મારી કવિના ભાગ - ૧
મારી કવિના ભાગ - ૧
મા વિશે જેટલું કહેવાય તેટલું ઓછું જ છે. બા, મા, માતા, મમ્મી, મોમ. આપણી "બા" એટલે એક એવી પેઢી જેને સગડીથી લઈને, ચૂલો, સ્ટવ, ગેસ, ઇલેક્ટ્રિક ગેસ, મયક્રોવેવ સુધીનો બદલાવ સ્વીકાર્યો છે. અને ઘણા સંઘર્ષ પણ કર્યા છે. માતા - પિતા પેટે પાટા બાંધીને પોતાના છોકરાને ભણાવે - ગણાવે, મોટા કરે, આગળ વધારે, અને મૃત્યુ બાદ પણ ચિંતા કરે તેજ માતા પિતા. અહીં લખેલ વાર્તામા બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાન કાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામા બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક વાર્તા છે.
"વાર્તાના પાત્રો"
1) રાજેશભાઈ: એક કરિયાણાના વેપારી.
2) મનિલાબેન: રાજેશભાઈના પત્ની.
3) શ્રુતિ: રાજેશભાઈનીબેન
4) શ્રેય: શ્રુતિનો પતિ.
5) કોમલ: મનિલાબેન અને રાજેશભાઈની દીકરી.
6) શ્રીલેખા: મનિલાબેન અને રાજેશભાઈની દીકરી.
7) કવિના: મનિલાબેન અને રાજેશભાઈની દીકરી.
8) હરીશભાઈ: રાજેશભાઈના પાડોશી.
9) ભાવનાબેન: હરીશભાઈના પત્ની.
10) જતીન: હરીશભાઈનો દીકરો.
11) હાર્દિક: કોમલનો પતિ.
12) પ્રિયા: શ્રુતિના નણંદની દીકરી.
13) જીમી: શ્રુતિના નણંદનો દીકરો, કરાટે માસ્ટર.
14) મનીષભાઈ: મનિલાબેનનોભાઈ.
15) જૈશ્રી: મનીષભાઈની પત્ની.
16) શાંતિલાલ: રાજેશભાઈની દુકાન મા કામ કરતા વ્યક્તિ.
17) મીની: કવિનાની પાળેલી બિલાડી.
18) ભાનુંબેન: શ્રુતિની નણંદના સાસુ.
19) અશોક આહુજા: જીમીના પાડોશી.
20 જાન્યુઆરી, 1993. સવારના 8 વાગ્યા હતા. રાજેશભાઈ તેની પત્નીની સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. મનિલાબેન પ્રેગનેટ હતા. રાજેશભાઈને બે જુડવા દીકરી હતી. કોમલ અને શ્રીલેખા, એ બનેને સ્કૂલે મૂકીને આવ્યા હતા. થોડીવારમાં બાળકના રોવાનો આવાજ આવ્યો, નર્સે આવીને સમાચાર આપ્યા કે દીકરી આવી છે. રાજેશભાઈ ખુશ થઈ ગયા અને તરત 100 રૂપિયા આપ્યા.
ઓપરેશન દરમિયાન મનિલાબેનનું બી.પિ. વધારે હતું, માટે ધ્યાન રાખજો. બાકી તમને ડૉક્ટર જાણ કરશે. ડૉક્ટર પાસેથી બધું જાણીને પછી રાજેશભાઈ તેની દીકરીને મળવાનું કહે છે. ત્યારે ડૉક્ટર કહે છે કે એ તો રૂપ રૂપનો અવતાર છે, જાણે લક્ષ્મીજીજ હોય, આવાજ પણ ખૂબ મીઠો છે. રાજેશભાઈ ખૂબ ખુશ થાય છેને દીકરીને મળવા જાય છે, તેને મળીને ખૂબ હરખાઈ જાઈ છે.
સાંજે મનિલાબેનને ઘરે લઈને જાય છે. ઘરે પહોચીને મનિલાબેન તેની દીકરીના હાથમાં પોતાના હાથ માથી દોરો કાઢીને તેના હાથમાં પેરાવે છે, અને કહે છે કે જ્યાં સુધી આ દોરો તારા હાથમાં હસે, ત્યાં સુધી હું તારી આસ - પાસેજ રહીશ.' રાજેશભાઈ પૂછે છે, 'આવું કેમ બોલો છે ? આપણે તો હંમેશા એની સાથે જ રહેશુંનને, તો પછી ?'
મનિલાબેન: 'ખબર નહિં હું કે એમ આવું બોલી ? તમે શ્રુતિને ફોન કર્યો ? એ ક્યારે આવશે ?
રાજેશભાઈ: 'હા મે એને કહી દીધું છે, એ બે દિવસ પછી આવશે. હવે તું સૂઈ જા ભાવનાબેન થોડીવારમાં તરું જમવાનું લઈ આવશે.'
બે દિવસ પછી શ્રુતિ આવે છે, બધા બહુ ખુશ થાય છે, પછી શ્રુતિ ભાવનાબેનનો આભાર માને છે કે તમે મારાભાઈ, ભાભી, અને છોકરાઓનું ખૂબ ધ્યાન રાખ્યું. હવે હું આવી ગઈ છું, તો હું રોકાઇશ અને બધાનું ધ્યાન રાખીશ. થોડીવાર પછી મનિલાબેન રાજેશભાઈને પૂછે છે કે, મનીષભાઈ અને ભાભીનો ફૉન આવ્યો ? રાજેશભાઈ ના પાડે છે.
પછી રાજેશભાઈ, શ્રુતિ અને શ્રેયને વાત કરે છે કે, મે બે વાર ફૉન કર્યો, પણ એ લોકો એ વાત કરવાનીજ ના પાડી દીધી છે. કે એમ કે, મનિલા એ તેની માની જે છેલ્લી નિશાની હતી, તેની મમ્મીનો હાર, જે મનિલા એ લગ્નમાં પહેર્યો હતો તે હાર તે લોકોને પાછો આપવાનીના પાડી, કે એમ કે આ હાર સાથે તેના માતા પિતાની યાદી છે, માટે.
છઠે દિવસે બાળકીનું નામ કવિના રાખે છે, અને મનિલાબેન બારણાં સામેજ જોયા રાખે છે કેભાઈ ભાભી આવશે, કવિનાને જોઈને ખુશ થશે, એ ચિંતા માને ચિંતામાં પછી એની તબિયત બગડે છે, કોમલ અને શ્રીલેખા, કવિનાનું ધ્યાન રાખે છે. મનિલાબેન એ પોતાની બને દીકરીને ખુબ સારા સંસ્કાર આપ્યા હોય છે, બને ખુબ હોંશિયાર હોય છે.
મનિષભાઈની યાદમાં ને યાદમાં મનિલાબેનની તબિયત બહુ બગડે છે. સતત એક વિચાર કરીને બી.પી. પછી વધે છે. છઠ્ઠીની વિધિ તો માડ પૂરી થઈ કે મનિલાબેન પડી જાઈ છે. બધા બહુ ગભરાઈ જાય છે. પછી મનીષાબેનને રૂમમાં લઇ જઇ છેને શ્રેય ડૉક્ટરને લેવા જાય છે, અચાનક બહુ જોરથી પવન ચાલુ થઈ જાય છે, અચાનક વરસાદ ચાલુ થઈ જાય છે.
કુદરત શું ઈચ્છે છે, તે ખબર નથી. પણ કંઇક ખરાબ થવાનું છે. અને કવિના અચાનક જોરજોરથી રોવે છે. હજી તો કવિનાનું નાયડુ પણ ખરીયું નથી .બાળક અને માતા વચ્ચે એક અલગજ સંબંધ હોય છે, જેમાં ભગવાન પણ વચ્ચેના આવી શકે. મનિલાબેનની તબિયત ખૂબ બગડે છે, બધા કવિનાને ચૂપ કરવાની બહુ કોશિશ કરે છે, પણ તે છાની નથી રેતી.
કુદરત જાણે કાળો કોપ વર્ષાવે છે તેવું લાગે છે, કવિના, મનિલાબેન અને યમરાજની વચ્ચે ઉભી હોય છે. કવિના યમરાજને તેની મા સુધી પોચવાજ નથી દેતી. અને મનિલાબેનનો જીવ પણ કવિનામાંજ હોય છે. કોમલ અને શ્રીલેખા પણ મનિલાબેનની બાજુમાંથી ક્યાંય નથી જતી. મનિલાબેન કવિનાને પોતાની પાસે લાવવાનું કહે છે. અને સાથે કહે છે કે મારો જવાનો સમય થઇ ગયો છે. મારી દીકરી ભૂખી છે, હું અને ભૂખી મૂકીને કેમ જાઉં ? કોમલ, શ્રીલેખાને પણ જમાડે છે, કવિનાને પણ ખૂબ પ્રેમથી વાલ કરતા કરતા પેટ ભરાવે છે. અચાનક પછી કવિના બહુ જોરથી રોવે છે, જાણે યમરાજને કહે છે, કે તમને કોઈ હક નથી મારી માને લઇ જવાનો. બાળક બોલી નથી શકતું પણ પરિસ્થિતિને સમજી જાઈ છે.
કુદરત પણ જાણે રોતિ હોય તેવું લાગે છે, સાંજનો સમય હતો, ગાયો અને કૂતરા પણ જાણે રોતા હોય તેવા જોરજોરથી અવાજ કરે છે. , બધા ખૂબ રડે છે, વરસાદને કારણે શ્રેયને ડૉક્ટરને લઇને આવવા મા વાર લાગે છે. મનિલાબેન પોતાની ત્રણેય દીકરીને પોતાના ખોળામાં રાખીને હાલરડું ગાતા ગાતા સુવડાવે છે, રાજેશભાઈથી આ બધું નથી જોઈ શકાતું, એ તો જાણે બેભાન થઈ ગયા હોય તેવું લાગીયું.
ત્રણેય દીકરીઓ એ પોતાની માનો હાથ એટલો જોરથી પકડિયો હતો કે યમરાજ સાથે તો શું કોઈ સાથે અમારો માનેના જાવા દાઈ એ. પણ યમરાજને તો કંઇક અલગજ મંજૂર હતું. મનિલાબેન હાલરડું ગાતા હોય છે, જે સાંભળીને કોમલ, શ્રીલેખા અને કવિના તરત સૂઈ જાય, અને તે હાલરડું છે," દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર,,,," અને આજે પણ આવું જ થયું, સાચે, ત્રણેય દીકરીઓ સૂઈ ગઈ, અને જાણે યમરાજ અને દીકરી વચ્ચે મા માટે જે યુધ્ધ ચાલતું હતું તેમા યમરાજને જીતવાનો મોકો મળી ગયો.
મનિલાબેન જોવે છે કે હવે પોતાની ત્રણેય દીકરીઓ સૂઈ ગઈ છે, પછી તે બધાને હાથ જોડે છેને રાજેશભાઈને કહે છે કે છેલ્લી વાર મારી માગમાં કંકુ ભરી દો, અને માફી માગે છે કે હું તમને અડધે સફરે મૂકીને જાવ છું. રાજેશભાઈ ખૂબ રડતા રડતા, હાથ ધ્રુજતા ધ્રૂજતા કંકુ ભારે છે, છેલે મનિલાબેન કહે છે કે મારી કોમલ, શ્રીલેખાનું ધ્યાન રાખજો, અને મારી કવિના માટે તો હું, છું જ, જ્યાં સુધી એના હાથ મા મારો આ દોરો છે, ત્યાં સુધી તો હું એની સાથે જ છું, કે એમ કે, મે એને હજુ વાલ કર્યો જ નથી, કુદરતને કોઈ હક નથી કે મારી પાસેથી આ હક લઈ લે, માટે મારી કવિના,,
એટલું બોલતાંજ મનિલાબેનની આંખ મીંચાઈ જાઈ છે.
આ બાજુ આખી દુનિયા માટે સૂરજ આથમે છે, પણ અહીં રાજેશભાઈના ઘરે તો એના ઘરનો જ સૂરજ કાયમ માટે આથમી જાય છે. ત્યાંજ શ્રેય, ડૉક્ટરને લઇને આવે છે. પણ બહુ મોડું થઈ ગયું હોય છે, શ્રુતિ ત્રણેય દીકરીઓને બીજા રૂમમાં સુવડાવી દે છે, બધા ખૂબ રડે છે, આખરે યમરાજની જ જીત થઈ, મનિલાબેનની આત્મા જતા જતા, પોતાની દીકરીની માથે હાથ ફેરવા જાઈ છે ત્યારે, કવિના તેનો સાડીનો છેડો પકડી રાખે છે, તેને જાવા નથી દેતી, યમરાજ પણ કવિનાના પ્રેમ આગળ હારી જાય છે, મનિલાબેનનું મૃત્યુ તો થયું, પણ તેનો જીવ તો કવિના પાસેજ રહી ગયો, તેના છેલ્લા શબ્દો પણ, મારી કવિના જ હતા.
છઠ્ઠીના તો વિધાતા લેખ લખે, પણ અહીં તો વિધાતા એ કવિનાના જીવનમાં ખુશી લખતા, પેલા જ લઈ લીધી, મનિલાબેન રોજ પેલા ગાય, કૂતરાને જમવાનું આપતા, પછી જ બધા જમતા, મનિલાબેન એ એક બિલાડી પાળી હતી. આ બધા પણ ખૂબ રડતા હતા, આ બધું સાચું છે ? મનિલાબેનની અંતિમ વિદાયનો સમય થાય છે, જાણે કુદરત પણ પોતાના કર્યા પર રડે છે એવું લાગે છે, બહુ વરસાદ આવે છે. મનિલાબેનની આંખો સારી હોવાથી તેનું દાન કરે છેને પછી અંતિમ સંસ્કાર કરે છે. ઘરે પાછા આવે છેને બધા હોલમાં બેઠા બેઠા રડે છે ત્યાં કોમલ, શ્રીલેખા આવે છેને જોવે છે તો મનિલાબેનના ફોટો પર હાર હોય છેને બધા રડે છે, બને " મા" "મા" એમ રાડો પાડતી પાડતી અખા ઘર મા દોડે છે પણ તેની મા તો, ત્યાંજ કવિનાનો પણ રોવાનો આવાજ આવે છે, રાજેશભાઈ અને શ્રુતિ, બને દોડે છે, ભગવાન આવો કાળો કેર કોઈના ઘરે ના આપતા. રાજેશભાઈ દીકરીઓને ગળે મળીને ખૂબ રોવે છે.શ્રુતિ બનેને સમજાવે છે,ને કવિનાને પણ સાંભળે છે. અને કોમલ અને શ્રીલેખાને તૈયાર કરીને સ્કૂલે પણ મોકલે છે, જેથી એ લોકો આ વાતાવરણથી દુર રહે.
કવિનાએ હજી આંખ પણનોતી ખોલી, ત્યાં તો અનાથ થઈ ગઈ, કોમલ અને શ્રીલેખા પણ નાનાજ હતા, મનિલાબેનનો જીવ તો કવિના પાસે રહી ગાયો, પણ યમરાજ રાજેશભાઈનો જીવ, જીવતે જીવત લઈ ગયા. રાજેશભાઈ પડી ભાંગ્યા હતા.
દિવસો વીતવા લાગે છે, શ્રુતિ પણ તેના ઘરે પાછી જાઈ છે, હવે રાજેશભાઈ અને શાંતિલાલ જે તેની દુકાનમા કામ કરતા હતા, અને એકલા જ હતા માટે તે પણ રાજેશભાઈ સાથે જ તેવા લાગ્યા, બને મળીને ત્રણેય દીકરી નું ખૂબ ધ્યાન રાખતા, ઘર પણ ખૂબ સરસ રીતે રાખતા, અને ઘરના ફળિયા મા જ દુકાન હતી માટે ઘર અને દુકાન અને દીકરીઓ બધા નું ધ્યાન રાખતા, શાંતિલાલ રાતે પણ દુકાન મા જ સૂઈ જતા.
મનિલાબેન, કોમલ અને શ્રીલેખાને બધું કામ કેમ કરવું, કવિનાને કેવીરીતે બોટલ મા દૂધ પિવડાવું, તેનું ધ્યાન કેમ રાખવું તે બધું શીખવતા, રાજેશ.ભાઈને થતું કે મારી દીકરીઓ મોટી થવા લાગી, પણ આ તો મનિલાબેન શીખવતા, રાજેશભાઈને મનિલાબેનની યાદ આવે, રોવે પણ ખરી, પણ કોમલ અને શ્રીલેખાને તો રોવું પણના આવતું અને યાદ પણના આવતી, કે એમ કે, મનિલાબેન તો તેની સાથે જ હતા. ભગવાન ભલે માતાના શરીરને બાળક થી દુર કરે પણ એના જીવને તો દૂર કરી જ નથી શકતો.
રાજેશભાઈને એમ થાય કે પોતે દીકરીઓને સુવડવે, જમાડે, રમાડે, પણ દીકરીઓ તો મનિલાબેન પાસે આ બધું કરતી. આમ દિવસો વિતે છે, મનિલાબેનને થાય છે કે, કવિના કે એમ બધાની સામે સરખી રીતે નથી જોતી, રાજેશભાઈને ધ્યાન નથી પડતું, માટે કોમલ અને શ્રીલેખા દ્વારા મનિલાબેન રાજેશભાઈ નું ધ્યાન દોરે છે. પણ રાજેશભાઈ સમજી નથી શકતા. કવિના હજુ ડગલાં માડવાનું સિખી હતી, ત્યાં જ મનિલાબેન તેની ખામી ઓળખી ગયા હતા.
પાછું મનિલાબેન કોમલ અને શ્રીલેખા દ્વારા રાજેશભાઈને સમજાવે છે, રાજેશભાઈ બહુ તો નથી સમજતા, પણ કવિનાને ડૉક્ટર પાસે લઈ જાવાનું વિચારે છે. લઈ પણ જાય છે, ત્યાં જઈને રાજેશભાઈ ડૉક્ટરને વાત કરે છે કે કવિના હજુ નજર માડતા નથી શીખી, અમે બોલાવીએ તો સામેનો પણ જોવે, ડૉક્ટર કવિનાની આંખો જોવે છે, રિપોર્ટ પણ કરે છે, અને મુંજવણ મા મુકાઈ જાય છે કે હું, રાજેશભાઈને કઈ રીતે વાત કરું કે, તેની દીકરી કવિના તો જન્મ થી જ નથી જોઈ શક્તિ.
રાજેશભાઈ પૂછે પણ છે કે, સાહેબ, બધું બરાબર તો છેને? તો ડૉક્ટર વાત કરે છે કે તમારે કવિના નું વધારે ધ્યાન રાખવું પડશે, કે એમ કે, તે જન્મ થી જ જોઈ નથી શકતી.આ સાંભળતાની સાથે જ જાણે રાજેશભાઈના પગનીચે થી જમીન ખસી ગઈ. ડૉક્ટર રાજેશભાઈને આશ્વાસન આપે છે. પછી રાજેશભાઈ કવિનાને લઈને ઘરે આવે છે,ને કોમલ, શ્રીલેખાને પાસે બોલાવે છે, શાંતિલાલ પણ આવે છે, પછી રાજેશભાઈ વાત કરે છે કે ડૉક્ટર એ કીધું કે આપણી કવિના તો જન્મ થી જ જોઈ નથી શકતી.
આ સાંભળીને બધાને બહુ આઘાત લાગે છે, પણ મનિલાબેન દીકરીઓને પાસે બોલાવે છેને સમજાવે છે કે, આ વાત સ્વિકારીને તેમાથી રસ્તો ગોતવાનો, રડવાનુંનાઈ. તરત જ બને દીકરીઓ મા હિંમત આવી ગઈ, બને પોતાનીબેનને તેડીને કહે છે, કે, પપ્પા તમે ચિંતાના કરો, અમે છેને, અમે કવિનાને જોતા સિખવસુ. રાજેશભાઈ કઈ સમજીયા નહિ. કોમલ કહે છે કે, પપ્પા હું મોટી થઈને આંખોની જ ડૉક્ટર બનીશ, અને પેલા કવિનાની આંખોની રોશની અપાવીશ.
શ્રીલેખા કહે છે કે, પપ્પા હું મોટી થઈને પાયલેટ બનીશ, અને પેલીવર હું જ્યારે પ્લેન ચલાવીશ ત્યારે તમને અને કવિનાને જ બેસાડીને લઈ જઈશ.આ સાંભળીને રાજેશભાઈ અને શાંતિલાલ ખુશ થાય છે કે દીકરીઓ રડવાને બદલે રસ્તો કાઢતા શીખી ગઈ. પછી બધા સાથે મળીને જમે છે.
દિવસો, મહિનાઓ, વર્ષો વિતીજાઈ છે, કોમલ, શ્રીલેખા, કવિના મોટા થઈ જાય છે.કોમલના લગ્ન હાર્દિક સાથે થાય છે, બને આંખના ડૉક્ટર હોય છે, ૬ મહિના હજુ તેની ઇન્ટરનશિપ બાકી હોય છે, પછી બંને પોતાની આંખની હોસ્પિટલ પણ ખોલશે. શ્રીલેખાના લગ્ન જતીન સાથે થાય છે. જતીન, રાજેશભાઈના પાડોશી હરીશભાઈ અને ભાવનાબેનનો દીકરો હતો. જતીનને સાડીનો બહુ મોટો શોરૂમ હતો. અને શ્રીલેખા પણ ૬ મહિના પછી પાયલેટ્ બની જાશે.
ક્રમશ: