માતાની કાળજી
માતાની કાળજી
"મા ની તોલે આવે ન કોઈ, મા તો મમતાનો અખુટ ભંડાર"
વિકાસ પાંચ વર્ષનો થયો. તેની માતા તેની ખૂબ કાળજી રાખતા. વિકાસ બે વર્ષનો હતો ત્યારે જ એક અકસ્માતમાં તેના બંને હાથ કામ કરતાં બંધ થઈ ગયા. વિકાસની જાણે જિંદગી જ અટકી ગઈ હતી.
પરંતુ કહેવાય છે ને કે જેની પાસે હોય માતા કેરી મમતા. એને કોઈ મુસીબત ન લાગે મોટી. વિકાસની માતા અંજુબેન પોતાના કરતાં પણ વધું પુત્રનો ખ્યાલ રાખતી. સવારથી માંડીને સાંજ સુધી ઘરના કામ સાથે વિકાસનો પુરો ખ્યાલ રાખે. વિકાસને અવનવી વાનગીઓ ખાવાનો ભારે શોખ. નાનપણથી જ ચટપટું ખાવાનો શોખ. પોતાના હાથ કામ કરતાં બંધ થવાથી તે માતા આગળ કોઈ ઈચ્છા જાહેર ન કરતો. પણ તેની માતા વગર કહ્યે જ બધું સમજી જતી.
સવાર બપોર અને સાંજે નિયમિત વિકાસને ભાવતી વાનગીઓ જ ઘરમાં બને. અને પોતાના હાથે પ્રેમથી જમાડે પણ ખરી. એ પણ કોઈપણ પ્રકારના અણગમા વિના. માની મમતાની તુલના ક્યારેય કોઈ સાથે ન થઈ શકે.
"મા તારી મમતાનો પામે નહીં કોઈ પાર
તું જ વિના સંસારમાં નહીં કોઈ આધાર"
