માતાની વ્યથા
માતાની વ્યથા
અશોકભાઈ અને રંજનબેન બંને પતિ-પત્ની. તેમનું જીવન સુખમય હતું. બંને સરકારી શાળામાં શિક્ષક. તેઓ આખો દિવસ શાળામાં. તેમને ત્યાં એક બાળકીનો જન્મ થયો. બાળકીનું નામ નંદિતા રાખ્યું. રંજનબેન નંદિતાનો ખૂબ ખ્યાલ રાખે. તેને જ મહિના સુધી શાળામાં રજા મળેલ. આખો દિવસ નંદિતા પાછળ જ પસાર કરે. તેને નવડાવે, ખવડાવે ને તૈયાર કરે. હાલરડાં ગાઈને સુવડાવે.
"દિકરી મારી લાડકવાયી હેતની એ છે હિરલી
પારણે એને મા ઝુલાવે મારી દિકરી પારણે પોઢી ગી."
પરંતુ જોતજોતામાં છ મહિના પસાર થઈ ગયા. નંદિતાના રજાના દિવસો પૂર્ણ થયા. શાળાએ જવાનો હુકમ થઈ ગયો. રંજનબેનને પોતાની દિકરીને એકલી મુકતા જીવ ન ચાલે. શું કરવું કંઈ સમજાય નહિ ?
ભાઈ, આ તો માતાનો જીવ. કેમ કરી રીઝે. બાળક કાજે તો એ સર્વસ્વ ત્યાગ કરી દે. પણ આ તો ધર્મસંકટ. બાળકનું વર્તમાન અને ભવિષ્ય બંને જોવાનું. નોકરી છોડી દેય તો બાળકના ભવિષ્યનું શું ?
