શક્યો નહિ.
આજે પણ જ્યારે વરસાદ પડે છે,
ત્યારે એની ભીની આંખો યાદ આવે છે.
પાંદડા પર પડતી બૂંદો,
ને પિયાનો પર સરકતી પ્રાપ્તિની આંગળી,
જેમ એના અવ્યક્ત શબ્દો પડતાં હોય છે—
*"હું હતી. હું ઝૂકી પણ પડી. પણ તું... આહ બેદર્દ...?"*
વીસ્કી, હવે રિસ્કી બનતા, પ્રણવે ચા ની ચુસ્કી લીધી
અને પિયાનાના કીબોર્ડ પર તે જ સૂર વગાડવા લાગ્યો,
જે ભીની પાંપણોથી ગુંજાયેલા હતા.
બહાર વરસાદ વરસતો રહ્યો.
અંદર એક પ્રેમ સાંભળાતો રહ્યો—
મોનસૂન હવે મૌનસૂર બની ગયો.
ભીની પાંપણોથી ભાવના જ્યારે ઝરતી હતી, હૃદયની વાદળી સંગીતમાં તે ભળી પડતી હતી,
બૂંદોની રાગથી વીંધાતી હતી આંખની ગઝલ...
તે કશું નહોતી બોલતી, છતાં ચારેકોર વર્ષાદી માહોલ સર્જી રહી હતી.
રિસ્કી વીસ્કી અંતે ફસકી, આંખેથી વરસી ચુકી હતી
આહ..
કેટલાક સંબંધો એવાં હોય છે—
જે શબ્દોમાં વર્ણવાતા નથી,
પણ દર વર્ષની પહેલી બૂંદમાં
ભીની યાદ બનીને વહેતા રહે છે...

